Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hyundai Creta Electric ની કિંમત અને ફીચર્સ લીક! માત્ર 58 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા 17 જાન્યુઆરી, 2025ના રોજ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં તેની નવી ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ કરવાની છે. આ નવી SUVના લોન્ચ પહેલા તેની તસવીરો અને કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ બહાર આવ્યા છે.
hyundai creta electric ની કિંમત અને ફીચર્સ લીક  માત્ર 58 મિનિટમાં થશે ફૂલ ચાર્જ
Advertisement
  • લોન્ચ પહેલા જ હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત લીક!
  • ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત અને ફીચર્સ લીક થઈ
  • હ્યુન્ડાઇની નવી ક્રેટા EV: 472 કિમીની શાનદાર રેન્જ સાથે થશે લોન્ચ
  • ક્રેટા ઇલેક્ટ્રિક: સલામતી અને ટેકનોલોજીથી ભરપૂર SUV
  • DC ચાર્જિંગથી ફક્ત 58 મિનિટમાં 100 ટકા ચાર્જ થશે ક્રેટા ઇલેક્ટ્રિક
  • 15.99 લાખથી શરૂ થઈ શકે છે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત
  • ટાટા કર્વ અને મારુતિ ઇ વિટારાને ટક્કર આપશે ક્રેટા EV
  • હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક: આધુનિક ડિઝાઇન અને પ્રીમિયમ સુવિધાઓ સાથે
  • 472km સુધીની રેન્જ આપતી ક્રેટા ઇલેક્ટ્રિકમાં આવશે બે બેટરી વિકલ્પો

Hyundai Creta Electric : હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા 17 જાન્યુઆરી, 2025ના રોજ ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં તેની નવી ક્રેટા ઇલેક્ટ્રિક લોન્ચ કરવાની છે. આ નવી SUVના લોન્ચ પહેલા તેની તસવીરો અને કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ બહાર આવ્યા છે. આ કાર ડિઝાઇન અને સુવિધાઓના દ્રષ્ટિકોણથી શાનદાર લાગતી હોવાના કારણે, ભારતીય ગ્રાહકોને ખૂબ આકર્ષિત કરી શકે છે. જે લોકો ઇલેક્ટ્રિક વાહનોની રાહ જોઈ રહ્યા છે, તેવા લોકો માટે આ એક આકર્ષક વિકલ્પ બની શકે છે.

Advertisement

ક્રેટા ઇલેક્ટ્રિકની કિંમત લીક

હ્યુન્ડાઇના સીઇઓ તરુણ ગર્ગે મીડિયા સાથેની ચર્ચામાં આ નવા મોડલની કિંમત વિશે સંકેત આપ્યા હતા. તેમના અનુસાર, હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક (Hyundai Creta Electric) ની કિંમત 15 લાખથી 25 લાખ રૂપિયાની વચ્ચે રાખી શકાય છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર આશા છે કે, કંપની તેને 15.99 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે બજારમાં લાવશે. આ કાર ટાટા કર્વ ઇવ અને મારુતિ સુઝુકી ઇ વિટારા સાથે સ્પર્ધા કરશે, જે હવે ભારતમાં ઇલેક્ટ્રિક SUV સેક્શન માટે હોટ માર્કેટ બની રહી છે.

Advertisement

ડિઝાઇન અને સલામતી ફીચર્સ

સલામતીના ક્ષેત્રે હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકમાં 6 એરબેગ્સ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે EBD, હિલ હોલ્ડ આસિસ્ટ, ESP અને ADAS લેવલ 2 જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ડિઝાઇનમાં આ કાર મજબૂત બોડી સાથે આધુનિક લૂક ધરાવે છે, જે ગ્રાહકોને પ્રથમ નજરે આકર્ષિત કરશે. તેમા SUVમાં 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, કીલેસ એન્ટ્રી, રીઅર એસી વેન્ટ્સ, અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ સામેલ છે.

બેટરી અને રેન્જ વિકલ્પો

ક્રેટા ઇલેક્ટ્રિક બે બેટરી વિકલ્પો સાથે આવશે. 51.4kWh બેટરી પેકથી કાર એક ચાર્જ પર 472 કિમી સુધીની રેન્જ પૂરી પાડશે, જ્યારે 42kWh બેટરી પેક 390 કિમી સુધીની રેન્જ આપશે. આ SUVમાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધા છે, જ્યાં DC ચાર્જરથી 10%-80% ચાર્જ થવામાં ફક્ત 58 મિનિટ લાગે છે. AC હોમ ચાર્જર દ્વારા 10%-100% ચાર્જ કરવા માટે 4 કલાક જેટલો સમય લાગે છે. આ SUV 7.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જે તેને ઝડપ અને કાર્યક્ષમતા બંનેમાં શ્રેષ્ઠ બનાવે છે.

ભવિષ્યના ઇલેક્ટ્રિક વાહનો માટે મજબૂત દાવ

હ્યુન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ન માત્ર તેની ડિઝાઇન અને સુવિધાઓ માટે, પરંતુ તેની સસ્તી કિંમત અને કાર્યક્ષમતાને કારણે પણ ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનો માટે એક મજબૂત દાવ બની શકે છે. આ નવા મોડલ પર ભારતીય ગ્રાહકોની નજર ટકી છે.

આ પણ વાંચો :  Maruti ની આ SUV પર મળી રહ્યું છે 2 લાખ રૂપિયા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ!

Tags :
Advertisement

.

×