Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

iPhone 17 price in India : iPhone 17, iPhone Air ભારતમાં લોન્ચ, જાણો વિશેષતા અને કિંમત

pple Watch અને AirPods સાથે iPhone 17 સિરીઝ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. તમારા મનપસંદ iPhone, Apple Watch, કે AirPods ની કિંમત અહીં જુઓ.
iphone 17 price in india    iphone 17  iphone air ભારતમાં લોન્ચ  જાણો વિશેષતા અને કિંમત
Advertisement
  • ભારતમાં iPhone 17 સિરીઝના 4 નવા મોડેલ લોન્ચ (iPhone 17 price in India )
  • iPhone 17 બેઝ મોડલ 82,900માં ઉપલ્બધ થશે
  • iPhone Airની કિંમત 1,19,000થી શરૂ
  • iPhone 17 pro 1,34,900થી શરૂ
  • જ્યારે iPhone 17 pro max 1,49,000થી શરૂ

iPhone 17 price in India : apple કંપનીએ ભારતીય બજાર સહિત વૈશ્વિક સ્તરે પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ નવા લોન્ચમાં iPhone 17, iPhone Air, iPhone 17 Pro અને 17 Pro Max નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, Apple Watch Ultra 3 અને Apple Watch SE 3 જેવી નવી સ્માર્ટવોચ અને AirPods Pro 3 પણ રજૂ કરવામાં આવ્યા છે. Apple ની તમામ નવી પ્રોડક્ટ્સની ભારતમાં કિંમત જાહેર થઈ ગઈ છે, જ્યાં બેઝ મોડેલની શરૂઆત રુ.82,900 થી થાય છે, જ્યારે iPhone 17 Pro Max ના ટોપ વેરિઅન્ટની કિંમત રુ.2 લાખનો આંકડો પાર કરી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

iPhone 17 સિરીઝની ભારતમાં કિંમત (iPhone 17 price in India)

Apple એ તેની નવી iPhone સિરીઝને રજૂ કરી છે. iPhone 17 એ આ સિરીઝનો બેઝ મોડેલ છે, જેમાં A19 ચિપસેટનો ઉપયોગ થયો છે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી બેઝ મોડેલ છે, જે વધુ સારું પરફોર્મન્સ અને લાંબો બેટરી બેકઅપ આપશે.

Advertisement

iPhone 17:

IPHONE 17 PRICE IN INDIA

IPHONE 17 PRICE IN INDIA

આ ફોન 256GB અને 512GB એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ભારતમાં 256GB બેઝ વેરિઅન્ટની કિંમત રુ.82,900 છે, જ્યારે 512GB વેરિઅન્ટની કિંમત રુ.1,02,900 છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, બ્લુ, સાગા અને પર્પલ જેવા પાંચ રંગોમાં આવે છે.

iPhone Air:

iPhone Air Price in india

iPhone Air Price in india

આ Apple નો સૌથી પાતળો હેન્ડસેટ છે. તેના ત્રણ વેરિઅન્ટ લોન્ચ થયા છે. 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રુ.1,19,900, 512GB વેરિઅન્ટની કિંમત રુ.1,39,900 અને 1TB વેરિઅન્ટની કિંમત રુ.1,59,900 છે.

iPhone 17 Pro:

IPHONE 17 Pro price in india

IPHONE 17 Pro price in india

ભારતમાં આ મોડેલની શરૂઆતની કિંમત 256GB સ્ટોરેજ માટે રુ.1,34,900 છે. 512GB વેરિઅન્ટ રુ.1,54,900 અને 1TB વેરિઅન્ટ રુ.1,74,900 માં ઉપલબ્ધ છે.

iPhone 17 Pro Max: (iPhone 17 price in India )

IPHONE 17 Pro max

IPHONE 17 Pro max

આ મોડેલ ચાર સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. 256GB વેરિઅન્ટની કિંમત રુ.1,49,900, 512GB વેરિઅન્ટ રુ.1,69,900, 1TB વેરિઅન્ટ રુ.1,89,900 અને 2TB વેરિઅન્ટ રુ.2,29,900 માં ઉપલબ્ધ થશે.

Apple Watch અને AirPods Pro 3 ની કિંમત

Apple Watch AND AirPods Pro 3

Apple Watch AND AirPods Pro 3 PRICE

Apple એ તેની નવી ઘડિયાળો પણ રજૂ કરી છે. Apple Watch Ultra 3 ની ભારતમાં શરૂઆતની કિંમત રુ.89,900 છે, જ્યારે નવા AirPods Pro 3 ની કિંમત રુ.25,900 રાખવામાં આવી છે.

Apple Watch SE 3 પણ 40mm અને 44mm એમ બે કદમાં આવે છે. 40mm GPS વેરિઅન્ટની કિંમત રુ.25,900 અને GPS + Cellular વેરિઅન્ટની કિંમત રુ.30,900 છે. જ્યારે, 44mm GPS વેરિઅન્ટ રુ.28,900 અને GPS + Cellular વેરિઅન્ટ રુ.33,900 માં ઉપલબ્ધ થશે. આ તમામ પ્રોડક્ટ્સનું પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી અને વેચાણ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Tags :
Advertisement

.

×