Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તમારા Smartphone માં વાયરસ છે કે નહીં ? આ ઇઝી ટ્રિકથી કરો ચેક

ડીજીટલ યુગમાં સ્માર્ટફોન મહત્વનો ભાગ બની ગયો છે સ્માર્ટફોનમાં વાયરલ કઈ રીતે ચેક કરશે આ નિયમ બુધવારથી લાગુ થશે   How To Find Virus in Smartphone: આજના ડીજીટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ ટેક્નોલોજીની...
તમારા smartphone માં વાયરસ છે કે નહીં   આ ઇઝી ટ્રિકથી કરો ચેક
Advertisement
  • ડીજીટલ યુગમાં સ્માર્ટફોન મહત્વનો ભાગ બની ગયો છે
  • સ્માર્ટફોનમાં વાયરલ કઈ રીતે ચેક કરશે
  • આ નિયમ બુધવારથી લાગુ થશે

How To Find Virus in Smartphone: આજના ડીજીટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ ટેક્નોલોજીની સાથે સાયબર ધમકીઓનો ખતરો પણ વધી ગયો છે. સ્માર્ટફોન(Smartphone)માં વાઈરસ (Virus)એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે ફક્ત ઉપકરણના પ્રદર્શનને બગાડે છે પરંતુ તમારી વ્યક્તિગત માહિતીને પણ જોખમમાં મૂકી શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારા સ્માર્ટફોનમાં વાયરસ છે કે નહીં. ચાલો જાણીએ તેની સરળ રીતો વિશે..

Advertisement

Advertisement

X પર વિડિયો શેર કર્યો

જો કે બીજી તરફ સરકાર સાયબર ક્રાઈમને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં, દૂરસંચાર વિભાગે X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારા ફોનમાંથી આવી નકલી અને ખતરનાક એપ્સને કેવી રીતે ઓળખી શકો છો.

આ પણ  વાંચો -Jio,Airtel,BSNLઅને Viની ડેડલાઈન પૂર્ણ, કરોડો મોબાઈલ યુઝર્સને મળશે મોટી રાહત

સ્માર્ટફોનમાં વાયરસ કઈ રીતે ચેક કરશે?

  1. સૌથી પહેલા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
  2. આ પછી ઉપર જમણી બાજુએ પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
  3. મેનુમાં Play Protect વિકલ્પ પસંદ કરો.
  4. આ પછી સ્કેન બટન પર ક્લિક કરો.
  5. સ્કેન પૂર્ણ થયા પછી, જો ઉપકરણમાં કોઈ ખતરનાક એપ્લિકેશન મળશે તો તમને ચેતવણી આપશે

આ નિયમ આવતીકાલથી લાગુ થઈ રહ્યો છે

આ ઉપરાંત, તમને જણાવી દઈએ કે આવતીકાલથી એટલે કે 11 ડિસેમ્બરથી, TRAI 'મેસેજ ટ્રેસેબિલિટી' નિયમ લાવી રહ્યું છે, જેના પછી નકલી સંદેશાઓનું ટેન્શન સમાપ્ત થઈ જશે. કોઈપણ સંદેશ કે જે ટેલીમાર્કેટરની નંબર શ્રેણીનો ઉપયોગ કરતું નથી તે સ્વીકારવામાં આવશે નહીં.

Tags :
Advertisement

.

×