SAMSUNG ફ્રીમાં બદલી આપશે આ સ્માર્ટફોનની સ્ક્રીન, કંપની આપી રહી છે રિપ્લેસમેંટ સુવિધા
- SAMSUNG Galaxy S23 અને Galaxy S23 Ultraની સ્ક્રીન બદલી આપશે (Samsung Galaxy S23 screen replacement)
- જે સ્માર્ટફોનમાં ગ્રીન લાઈન આવી હોય તેવા ગ્રાહકોને સ્ક્રીન બદલી આપશે
- ગ્રાહકોની મુશ્કેલી ધ્યાનમાં રાખીને સેમસંગ ઈન્ડિયાની ખાસ પહેલ
Samsung Galaxy S23 screen replacement : સ્માર્ટફોનનો સૌથી સંવેદનશીલ ભાગ તેની ડિસ્પ્લે હોય છે, અને એક નાનકડી ખામી પણ યુઝરના અનુભવને બગાડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી, સેમસંગના પ્રીમિયમ સ્માર્ટફોન Galaxy S23 અને Galaxy S23 Ultraના કેટલાક યુઝર્સને 'ગ્રીન લાઈન ડિસ્પ્લે'ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યામાં સ્ક્રીન પર અચાનક લીલી રેખા દેખાય છે, જે સરળતાથી દૂર થતી નથી.
સેમસંગે શરૂ કર્યો ખાસ ફ્રી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ
ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સેમસંગ ઇન્ડિયાએ એક ખાસ પહેલ કરી છે. કંપનીએ આ સમસ્યાથી પીડિત યુઝર્સ માટે એક વખત મફત સ્ક્રીન રિપ્લેસમેન્ટનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ, યુઝર્સ કોઈ પણ મોટા ખર્ચ વગર પોતાની સ્ક્રીન બદલાવી શકે છે. જોકે, આ માટે સર્વિસ સેન્ટર પર એક નજીવો લેબર ચાર્જ લેવામાં આવશે.
આ ઓફર યુઝર્સ માટે મોટી રાહત છે, કારણ કે Galaxy S23 Ultra જેવી પ્રીમિયમ ડિવાઇસની સ્ક્રીન બદલવાનો ખર્ચ ભારતમાં રુ.15,000 થી રુ.20,000 સુધીનો થઈ શકે છે.
Samsung S23 green line issue
આ રીતે મેળવો આ ઓફરનો લાભ (Samsung Galaxy S23 screen replacement)
- સૌ પ્રથમ, નજીકના સેમસંગ ઓથોરાઈઝ્ડ સર્વિસ સેન્ટરની મુલાકાત લો.
- ત્યાંની ટેકનિકલ ટીમ તમારી સ્ક્રીનની સમસ્યાની તપાસ કરશે.
- જો તમારું ડિવાઇસ પ્રોગ્રામની શરતોને પૂર્ણ કરશે, તો સ્ક્રીન મફતમાં બદલી આપવામાં આવશે.
- લાંબી લાઇનમાં ઊભા રહેવાથી બચવા માટે, તમે Samsung Care App દ્વારા એપોઇન્ટમેન્ટ પણ બુક કરી શકો છો.
- આ ઓફરનો લાભ લેવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર, 2025 છે. આ પછી, આ સુવિધાનો લાભ મળી શકશે નહીં, તેથી સમયસર તેનો લાભ લેવો જરૂરી છે.
આ પણ વાંચો : Apple નું સૌથી મોટું લોન્ચ: 9 સપ્ટેમ્બરે iPhone 17 સિરીઝમાં શું હશે ખાસ?
કેમ સેમસંગનો આ નિર્ણય મહત્વનો છે?
આજકાલ, જ્યારે સોશિયલ મીડિયા પર દરેક નાની-મોટી ફરિયાદ ખુલ્લેઆમ મૂકવામાં આવે છે, ત્યારે બ્રાન્ડની છબી તેની ગ્રાહક સેવા પર આધાર રાખે છે. સેમસંગનો આ નિર્ણય માત્ર ગ્રાહકોના પૈસા જ બચાવશે નહીં, પરંતુ બ્રાન્ડ પ્રત્યે તેમનો વિશ્વાસ પણ મજબૂત કરશે.
આ દર્શાવે છે કે સેમસંગ માત્ર નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવા પર જ નહીં, પરંતુ તેના વર્તમાન ગ્રાહકોને સંતુષ્ટ કરવા પર પણ ધ્યાન આપી રહ્યું છે. જ્યાં ઘણી કંપનીઓ સમસ્યાને 'યુઝર મિસ્ટેક' ગણાવીને જવાબદારીમાંથી છટકી જાય છે, ત્યાં સેમસંગે ખુલ્લેઆમ જવાબદારી સ્વીકારી છે.
આ પણ વાંચો : World First 6G Chip: ચીને વિશ્વની પહેલી 6G ચિપ વિકસાવી, ઇન્ટરનેટ સ્પીડ 5 હજાર ગણી વધશે


