Jio AI Classroom લોન્ચ, એક પણ રૂપિયો ખર્ચ્યા વગર AI શીખી શકાશે
- ભારતને એઆઇ સુપરપાવર બનાવવા માટે જીઓ લાવ્યું નિશુલ્ક કોર્ષ
- ડિઝાઇન, વાર્તાઓ અને પ્રસ્તુતિઓ બનાવવા અને સમસ્યાઓ ઉકેલવા માટે ઉપયોગ
- આ પહેલ AI શિક્ષણને બધા માટે સુલભ બનાવશે - જીઓ પ્રવક્તા
Jio AI Classroom : ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ (IMC 2025) ના પહેલા દિવસે, Jio એ AI Classroom નામનું એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. Jio નો ધ્યેય ભારતમાં લોકો સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને (AI) પહોંચાડવાનો છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં "AI for Everyone" ની હિમાયત કરી હતી. અને હવે, થોડા મહિના પછી, Jio એ AI Classroom માં ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કર્યો છે.
View this post on Instagram
અન્ય લોકોને પૂર્ણતા બેજ આપવામાં આવશે
કંપનીના જણાવ્યા અનુસાર, JioPC અને Jio ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સુપરપાવર બનાવવાના મિશનને આગળ વધારવા માટે AI Classroom લોન્ચ કરી રહ્યા છે. પર્સનલ કમ્પ્યુટર, ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ આ કોર્સ લઈ શકે છે. જો કે, પ્રમાણપત્ર ફક્ત તે લોકો માટે ઉપલબ્ધ રહેશે જેઓ JioPC નો ઉપયોગ કરીને કોર્સ પૂર્ણ કર્યો છે. અન્ય લોકોને પૂર્ણતા બેજ આપવામાં આવશે. આ કોર્સ https://www.jio.com/ai-classroom દ્વારા એક્સેસ કરી શકાય છે.
આ રીતે ઉપયોગી થશે
AI Classroom કોર્સ શીખનારાઓને વિવિધ AI ટૂલ્સ શીખવા અને સમજવાની તક પૂરી પાડશે. આ કોર્ષ વિદ્યાર્થીઓને AI ના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા, તેમના જ્ઞાન અને અભ્યાસ ક્રમને ગોઠવવા, ડિઝાઇન, વાર્તાઓ અને પ્રસ્તુતિઓ બનાવવા અને સમસ્યાઓ ઉકેલવા માટે AI નો ઉપયોગ કરવાની તક પૂરી પાડશે.
AI ક્રાંતિમાં કોઈ પાછળ ન રહે
લોન્ચ સમયે, રિલાયન્સ જિયોના પ્રવક્તાએ કહ્યું: "અમારું માનવું છે કે, ટેકનોલોજીની સાચી શક્તિ દરેક વ્યક્તિને સશક્ત બનાવવાની તેની ક્ષમતામાં રહેલી છે. Jio AI Classroom ના લોન્ચ સાથે, અમે યુવાન વિદ્યાર્થીઓને AI માટે તૈયાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ. આ પહેલ શાળાના બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પરિચય કરાવશે. અમે AI શિક્ષણમાં JioPC અને Jio ઇન્સ્ટિટ્યૂટની સુલભતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનો લાભ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ પહેલ AI શિક્ષણને બધા માટે સુલભ બનાવશે અને ખાતરી કરશે કે AI ક્રાંતિમાં કોઈ પાછળ ન રહે."
Jio ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થશે
JioPC વપરાશકર્તાઓ હોમ સ્ક્રીન પર ડેસ્કટોપ શોર્ટકટ દ્વારા કોર્ષને ઍક્સેસ કરી શકે છે. આ કોર્ષ મોબાઇલ પર કામ કરશે નહીં. JioPC દ્વારા કોર્ષ લેનારાઓને અદ્યતન AI ટૂલ્સની ઍક્સેસ મળશે અને પૂર્ણ થયા પછી Jio ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
આ પણ વાંચો ---- તહેવાર ટાણે એડ્રેસ અપડેટ કરાવવાની જાળ બિછાવી સાયબર ગઠિયાઓ એક્ટિવ


