ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hero VIDA VX 2 : હીરોએ નવા ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 વેરિઅન્ટ્સ કર્યા લોન્ચ, જાણો પ્રાઈઝ અને ફીચર્સ

હીરોએ VIDA બ્રાન્ડ અંતર્ગત નવા 'VIDA VX2' ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. આ સ્કૂટર વિડા પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર છે. વાંચો વિગતવાર.
05:51 PM Jul 03, 2025 IST | Hardik Prajapati
હીરોએ VIDA બ્રાન્ડ અંતર્ગત નવા 'VIDA VX2' ઈલેક્ટ્રિક સ્કૂટરના 2 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. આ સ્કૂટર વિડા પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર છે. વાંચો વિગતવાર.
Hero VIDA VX 2 Gujarat First

Hero VIDA VX 2 : હીરો મોટોકોર્પે VIDA બ્રાન્ડ અંતર્ગત નવા ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના 2 વેરિઅન્ટ્સ લોન્ચ કર્યા છે. હીરોએ આ નવા મોડલને 'VIDA VX2' નામ અંતર્ગત લોન્ચ કર્યા છે. આ સ્કૂટર વિડા પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઈલેક્ટ્રિક ટુ વ્હીલર છે. આ સ્કૂટરની લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર હાજર રહ્યો હતો. આ નવા મોડલના ઈલેક્ટ્રિક સ્કૂટરનો પ્રથમ ગ્રાહક અનિલ કપૂર બન્યો હતો. આ સ્કૂટરના ફીચર્સ અને કિંમતને લીધે તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

VIDA VX 2 ની પ્રાઈઝ અને વેરિઅન્ટ્સ

હીરો મોટોકોર્પે VIDA બ્રાન્ડ અંતર્ગત લોન્ચ કરેલ નવા સ્કૂટર VIDA VX 2 વિડા પોર્ટફોલિયોમાં 2 નવા વેરિઅન્ટ્સ સૌથી સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર છે. આ નવા સ્કૂટરની એક્સ-શોરૂમ પ્રાઈઝ 99,490 રૂપિયા છે. એટલું જ નહીં VIDA VX2 ના બંને વેરિઅન્ટ્સ બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ સબ્સ્ક્રિપ્શન પ્લાન અંતર્ગત આ સ્કૂટરની કિંમત ફક્ત 59,490 રૂપિયા હશે. બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) સબ્સ્ક્રિપ્શન પ્લાન હેઠળ Hero VX2 ઈલેક્ટ્રિક સ્કૂટરને આ સ્કૂટરની કિંમત ઉપરાંત પ્રતિ કિલોમીટર માત્ર 96 પૈસા રનિંગ કોસ્ટ ચૂકવવા પડશે. હવે જો તમે દરરોજ 100 કિમી સ્કૂટર ચલાવો છો તો તેનો રનિંગ કોસ્ટ 96 રૂપિયા થશે. જો તમે આ સ્કૂટર 50 કિમી દરરોજ ચલાવો છો, તો તેની કિંમત 48 રૂપિયા પ્રતિ દિવસ હશે. કંપનીને આશા છે કે પ્રાઈઝ ફેક્ટરને લીધે VIDA VX2 ના વેચાણમાં વધારો થશે. આ સ્કૂટરના 2 વેરિયન્ટ્સ VX2 Go અને VX2 Plus લોન્ચ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  Affordable Meals: Swiggy એ લોન્ચ કર્યો 99 સ્ટોર , 175 થી વધુ શહેરોમાં સેવા મળશે

બેટરી પેક અને ડ્રાયવિંગ રેન્જ

Vida VX2 Go ને નાના બેટરી પેક અને VX2 Plus ને મોટા બેટરી પેકથી સજ્જ કરવામાં આવ્યું છે. જે વધુ ડ્રાયવિંગ રેન્જ પૂરી પાડે છે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ VX2 Go માં 2.2kWh બેટરી પેક છે. તે ફુલ ચાર્જ પર 92 કિમી સુધીની ડ્રાયવિંગ રેન્જ આપશે. જયારે VX2 Plus માં કંપનીએ 3.4 kWh ક્ષમતાનું મોટું બેટરી પેક લોન્ચ કર્યુ છે જે ફુલ ચાર્જ પર 142 કિમી સુધીની રેન્જ આપવા સક્ષમ છે. બંને સ્કૂટરમાં રિમૂવેબલ બેટરી આપવામાં આવી રહી છે, જેને બહાર કાઢીને ઘરના સોકેટ સાથે જોડીને ચાર્જ કરી શકાય છે. બેટરી ફક્ત 60 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે. તેની રનિંગ કોસ્ટ 96 પૈસા છે.

Vida VX2 ના ફીચર્સ

Hero VX2 ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 4.3-ઈંચ LCD ડિસ્પ્લે છે. આમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા છે. આ ઉપરાંત ક્લાઉડ કનેક્ટિવિટીની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સ્કૂટર્સને સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ કરી શકાય છે. તેમાં 12 ઈંચના વ્હીલ્સ છે. આ ઉપરાંત 33.2 લિટર સ્ટોરેજ સ્પેસ પણ ઉપલબ્ધ છે. આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટર્સ 5 વર્ષ અથવા 50,000 કિલોમીટરની વોરંટી સાથે કંપનીએ લોન્ચ કર્યુ છે.

આ પણ વાંચોઃ  Cyber Fraud: એક વર્ષમાં સાયબર ગુનેગારોએ રૂ.22,811 કરોડ લોકોના ખિસ્સામાંથી ઉડાવ્યા

Tags :
electric scooter pricefeatures and specsGujarat FirstGUJARAT FIRST NEWSHero electric scooter 2025Hero VIDA VX2VIDA VX2 GoVIDA VX2 Plus
Next Article