Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ChatGPT Down: લ્યો બોલો! ફરી એકવાર ડાઉન થયું ChatGPT, દુનિયા ભરના યુઝર્સ થયા પરેશાન

ChatGPT Down: છેલ્લા 24 કલાકથી ChatGPT પર યુઝર્સને Internal Server Error નો મેસેજ મળી રહ્યો હતો. પરંતુ અત્યારે ChatGPTનો ઉપયોગ કરવામાં સૌથી વધારે પરેશાની અમેરિકાના યુઝર્સને થઈ રહીં છે.
chatgpt down  લ્યો બોલો  ફરી એકવાર ડાઉન થયું chatgpt  દુનિયા ભરના યુઝર્સ થયા પરેશાન
Advertisement
  1. એક જ મહિનામાં બે વખત ડાઉન થયું ChatGPT
  2. ઓપનએઆઈનું એઆઈ ટુલ ChatGPT ફરી એકવાર ઠપ
  3. ગુરૂવારે રાત્રે 12 વાગ્યાથી ભારતમાં ChatGPT માં આવી Error

ChatGPT Down: ગુજરાત, ભારત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો અત્યારે મોટા પ્રમાણમાં ChatGPTનો ઉપયોગ કરી રહ્યાં છે. મોટા ભાગના કામોમાં અત્યારે ChatGPTનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં બે વખત ChatGPTનું સર્વર ડાઉન થયું છે. ઓપનએઆઈનું એઆઈ ટુલ ChatGPT ફરી એકવાર ઠપ થયું હોવાનું યુઝર્સ જણાવી રહ્યાં છે. ગુરૂવારે રાત્રે 12 વાગ્યાથી ભારતમાં ChatGPT નો ઉપયોગ કરવામાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: જાણો ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે, 150 kmની રેન્જ, 52 હજાર રૂપિયા કિંમત

Advertisement

યુઝર્સને Internal Server Error નો મેસેજ મળ્યો

છેલ્લા 24 કલાકથી ChatGPT પર યુઝર્સને Internal Server Error નો મેસેજ મળી રહ્યો હતો. પરંતુ અત્યારે ChatGPTનો ઉપયોગ કરવામાં સૌથી વધારે પરેશાની અમેરિકાના યુઝર્સને થઈ રહીં છે. જો કે, OpenAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, અમે લોકો આ સમસ્યાના નિવારણ માટે ઝડપથી મહેતન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સમસ્યાનું નિવારણ આવી જશે. જો કે, સર્વર ડાઉન હોવાના કારણે અત્યારે યુઝર્સ ખુબ જ પરેશાન થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: INDIA: TRAIની મોટી રાહત, કરોડો મોબાઈલ યુઝર્સને થશે ફાયદો

મહિનાના શરૂઆતમાં એઆઈ ટૂલ ChatGPT ડાઉન થયું હતું

આ પહેલાની વાત કરવામાં આવે તો, આ મહિનાના શરૂઆતના દિવસોમાં પણ OpenAI નું એઆઈ ટૂલ ChatGPT ડાઉન થયું હતું. નોંધનીય છે કે,11 ડિસેમ્બરે આઇફોન, આઈપેડ અને મેક સાથે OpenAI એકીકરણની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ ChatGPTને મોટી આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે દુનિયાભરમાં ChatGPT ડાઉન થઈ ગયું હતુ. આ પહેલા નવેમ્બરમાં પણ ChatGPT ડાઉન થયું હતું. જો કે, ભવિષ્ય માટે આ ખુબ જ ચિંતાનો વિષય છે. કારણે કે, સંરક્ષણ જેવા કામોમાં ChatGPTનો ઉપયોગ કરવામાં આવે અને તે સમયે જો સર્વર ડાઉન થાય તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: Airtelનુ નેટવર્ક ડાઉન, બ્રોડબેન્ડ અને મોબાઈલ સેવાઓ પર ભારે અસર, વપરાશકર્તાઓને પડી મુશ્કેલી

Tags :
Advertisement

.

×