Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google ને હેકર્સે આપી ધમકી, કહ્યું - આ બે કર્મચારીઓને કાઢી મુકો, નહીં તો યુઝર્સનો ડેટા લીક કરીશું

Google : એક અહેવાલ મુજબ, હેકર્સે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની માંગણીઓ મૂકી છે આ દિવસોમાં હેકર્સ દિગ્ગજ ટેક કંપની Google પર ખરાબ નજર રાખી રહ્યા છે ફરી એકવાર ગૂગલ હેકર્સનાં નિશાના પર આવી ગયું છે Hackers Warning...
google ને હેકર્સે આપી ધમકી  કહ્યું   આ બે કર્મચારીઓને કાઢી મુકો  નહીં તો યુઝર્સનો ડેટા લીક કરીશું
Advertisement
  • Google : એક અહેવાલ મુજબ, હેકર્સે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની માંગણીઓ મૂકી છે
  • આ દિવસોમાં હેકર્સ દિગ્ગજ ટેક કંપની Google પર ખરાબ નજર રાખી રહ્યા છે
  • ફરી એકવાર ગૂગલ હેકર્સનાં નિશાના પર આવી ગયું છે

Hackers Warning to Google: આ દિવસોમાં હેકર્સ દિગ્ગજ ટેક કંપની Google પર ખરાબ નજર રાખી રહ્યા છે. ફરી એકવાર ગૂગલ હેકર્સનાં નિશાના પર આવી ગયું છે. હેકર્સ ગ્રુપનું નામ સ્કેટરડ લેપ્સસ હન્ટર્સ જણાવવામાં આવી રહ્યું છે. હેકર્સ ગ્રુપે ગૂગલને તેના બે કર્મચારીઓને કાઢી મૂકવાની ધમકી આપી છે અને નેટવર્ક તપાસ બંધ કરવાની માંગ કરી છે. જો આ માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો હેકર્સે લાખો વપરાશકર્તાઓનો ડેટા, પાસવર્ડ અને અન્ય ખાનગી માહિતી લીક કરવાની ધમકી આપી છે. ચાલો જાણીએ કે હેકર્સ કયા બે કર્મચારીઓને કાઢી મૂકવાનું કહી રહ્યા છે અને આ સમય દરમિયાન યુઝર્સે શું સાવચેતી રાખવાની જરૂર છે?

Advertisement

એક અહેવાલ મુજબ, હેકર્સે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની માંગણીઓ મૂકી છે

એક અહેવાલ મુજબ, હેકર્સે ટેલિગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાની માંગણીઓ મૂકી છે અને ગૂગલને ધમકી આપી છે. તેમની પહેલી માંગણી એ છે કે ગૂગલ તેના થ્રેટ ઇન્ટેલિજન્સ ગ્રુપની નેટવર્ક તપાસ બંધ કરે. બીજી માંગણી એ છે કે ગૂગલ તેના બે કર્મચારીઓ, ઓસ્ટિન લાર્સન અને ચાર્લ્સ કાર્મકલને કાઢી મુકે. હેકર્સનું કહેવું છે કે જો ગૂગલ આ માંગણીઓ સ્વીકારશે નહીં, તો તેઓ લાખો વપરાશકર્તાઓની ખાનગી માહિતી લીક કરશે. આ ખાનગી માહિતીમાં લોકોના ડેટા, પાસવર્ડ અને ફાઇલોનો સમાવેશ થાય છે.

Advertisement

Google : હેકર ગ્રુપ 'સ્કેટર્ડ લેપ્સસ હન્ટર્સ' માં ત્રણ અલગ અલગ હેકિંગ ગ્રુપનો સમાવેશ થાય છે

હેકર ગ્રુપ 'સ્કેટર્ડ લેપ્સસ હન્ટર્સ' માં ત્રણ અલગ અલગ હેકિંગ ગ્રુપનો સમાવેશ થાય છે. તેમના નામ સ્કેટર્ડ સ્પાઇડર, લેપ્સસ અને શાઇનીહન્ટર્સ છે. હેકર્સ ના આ ગ્રુપ ભૂતકાળમાં પણ ઘણી મોટી કંપનીઓને નિશાન બનાવી ચુક્યા છે. તેમનો ઉદ્દેશ્ય ગુગલ પર દબાણ લાવવાનો અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હોઈ શકે છે. ગૂગલે હજુ સુધી આ માંગણીઓ પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે યુઝર્સ પાસે લીક કરવા માટે કોઈ ડેટા છે કે નહીં.

Google dot fr

જીમેલ અને ગૂગલ ક્લાઉડ એકાઉન્ટનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રાહતના સમાચાર

જીમેલ અને ગૂગલ ક્લાઉડ એકાઉન્ટનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રાહતના સમાચાર છે કે તેમાં કોઈ સીધો ભંગ થયો નથી. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે હેકર્સ પાસે યુઝર્સના પાસવર્ડ કે ખાનગી માહિતી નથી. પરંતુ, આ ઘટના પછી, ફિશિંગ અને છેતરપિંડીના પ્રયાસો વધ્યા છે. હેકર્સે ગૂગલના ઓફિશિયલ ઈમેલ જેવા દેખાતા નકલી ઈમેલ મોકલવાનું શરૂ કરી દીધું છે. આ નકલી ઈમેલ અને ફોન કોલ્સ દ્વારા યુઝર્સને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેથી, યુઝર્સે સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. ગૂગલ્સ યુઝર્સે કોઈપણ શંકાસ્પદ ઈમેલ કે ફોન કોલ પર વિશ્વાસ ન કરવો જોઈએ. જો કોઈ ઈમેલ ગૂગલ તરફથી હોવાનો દાવો કરે છે, તો તેને સારી રીતે તપાસો. નિયમિતપણે તમારો પાસવર્ડ બદલતા રહો, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન કરો. ગૂગલે યુઝર્સને ખાતરી આપી છે કે તેમની સુરક્ષા ટીમ આ બાબત પર નજર રાખી રહી છે અને આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.

આ પણ વાંચો: Punjab Flood: 12 જિલ્લા પૂરથી પ્રભાવિત, ૩ લાખ લોકોને ઘર છોડવા પડ્યા... આ કારણોસર રાજ્યમાં વિનાશ સર્જાયો

Tags :
Advertisement

.

×