Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય માર્કેટ માટે Nissan લાવી રહી છે મિડ-સાઇઝ SUV,ડિઝાઇન મન મોહિ લેશે!

ઓટોમોબાઇલની અગ્રણી કંપની Nissan ભારતીય માર્કેટ માટે મિડ-સાઇઝ એસયુવી મોડેલ પર કામ કરી રહી છે. મિડ-સાઇઝ એસયુવી ટેસ્ટિગ દરમિયાન જોવા મળી છે
ભારતીય માર્કેટ માટે nissan લાવી રહી છે મિડ સાઇઝ suv ડિઝાઇન મન મોહિ લેશે
Advertisement
  • Nissan લાવી રહી છે મિડ-સાઇઝ SUV
  • ભારતીય માર્કેટ માટે લાવી રહી છે મિડ સાઇઝ SUV
  • મારૂતિ સુઝુકી અને ગ્રાન્ટ વિટારાને આપશે ટક્કર

ઓટોમોબાઇલની અગ્રણી કંપની Nissan ભારતીય માર્કેટ માટે મિડ-સાઇઝ એસયુવી મોડેલ પર કામ કરી રહી છે. . આ ક્રમમાં, કંપનીની આગામી મિડ-સાઇઝ એસયુવી પહેલીવાર ટેસ્ટિગ દરમિયાન જોવા મળી છે. આ એસયુવી કંપનીની સંપૂર્ણપણે નવી વ્યૂહરચનાનો ભાગ છે જેના હેઠળ નિસાન આગામી મહિનાઓમાં ભારતમાં ચાર નવા મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીની આ નવી એસયુવી બજારમાં હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા જેવી એસયુવી સાથે સીધી ટક્કર જોવા મળશે.

Advertisement

Nissan SUV ડિઝાઇન આ પ્રકારની હશે.

આ SUVમાં LED હેડલાઇટ, C-આકારના એર ઇનલેટ્સ, સ્ટાર આકારના એલોય વ્હીલ્સ અને બોક્સી રીઅર એન્ડ જેવા જોવા મળે છે. શાર્ક ફિન એન્ટેના, ઇન્ટિગ્રેટેડ રૂફ સ્પોઇલર અને લંબચોરસ LED ટેલ લેમ્પ જેવી પ્રીમિયમ વસ્તુઓ પણ તેમાં જોવા મળે છે.

Advertisement

Nissan પાવરટ્રેન કંઈક આ પ્રકારે હશે

એક અહેવાલ પ્રમાણે આ કારમાં CMF-B+ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે અને શરૂઆતમાં તેમાં પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. બાદમાં તેનું હાઇબ્રિડ વર્ઝન પણ આવવાની અપેક્ષા છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે છે. હાલમાં નિસાનના પોર્ટફોલિયોમાં ફક્ત મેગ્નાઈટ જ હાજર છે.

આ પણ વાંચો:    Best Cars July 2025: આ 5-સ્ટાર સેફ્ટી કારનો વધ્યો ક્રેઝ,દેશની બની નંબર-1 કાર

Tags :
Advertisement

.

×