Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nissan Magnite : દેશમાં સૌથી સસ્તી SUV હવે બની વધુ સુરક્ષિત, Global NCAP ટેસ્ટમાં મળ્યાં 5 સ્ટાર રેટિંગ

ભારતની સૌથી લોકપ્રિય બજેટ SUV Nissan Magnite હવે વધુ સેફ બની છે! તાજેતરમાં અપડેટ થયેલી Magnite એ Global NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યું છે. 6 એરબેગ્સ, ESC અને અનેક અદ્યતન ફીચર્સ સાથે, હવે આ SUV માત્ર સસ્તી નહીં પણ વધુ સલામત અને ફીચર-લોડેડ પણ બની ગઈ છે. નવી CNG વર્ઝન અને 2 લાખથી વધુ વેચાણ સાથે Magnite ફરીથી માર્કેટમાં છવાઈ રહી છે.
nissan magnite   દેશમાં સૌથી સસ્તી suv હવે બની વધુ સુરક્ષિત  global ncap ટેસ્ટમાં મળ્યાં 5 સ્ટાર રેટિંગ
Advertisement
  • Magnite હવે બની ભારતની સૌથી સુરક્ષિત સસ્તી SUV
  • Nissan Magnite ને મળ્યું 5-સ્ટાર રેટિંગ!
  • Magnite નું કમબૅક : હવે વધુ ફીચર્સ અને વધુ સલામતી
  • 2 લાખથી વધુ ઘરોમાં પહોંચી Magnite SUV

ભારતીય કાર બજારમાં Nissan Magnite છેલ્લા કેટલાક વર્ષોથી એક લોકપ્રિય અને ટકાઉ SUV તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી ચૂકી છે. કિંમતથી લઈને ડિઝાઇન અને ફીચર્સ સુધીના તમામ પાસાઓમાં આ કોમ્પેક્ટ SUV ગ્રાહકોની પસંદ રહી છે. હવે Nisaan Magnite ને લઈને એક મોટી અને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે — ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં નવી Magnite એ પોતાના પહેલા વર્ઝનની તુલનાએ સારું પ્રદર્શન કરતા 5 સ્ટાર રેટિંગ મેળવ્યું છે.

સેફ્ટી અપગ્રેડથી મળ્યું શ્રેષ્ઠ રેટિંગ

Magnite ના નવા મોડેલમાં NISSAN એ અનેક સેફ્ટી અપગ્રેડ્સ કરી છે. અગાઉના મોડેલમાં માત્ર 2 એરબેગ્સ હતાં અને તેથી તેને માત્ર 2-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું હતું. જોકે, અપડેટેડ વર્ઝનમાં 6 એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવી અદ્યતન સલામતી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના પરિણામે, આ SUV હવે એડલ્ટ સેફ્ટી માટે 5 સ્ટાર રેટિંગ મેળવવામાં સફળ રહી છે. Global NCAPના તાજેતરના ટેસ્ટ ધોરણો મુજબ, Magnite એ દક્ષિણ આફ્રિકાના બજારમાં વેચાતું એવું પહેલું વાહન બની ગયું છે જેને આ હાઈ રેટિંગ પ્રાપ્ત થયું છે.

Advertisement

Advertisement

Magnite Facelift: એન્જિન અને પરફોર્મન્સ વિકલ્પો

Magnite ના નવા ફેસલિફ્ટ મોડેલમાં બે એન્જિન વિકલ્પ ઉપલબ્ધ છે:

  • 1.0-લિટર નેચરલી આસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન – 71 bhp પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (MT) અથવા 5-સ્પીડ AMT વિકલ્પમાં મેળવી શકાય છે.
  • 1.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન – આ એન્જિન 6-સ્પીડ MT અને CVT વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે.

કંપનીનો દાવો છે કે આ કાર સુપર કમ્ફર્ટ સાથે સજ્જ છે. તેમાં 360 ડિગ્રી લેધર ટચ, હીટ ઇન્સ્યુલેશન સીટ કોટિંગ અને વધુ આરામદાયક ફીચર્સ સામેલ છે – જે આ સેગમેન્ટમાં પહેલાં ક્યારેય નહીં જોવા મળ્યા હોય.

આધુનિક સુવિધાઓથી ભરપૂર Magnite

Magnite Facelift વર્ઝનમાં કેટલીક અદ્ભુત ટેક્નોલોજી અને સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમ કે:

  • વાયરલેસ મોબાઇલ ચાર્જર
  • અદ્યતન Around View Monitor
  • નવી i-Key ટેક્નોલોજી
  • Walk-Away Lock સુવિધા
  • 60 મીટર દુરથી Remote Engine Start
  • ઑટો-ડિમ ફ્રેમલેસ IRVM (Inside Rear View Mirror)
  • 6 એરબેગ્સ, 4 એમ્બિયન્ટ લાઇટિંગ, અને અદ્યતન એર પ્યુરિફિકેશન સિસ્ટમ
  • 540 લિટરનું વિશાળ બુટ સ્પેસ
  • આ બધા ફીચર્સ Magnite ને માત્ર સસ્તી SUV નહીં પણ સંપૂર્ણ રીતે ફીચર-લોડેડ કાર બનાવે છે.

ભાવ અને માર્કેટ પોઝિશનિંગ

Magnite ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત માત્ર ₹6.14 લાખ રાખવામાં આવી છે, જે તેના સેગમેન્ટની Cars માટે ખૂબ સ્પર્ધાત્મક છે. આ સાથે જ, કંપનીએ હાલમાં Magnite નું CNG વર્ઝન પણ રજૂ કર્યું છે. CNG મોડેલમાં રેટ્રોફિટેડ કીટ આપવામાં આવી છે, જે તેને પેટ્રોલ વર્ઝન કરતાં આશરે ₹75,000 મોંઘું બનાવે છે.

2 લાખથી વધુ ઘરોમાં પહોંચી ગઈ Magnite

Magnite ને ભારતમાં લોન્ચ થયા બાદથી અત્યાર સુધી 2 લાખથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યાં છે, જે Nissan India માટે એક મોટી સિદ્ધિ છે. ઓક્ટોબર 2024માં લોન્ચ થયેલા નવીનતમ વર્ઝન બાદ આ SUVએ વધુ પડકારરૂપ બજારમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

આ પણ વાંચો :   ભારતના Two-Wheeler બજારમાં આ Bike નું આજે પણ છે વર્ચસ્વ

Tags :
Advertisement

.

×