Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

sewage powerd race car: હવે ગટરના પાણીથી ચાલશે રેસિંગ કાર! આગામી પાંચ વર્ષમાં બજારમાં થશે ઉપલબ્ધ

Seawage waterથી બનેલી કારની ડિઝાઇન પણ ખાસ છે, તે પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે
sewage powerd race car  હવે ગટરના પાણીથી ચાલશે રેસિંગ કાર  આગામી પાંચ વર્ષમાં બજારમાં થશે ઉપલબ્ધ
Advertisement
  • sewage powerd race car બજારમાં આવશે
  • આ કાર પર બ્રિટનના એન્જિનયરો કરી રહ્યા છે કામ
  • કાર ગટર શુદ્ધિકરણ ટેકનોલોજી પર ચાલે છે

આજના ટેકનોલોજીના જમાનામાં હવે પેટ્રોલ-ડિઝલની કારના અનેક વિકલ્પ મળી રહ્યા છે.સૌથી મહત્વની વાત એ છે કે હાલ ઇલેક્ટ્રીક કાર ઓન ડિમાન્ડ જોવા મળી રહી છે. પ્રદૂષણ અને વધારે પડતા ખર્ચને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રીક સાથે સોલાર કારનું પણ આગમન થઇ ગયું છે. અગત્યની વાત એ છે કે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે અને પર્યાવરણને અનુકુળ બનાવવા માટે ખાસ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં કેટલાક એન્જિનિયરોએ સાથે મળીને રેસિંગ કારનો પ્રોટોટાઇપ બનાવ્યો છે જે ટકાઉ સામગ્રીથી બનેલો છે. ખાસ વાત એ છે કે આ રેસિંગ કાર ગટર (ડ્રેઇન વોટર) પર ચાલે છે. હા, તમે સાચું સાંભળ્યું. આ કાર ગટરના પાણી પર ચાલે છે. આ વસ્તુ આ કારને અન્ય બધી કારથી અલગ બનાવે છે.

Advertisement

Advertisement

sewage powerd race car  પર આ ટેકનોલોજી કરે થે કામ

આ કાર સીધી ગટરના પાણી પર નહીં, પરંતુ ગટર શુદ્ધિકરણ ટેકનોલોજી પર ચાલે છે. આ પ્રક્રિયામાં, સૂક્ષ્મજીવાણુઓ કચરો ખાય છે અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. આ હાઇડ્રોજનનો ઉપયોગ કાર માટે બળતણ બનાવવા માટે થાય છે. વોરવિક મેન્યુફેક્ચરિંગ ગ્રુપ (WMG), જેમાં વોરવિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, એ સેવર્ન ટ્રેન્ટ વોટર ખાતે ગટર શુદ્ધિકરણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રોટોટાઇપ બનાવ્યો છે. કંપની માને છે કે આ કાર પાંચ વર્ષમાં વિશ્વભરમાં ઉપલબ્ધ થઈ શકે છે.

sewage powerd race car  ની ડિઝાઇન છે ખાસ

નોંધનીય છે કે આ કારની ડિઝાઇન પણ ખાસ છે. તે પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. આમાં રિસાયકલ કાર્બન ફાઇબર અને બીટરૂટના કચરામાંથી બનાવેલ વિંગ મિરરનો સમાવેશ કરવામાં આવ્યો છે. WMG આ કારનો ઉપયોગ ઘણા લેન્ડ સ્પીડ રેકોર્ડ તોડવા માટે કરશે. ડૉ. મેરેડિથ કહે છે કે આશા છે કે આ હાઇડ્રોજન ટેકનોલોજી પેટ્રોલ જેટલી જ શક્તિ આપી શકશે. તેમણે એમ પણ કહ્યું કે રેસિંગ માટે હાઇડ્રોજનથી ચાલતી કાર બનાવવામાં સૌથી મોટો પડકાર હાઇડ્રોજન સંગ્રહ કરવાની ટાંકી છે, ડે વધારે જગ્યા રોકી લે છે.

આ પણ વાંચો:    AirKart : ફોર્મ્યુલા - 1 સ્ટાઇલની કાર હવામાં ઉડશે, બ્રિટિશ કંપનીએ તૈયાર કર્યું મોડલ

Tags :
Advertisement

.

×