Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક જ OTP કરી દેશે ગાડીનું એન્જિન બંધ, જાણો સ્વદેશી એપ Mapplsના ખાસ ફીચર્સ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રમોટ કરાયેલ સ્વદેશી મેપિંગ એપ Mappls (MapMyIndia)માં 'ઇમોબિલાઇઝર' નામનું ખાસ ફીચર છે. આનાથી યુઝર્સ GPS ટ્રેકરની મદદથી પોતાની કારના એન્જિનને રિમોટલી બંધ કરી શકે છે. આ સુરક્ષા ફીચર ચોરી જેવી ઘટનાઓમાં કારના ECU દ્વારા ઇંધણ સપ્લાય કાપીને કારને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે, જે હવે મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે.
એક જ otp કરી દેશે ગાડીનું એન્જિન બંધ  જાણો સ્વદેશી એપ mapplsના ખાસ ફીચર્સ
Advertisement
  • Mapples એપના નવા ફીચર્સની ચારેબાજુ ભારે ચર્ચા (Mappls Immobiliser Feature)
  • Mappleનું 'ઇમોબિલાઇઝર' ફીચર્સ છે ખાસ
  • આ ફિચર્સના ઉપયોગથી હવે કાર ચોરી થતા અટકી જશે

Mappls Immobiliser Feature : ZOHOના મેસેજિંગ એપ Arattaiની જેમ જ, હવે સ્વદેશી મેપિંગ એપ્લિકેશન Mapplsને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે, જેના પગલે કંપનીના શેરમાં લગભગ 10%નો ઉછાળો આવ્યો છે. જોકે, અહીં અમે તેના શેર નહીં પણ એપ્લિકેશનના એક ખાસ ફીચર વિશે વાત કરીશું જે તમારી કારને ચોરોથી દૂર રાખવામાં મદદરૂપ થશે.

આ એપમાં Immobiliser નામનું એક વિશેષ સુરક્ષા ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારી કારના એન્જિનને રિમોટલી (દૂરથી) બંધ કરી શકો છો. આ માટે તમારે સુરક્ષાના ભાગરૂપે પાસવર્ડ અથવા OTP દાખલ કરવો પડશે.

Advertisement

આ એપ MapMyIndia બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને MapMyIndiaના ઘણા GPS કાર ટ્રેકર્સ માર્કેટમાં ઉપલબ્ધ છે જે આ ચોરી વિરોધી સેવાને સપોર્ટ કરે છે. આ સ્વદેશી Mappls એપ સાથે ટ્રેકર્સ સુસંગત (Compatible) હોય છે. આખું સેટઅપ કરાવ્યા પછી, યુઝર્સ ઘરે બેઠા કારનું એન્જિન, ઇંધણ (ફ્યુઅલ) સપ્લાય વગેરે બંધ કરી શકે છે.

Advertisement

ઇમોબિલાઇઝર કેવી રીતે કામ કરે છે? (Mappls Immobiliser Feature)

ઇમોબિલાઇઝર કારના ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU)ને નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે, કારની ચાવીમાં રહેલી ટ્રાન્સપોન્ડર ચિપ ECUને એક ખાસ કોડ મોકલે છે. જો કોડ સાચો હોય, તો જ ECU એન્જિનને ચાલુ થવાની પરવાનગી આપે છે. જો કોડ ખોટો હોય, તો ECU ઇંધણ સપ્લાય રોકી દે છે, જેનાથી કારનું એન્જિન ચાલુ થતું નથી.

સિસ્ટમ સેટઅપ: (Mappls Immobiliser Feature)

આ ફીચરનો ઉપયોગ કરવા માટે, કારમાં Mappls સાથે સુસંગત GPS ટ્રેકર ઇન્સ્ટોલ કરાવવું જરૂરી છે, જેમાં એન્જિન સ્વીચ ઑફ કરવાની ક્ષમતા હોય.

ઓપરેશન:

જ્યારે તમે એપ દ્વારા કમાન્ડ આપો છો, ત્યારે GPS ટ્રેકર કારમાં લાગેલા ઇમોબિલાઇઝરને આદેશ આપે છે, જેના પરિણામે કારનું એન્જિન, ઇંધણ સપ્લાય અને સ્ટાર્ટર બંધ થઈ જાય છે.

મોબાઇલ એપ પર એક્સેસ

Mappls મોબાઇલ એપ્લિકેશન પર GPS ટ્રેકરનો સંપૂર્ણ એક્સેસ મળે છે. આનાથી કારનું ચોક્કસ લોકેશન જાણી શકાય છે અને જો કોઈ છૂપી રીતે કાર ચાલુ કરે તો તુરંત મોબાઇલ પર એલર્ટ આવી જાય છે. જો તમે રિમોટલી કારનું એન્જિન બંધ કર્યું હોય અને કાર સુરક્ષિત રીતે પાછી મળી જાય, તો તમે એપ દ્વારા રિએક્ટિવેશન (Reactivation) ફીચરને ઓન કરી શકો છો, જેના પછી કારનું એન્જિન ફરીથી ચાલુ કરી શકાય છે.

આ પણ વાંચો : વિશાખાપટ્ટનમમાં ભારતનાં સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનાં નિર્માણ માટે Adani અને ગુગલ વચ્ચે ભાગીદારી

Tags :
Advertisement

.

×