Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં આવી ગયા Meta Ray-Ban Smart Glasses: શું છે ખાસિયતો

Meta દ્વારા Ray-Ban Smart Glasses ભારતમાં સત્તાવાર રીતે ₹29,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ગ્લાસિસમાં 12MP કેમેરા, Meta AI આસિસ્ટન્ટ અને Snapdragon AR1 Gen1 ચિપસેટ જેવા હાઇ-ટેક ફીચર્સ છે. 4 કલાકની બેટરી લાઇફ અને કેસ સાથે કુલ ૩૨ કલાકનો બેકઅપ મળે છે. વધતી માંગ વચ્ચે, આ પ્રોડક્ટ ૨૦થી વધુ શહેરોમાં સેમ-ડે ડિલિવરી સાથે ઉપલબ્ધ છે.
ભારતમાં આવી ગયા meta ray ban smart glasses  શું છે ખાસિયતો
Advertisement
  • Ray Ban Smart Glass Meta એ ભારતમાં લોન્ચ કર્યા
  • ગ્લાસિસમાં 12MP કેમેરા અને બિલ્ટ-ઇન Meta AI આસિસ્ટન્ટ
  • કિંમત રૂ.39,900 થી શરૂ, ઑફર્સ સાથે રૂ.23,920
  • Snapdragon AR1 Gen1 ચિપસેટ પર કાર્યરત
  • 20થી વધુ શહેરોમાં સેમ-ડે ડિલિવરીની સુવિધા

Ray Ban Smart Glass : ભારતમાં સ્માર્ટ વિયરેબલ ડિવાઈસનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે ટેક જાયન્ટ Meta એ પોતાના બહુચર્ચિત Ray-Ban Smart Glasses ને ભારતીય બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. આ ગ્લાસિસ હવે દેશભરમાં ઉપલબ્ધ છે, અને લોન્ચ થતાની સાથે જ ગ્રાહકોમાં તેની ઉત્સુકતા પણ જોવા મળી રહી છે.

ભારતમાં વધતી સ્માર્ટ વિયરેબલ્સની માંગ – Smart Wearables Market India

એમેઝોનના રિપોર્ટ મુજબ, આ વર્ષના Amazon Great Indian Festival 2025 દરમિયાન પ્રીમિયમ વિયરેબલ્સના વેચાણમાં આશરે 40% નો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, માત્ર સ્માર્ટ ગ્લાસિસની શોધમાં વર્ષ-દર-વર્ષ 4.6 ગણો ઉછાળો આવ્યો છે. Amazon India ના ડાયરેક્ટર, જેબા ખાનના મતે, ગ્રાહકો હવે એવા ઉપકરણોની માંગ કરી રહ્યા છે જે AI ને સરળતાથી તેમના દૈનિક જીવનમાં સામેલ કરી શકે.

Advertisement

ક્લાસિક લૂક, હાઇ-ટેક ફીચર્સ – Meta Ray Ban Smart Glasses Specs

Meta Ray-Ban Smart Glasses દેખાવમાં ક્લાસિક Ray-Ban ફ્રેમ જેવા જ લાગે છે, પરંતુ તેમાં શક્તિશાળી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્લાસિસ Qualcomm ના Snapdragon AR1 Gen1 ચિપસેટ પર કાર્ય કરે છે અને તેમાં 32GB નું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફ્રેમની અંદર એક 12MP નો હાઈ-ક્વોલિટી કેમેરા ફીટ કરવામાં આવ્યો છે. ખાસ કરીને, રેકોર્ડિંગ સમયે એક LED લાઇટ ચાલુ થાય છે, જેથી સામેની વ્યક્તિને રેકોર્ડિંગની જાણ થઈ શકે.

Advertisement

Meta નો દાવો છે કે આ કેમેરા:

  • 3024 × 4032 પિક્સલના ફોટા લઈ શકે છે.
  • 1080p વીડિયો (60 સેકન્ડ સુધી) રેકોર્ડ કરી શકે છે.

AI આસિસ્ટન્ટ: "Hey Meta AI" નો ઉપયોગ – AI Assistant Smart Glasses

આ સ્માર્ટ ગ્લાસિસમાં Meta નો બિલ્ટ-ઇન AI આસિસ્ટન્ટ આપવામાં આવ્યો છે. તમે માત્ર “Hey Meta AI” કહીને તેને સક્રિય કરી શકો છો. આ આસિસ્ટન્ટના માધ્યમથી તમે ફોટા ક્લિક કરી શકો છો, વીડિયો રેકોર્ડ કરી શકો છો, રિમાઇન્ડર સેટ કરી શકો છો અથવા તો કોઈપણ સવાલના જવાબ મેળવી શકો છો.

રેકોર્ડ કરેલી તમામ મીડિયા ફાઇલ્સને સીધી Facebook કે Instagram પર પોસ્ટ કરી શકાય છે, અથવા Meta View એપ દ્વારા અન્ય કોઈપણ પ્લેટફોર્મ પર શેર કરી શકાય છે.

બેટરી અને મજબૂતી: Meta અનુસાર, એકવાર સંપૂર્ણ ચાર્જ કરવા પર ગ્લાસિસ 4 કલાક સુધી ચાલે છે. સાથે મળતું ચાર્જિંગ કેસ 32 કલાકની વધારાની બેટરી લાઇફ પ્રદાન કરે છે. IPX4 સ્પ્લેશ રેઝિસ્ટન્સને કારણે હળવા વરસાદ કે પરસેવાથી આ ગ્લાસિસને કોઈ નુકસાન નહીં થાય.

કિંમત અને ઉપલબ્ધતા: સેમ-ડે ડિલિવરી – Ray Ban Meta Price

ભારતમાં Meta Ray-Ban Smart Glasses ની શરૂઆતની કિંમત રૂ29,900 નક્કી કરવામાં આવી છે. લોન્ચ ઑફર્સ અને બેન્ક ડિસ્કાઉન્ટનો લાભ લેવાથી આ કિંમત રૂ.23,920 સુધી ઘટી શકે છે. ગ્રાહકો તેમના ઉપયોગ અને પસંદગી મુજબ વિવિધ ફ્રેમ સ્ટાઇલ, સન, પોલરાઇઝ્ડ, ટ્રાન્ઝિશન અથવા પાવર લેન્સ પણ પસંદ કરી શકે છે.

ઉપલબ્ધતાની વાત કરીએ તો, આ ગ્લાસિસ દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, પુણે, જયપુર અને કોલકાતા સહિત ભારતના 20 થી વધુ શહેરોમાં સેમ-ડે ડિલિવરી સાથે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Google Chrome ની ટક્કરમાં આવ્યું Come AI Browser, જાણો ખાસિયત

Tags :
Advertisement

.

×