Royal Enfield Bullet 650 ભારતમાં લોન્ચ: જુઓ પાવરફુલ લુક અને ફીચર્સ
- Royal Enfield Bullet 650 ભારતમાં સત્તાવાર રીતે રજૂ
- નવી બુલેટ 650 મૉટોવર્સ 2025માં ભારતમાં લોન્ચ થઈ
- તેમાં 600cc પૅરલલ-ટ્વીન એન્જિન (47 hp પાવર) છે
- આ બુલેટના ક્લાસિક વારસા સાથે આધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે
- બે રંગો – કેનન બ્લેક અને બૅટલશિપ બ્લુમાં ઉપલબ્ધ
- ફીચર્સમાં LED હેડલેમ્પ અને એનાલોગ-ડિજિટલ ક્લસ્ટરનો સમાવેશ
Royal Enfield Motoverse 2025 ઇવેન્ટ આખરે શરૂ થઈ ચૂકી છે, અને આ વખતે માહોલ પહેલા દિવસથી જ રોમાંચક છે. આ ઇવેન્ટમાં માત્ર અપડેટેડ મોડલ જ નહીં, પરંતુ જેની હજારો રાઇડર્સ રાહ જોઈ રહ્યા હતા—તે નવી Royal Enfield Bullet 650ની ભારતીય ધરતી પર પ્રથમ ઝલક પણ રજૂ કરવામાં આવી છે. EICMA 2025ના ઇન્ટરનેશનલ ડેબ્યૂ બાદ આ બાઇક હવે ભારતમાં સત્તાવાર રીતે રજૂ થઈ ગઈ છે.
Royal Enfield Bullet 650 Unveiling ઇવેન્ટ
રોયલ એનફિલ્ડે આખરે Bullet 650ને Cannon Black અને Battleship Blue રંગોમાં પ્રદર્શિત કરી છે. કંપનીનું જાણીતું 648cc પેરલેલ-ટ્વિન એન્જિન આ વખતે 47 hpની શક્તિ અને 52.3 Nmનો ટોર્ક આપે છે, જે બુલેટને તેના ઇતિહાસમાં સૌથી પાવરફુલ ઓળખ આપે છે
ડિઝાઇન: જૂની આત્મા, નવી શક્તિ
નવી Bullet 650માં જૂની બુલેટનો આત્મા બિલકુલ જળવાઈ રહે છે. હેન્ડ-પેઇન્ટેડ પિનસ્ટ્રાઇપ્સ, ક્લાસિક 3D વિન્ગ્ડ બેજ, ટાઇગર-આઇ પાઇલટ લેમ્પ અને પરંપરાગત રાઇડિંગ સ્ટૅન્સ તેને જૂના જમાનાની યાદ અપાવે છે. પરંતુ શક્તિ અને રિફાઇનમેન્ટ સંપૂર્ણપણે આધુનિક છે.
સ્મૂધ અને મજબૂત ટ્વિન એન્જિન: તેનું 650cc પેરલેલ-ટ્વિન એન્જિન ખૂબ જ સ્મૂધ એક્સિલરેશન આપે છે. ૬-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ લાંબી રાઇડ્સને અત્યંત સરળ બનાવે છે. બુલેટની ભારે બોડી અને મોટું ફ્રન્ટ-રિયર વ્હીલ સેટઅપ તેને દમદાર ક્લાસિક બાઇક જેવો સ્ટૅન્સ આપે છે.
કમાન્ડિંગ પોઝિશન: બાઇકમાં જાડી, આરામદાયક બેન્ચ સીટ અને ઊંચા હેન્ડલબાર આપવામાં આવ્યા છે, જે રાઇડર માટે કમાન્ડિંગ પોઝિશન બનાવે છે.
સસ્પેન્શન અને વ્હીલ્સ: શોવા (Showa) સસ્પેન્શન ખરબચડા રસ્તાઓને પણ સરળતાથી સંભાળી લે છે. આગળના ભાગમાં ૧૯-ઇંચ અને પાછળના ભાગમાં 18-ઇંચના વ્હીલ્સ તેનું ક્લાસિક બેલેન્સ જાળવી રાખે છે.
LED હેડલેમ્પ: ટિયરડ્રોપ આકારનો ટેન્ક, વિન્ગ્ડ બેજ અને ટાઇગર-આઇ પાઇલટ લેમ્પ સાથેનું નવું LED હેડલાઇટ સેટઅપ તેને સાચી બુલેટ બનાવે છે, જે નવીનતા અને વારસાનું મિશ્રણ દર્શાવે છે.
The eternal soul of the Bullet 650 takes the form of a twin, carrying the legacy of a generation to new frontiers. Witness it in its full glory at EICMA 2025.#Bullet650 #EICMA2025 #RoyalEnfield #RidePure #PureMotorcycling pic.twitter.com/MHupfyC4sM
— Royal Enfield (@royalenfield) November 7, 2025
90 વર્ષની વિરાસત અને આધુનિકતાનું મિશ્રણ
બુલેટ છેલ્લા નવ દાયકાઓથી પોતાની ઓળખ, મજબૂતી અને સાદગી માટે જાણીતી છે. નવી Bullet 650 તે જ વારસાને વધુ દમદાર પ્રદર્શન, સુધારેલી એન્જિનિયરિંગ અને આધુનિક રાઇડિંગ ક્વોલિટી સાથે આગળ ધપાવે છે. કંપનીના મતે, આ મોડેલ "બુલેટની સ્વાભાવિક પ્રગતિ" છે – એક એવું મોડેલ જે બનાવવું જરૂરી હતું.
ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કસ્ટમાઇઝેશન
બાઇકમાં એનાલોગ સ્ટાઇલવાળું ક્લસ્ટર છે, પરંતુ તેની સાથે ડિજિટલ LCD પણ આપવામાં આવ્યું છે, જેમાં ફ્યુઅલ, ટ્રિપ, ગિયર અને સર્વિસ રિમાઇન્ડરની માહિતી મળે છે. રાઇડર્સ Royal Enfieldના જેન્યુઇન મોટરસાયકલ એક્સેસરીઝ દ્વારા સીટ, સ્ટાઇલ અને આરામને લગતા પાર્ટ્સ બદલીને બાઇકને પોતાના અંદાજમાં ઢાળી શકે છે. Bullet 650 જૂના લુક, જૂની આત્મા અને નવી એન્જિનિયરિંગનો સંપૂર્ણ સમન્વય છે.
આ પણ વાંચો : ભારતમાં આવી ગયા Meta Ray-Ban Smart Glasses: શું છે ખાસિયતો


