Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપતી Starlink ભારતમાં સેવા આપવા તૈયાર

એલોન મસ્ક સાથે સંકળાયેલી સ્ટારલિંક કંપની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપી રહી છે. કંપની ઝડપી ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે દુનિયામાં જાણીતી છે. હવે કંપની ટુંક સમયમાં ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરી શકે છે. તાજેતરમાં કંપનીના પ્રતિનિધીએ ભારત સરકારના ટેલિકોમ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તે અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને ટેગ કરીને એલોન મસ્કે મોટો સંકેત આપ્યો છે.
સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપતી starlink ભારતમાં સેવા આપવા તૈયાર
Advertisement
  • ભારતમાં ઇન્ટરનેટ આધારિત સેવાઓ શરૂ કરવા એલોન મસ્કની કંપની આતુર
  • ટ્વીટ કરીને મહત્વના સંકેત આપતા મસ્ક
  • સેટેલાઇટ આધારિત સેવાઓ દૂર્ગમ વિસ્તારો સુધી સારી કનેક્ટિવિટી પહોંચાડશે

Starlink Soon To Start Internet Service In India : ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. એલોન મસ્કની કંપની હાલમાં ભારતમાં બેઝ સ્ટેશન બનાવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્પેક્ટ્રમ ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સ્ટારલિંકની સેટેલાઇટ સેવા ભારતમાં શરૂ થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. તાજેતરમાં, સ્ટારલિંકની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની કિંમત પણ જાહેર કરવામાં આવી હતી, જે કંપનીએ વેબસાઇટની ખામીને આભારી છે. તે બાદ હવે એલોન મસ્ક દ્વારા સેવાઓ જલ્દી શરૂ થવાની વાતને સમર્થન આપ્યું છે.

Advertisement

ટેલિકોમ મંત્રી સાથે મુલાકાત કરી

એલોન મસ્કે ભારતમાં તેની સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાના નજીકના સમયમાં લોન્ચ કરવાની વાતની પુષ્ટિ કરી છે. મસ્કે તેના સત્તાવાર ટ્વીટર X હેન્ડલ પર માહિતી શેર કરી છે. તેના ટ્વિટમાં, મસ્કે પુષ્ટિ આપી હતી કે, સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી છે, જેનાથી સેવા શરૂ થવાના સંકેત મળ્યા છે. જો કે, કંપની હજુ પણ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે.

Advertisement

દૂરના વિસ્તારોમાં એક્સેસ સુધારવાનો ધ્યેય

કેન્દ્રીય મંત્રીની પોસ્ટનો જવાબ આપતા, મસ્કે લખ્યું કે, સ્ટારલિંક ભારતમાં તેની સેવા આપવા માટે તૈયાર છે. સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વીટમાં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર અને તેમની નેતૃત્વ ટીમ વચ્ચે સરકારી અધિકારીઓ સાથે થયેલી બેઠકની વિગતવાર માહિતી આપી છે, જેમાં જણાવ્યું હતું કે, આનો ધ્યેય ભારતના દૂરના વિસ્તારોમાં સેટેલાઇટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ ઍક્સેસ સુધારવાનો છે.

કેમ વિલંબ થઇ રહ્યો છે ?

સ્ટારલિંક ઉપરાંત, જિયો, એરટેલ અને એમેઝોન પણ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારે બધી કંપનીઓને સેટેલાઇટ સેવાઓ માટે મંજૂરી આપી દીધી છે. જો કે, સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણી અંગે ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ટ્રાઇ સાથે સમસ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સ્ટારલિંક તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરશે. હાલમાં, સ્ટારલિંક ભારતના લગભગ આઠ શહેરોમાં બેઝ સ્ટેશન સ્થાપિત કરી રહી છે.

આ પણ વાંચો ------  ડાયાબિટીશ મેનેજમેન્ટ માટે જાણીતી દવા Ozempic ભારતમાં લોન્ચ, વાંચો વિગતવાર

Tags :
Advertisement

.

×