ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યું છે ભારતીય ઓટો ઉદ્યોગ, આ કંપની Flex Fuel એન્જિન કરી રહી છે ડેવલોપ
- મહિન્દ્રા, SUV માટે Flex Fuel એન્જિન વિકસાવશે
- આનાથી SUV ચલાવવાનું સસ્તું થશે, E30 ને સપોર્ટ કરશે
- ભારત સરકારનું લક્ષ્ય : E50 ફ્યુઅલ તરફ વધશે આગળ
- સસ્તું અને પર્યાવરણમિત્ર વિકલ્પ બનશે ફ્લેક્સ ફ્યુઅલ
- 2030 સુધીમાં E30 પર કામ કરશે સરકાર
Mahindra Flex Fuel : દેશની મોટાભાગની ઓટો કંપનીઓ હવે પરંપરાગત પેટ્રોલ-ડીઝલથી આગળ વધીને ઓપ્શન ઇંધણ પર ગંભીરતાથી કામ કરી રહી છે. ખાસ કરીને Flex Fuel ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે, જેમાં એક જ એન્જિન અલગ-અલગ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણ પર ચાલી શકે. હાલમાં બજારમાં E20 (20% ઇથેનોલ મિશ્રણ) એક મહત્વપૂર્ણ ઉદાહરણ બનેલું છે, અને સરકાર આવનારા દિવસોમાં આ હિસ્સો વધારી 50% સુધી લઈ જવાની દિશામાં વિચાર કરી રહી છે. આ પગલાંથી એક તરફ આયાતીત પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, તો બીજી તરફ ઇથેનોલ આધારિત ઇંધણ તુલનાત્મક રીતે સસ્તુ હોવાને કારણે ગ્રાહકોનો બોજ પણ ઓછો થશે.
મહિન્દ્રાની આગળકુચ
મહિન્દ્રા તેના નવા મોડ્યુલર NU-IQ પ્લેટફોર્મ પર આગામી SUV માટે વિવિધ પાવરટ્રેન વિકલ્પો અને મલ્ટિપલ બોડી સ્ટાઇલ ઓફર કરી શકે તેવી તૈયારીમાં છે. આ સાથે કંપનીએ પોતાની SUV માટે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન વિકસાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. મહિન્દ્રાનું લક્ષ્ય એવા એન્જિન તૈયાર કરવાનું છે જે E30 અને તેનાથી ઉપરના મિશ્રણ પર સ્થિર રીતે કામ કરી શકે—કેમ કે આવનારા દિવસોમાં સરકાર E50 સુધી પહોંચવાનો ઇરાદો દર્શાવી રહી છે.
ટેક્નિકલ અપગ્રેડ
ભારત સરકાર 2030 સુધી પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ 30% (E30) સુધી વધારવાની ચર્ચા કરી રહી છે. તેની અનુકૂળતા માટે ઉત્પાદકોને એન્જિનમાં ચોક્કસ ફેરફારો ફરજિયાત બનશે. વધુ ઊંચા મિશ્રણ (અહીં સુધી કે 100% ઇથેનોલ આધારિત ઇંધણ) માટે એન્જિનને રિ-ઇન્જિનિયરિંગ કરવું પડશે:
- ઇંધણમાં ઇથેનોલનું પ્રમાણ તરત માપી શકે તેવો ઇથેનોલ કન્ટેન્ટ સેન્સર.
- કોલ્ડ સ્ટાર્ટ સહેલું બનાવવા ફ્યુઅલ રેલ અને ઇન્જેક્ટર હીટર જેવા અપગ્રેડ.
- આ સુધારાઓ એન્જિનની દીર્ઘાયુ, પરફોર્મન્સ અને સ્ટાર્ટઅપ વિશ્વસનીયતા માટે જરૂરી છે.
ઓટો એક્સ્પો 2025 : Flex Fuel લાઇનઅપની ઝલક
ઓટો એક્સ્પો 2025માં વિવિધ કંપનીઓએ ફ્લેક્સ ફ્યુઅલ કાર અને બાઇક શોકેસ કરી. તેમ છતા, ફોર-વ્હીલર લોન્ચની સ્પષ્ટ સમયરેખા હજુ જાહેર નથી. મહત્વની રજૂઆતોમાં—હ્યુન્ડાઇની Creta 1.0 Flex Fuel, ટાટાની E85-કમ્પેટિબલ Punch, અને મારુતિની WagonR Flex Fuel સામેલ હતી. બીજી તરફ, ટોયોટાએ Innova HyCrossમાં પેટ્રોલ-ઇલેક્ટ્રિક હાઇબ્રિડ પાવરટ્રેન ઓફર કરીને અનોખી દિશા બતાવી, જે E20 અને વધુ રેટેડ ઇંધણ પર પણ ચલાવી શકે છે.
આ પણ વાંચો : sewage powerd race car: હવે ગટરના પાણીથી ચાલશે રેસિંગ કાર! આગામી પાંચ વર્ષમાં બજારમાં થશે ઉપલબ્ધ


