Maruti Suzuki e-Vitara સિંગલ ચાર્જમાં આટલા કિલોમીટર દોડશે,જાણો દમદાર ફિચર્સ અને કિંમત
- Maruti Suzuki e-Vitara ભારતમાં લોન્ચ થશે
- ઇ-વિટારાનું ઉત્પાદન હાંસલપુરમાં કરાશે
- સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર દોડશે.
ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, ઇ-વિટારાનું ઉત્પાદન 26 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં શરૂ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટમાં ઇ-વિટારાને લીલી ઝંડી આપી, જે ભારતના ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે, જે ભારતને ગ્લોબલ EV હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું છે
Maruti Suzuki e-Vitara કિંમત
Maruti Suzuki e-Vitara ઓટો એક્સ્પો 2025માં પ્રદર્શિત કરવામાં આવી હતી, ત્યારથી તે ચર્ચાનો વિષય બની છે.કંપનીએ સત્તાવાર કિંમત જાહેર કરી નથી, એવો અંદાજ છે કે તેની એક્સ-શોરૂમ કિંમત 17 લાખથી 25 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ કિંમત તેને ટાટા કર્વ EV, હ્યુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક અને MG ZS EV જેવી કાર સાથે સીધી ટક્કર જોવા મળશે.
Maruti Suzuki e-Vitara શાનદાર ફિચર્સ
ઇ-વિટારા આધુનિક અને મજબૂત ડિઝાઇન સાથે આવે છે, જેમાં LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ, Y-આકારના DRL, LED ટેલલાઇટ્સ અને 18-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. આંતરિક ભાગમાં ડ્યુઅલ-ટોન બ્લેક અને ટેન કલરની કેબિન, લેયર્ડ ડેશબોર્ડ અને સેમી-લેથરેટ સીટ્સ છે. કારમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.1-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ફિક્સ્ડ ગ્લાસ રૂફ, ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 10-વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, એમ્બિયન્ટ લાઇટિંગ અને PM2.5 એર ફિલ્ટર જેવી પ્રીમિયમ સુવિધાઓ છે
Maruti Suzuki e-Vitara ના સુરક્ષા ફિચર્સ
સુરક્ષાને પ્રાથમિકતા આપતા, ઇ-વિટારામાં લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) છે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન-કીપિંગ આસિસ્ટ અને બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ જેવી સુવિધાઓ શામેલ છે. આ ઉપરાંત, 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને આગળ-પાછળના પાર્કિંગ સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે.
બેટરી અને રેન્જ
ઇ-વિટારા બે બેટરી પેક વિકલ્પોમાં ઉપલબ્ધ હશે: 49 kWh અને 61 kWh. 49 kWh બેટરી 144 PS પાવર અને 192.5 Nm ટોર્ક આપશે, જ્યારે 61 kWh બેટરી 174 PS પાવર અને 192.5 Nm ટોર્ક આપશે. 61 kWh બેટરી પેક સાથે 500 કિલોમીટરથી વધુની રેન્જનો દાવો કરવામાં આવ્યો છે. ફાસ્ટ ચાર્જિંગ સાથે, બેટરી 50 મિનિટમાં 0-80% ચાર્જ થઈ શકે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) વિકલ્પ પણ ઉપલબ્ધ હશે, પરંતુ ભારતમાં માત્ર ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (FWD) વેરિઅન્ટ ઓફર કરવામાં આવશે.
આ પણ વાંચો: 1 લિટર E20 પેટ્રોલ પર રૂ. 8 જેટલી બચત, જુના વાહનો માટે આફત


