સ્માર્ટવોચથી થઈ શકે છે કેન્સરનો ખતરો! સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
જો તમે પણ દરરોજ સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો, તો ચેતી જજો. તેને પહેરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. ચાલો જાણીએ કે આ વિશે સંશોધન શું કહે છે.
10:01 PM Jan 27, 2025 IST
|
MIHIR PARMAR
- સ્માર્ટવોચથી પહેરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે
- બ્રાન્ડેડ ઘડિયાળોમાં હાનિકારક રસાયણો હોય છે
- ફિટનેસ વોચ બેન્ડમાં ફ્લોરોઈલાસ્ટોમર્સ હોવાના અહેવાલ છે
Health tips: જો તમે પણ સ્માર્ટ વોચ અથવા ફિટનેસ બેન્ડનો ઉપયોગ કરી રહ્યા છો. તો તમારે તેના ગેરફાયદાઓ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સારી બ્રાન્ડની સ્માર્ટવોચ પણ કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. નોટ્રે ડેમ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં બહાર આવ્યું છે કે બ્રાન્ડેડ ઘડિયાળોમાં હાનિકારક રસાયણો હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે. ફિટનેસ વોચ બેન્ડમાં ફ્લોરોઈલાસ્ટોમર્સ હોવાના અહેવાલ છે, જે એક પ્રકારનું કૃત્રિમ રબર છે જે જ્યારે ત્વચાના તેલ અને પરસેવા સાથે જોડાય છે ત્યારે કેન્સરનું કારણ બની શકે છે.
સ્માર્ટવોચ ખતરનાક બની શકે છે
ધ ગાર્ડિયનએ અભ્યાસ પર અહેવાલ આપ્યો હતો, જેમાં વિગતવાર જણાવાયું હતું કે કયા બ્રાન્ડ્સનું PFAS માટે પરીક્ષણ સકારાત્મક આવ્યું છે. આમાં, નાઇકી, એપલ, ફિટબિટ અને ગુગલની ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ અભ્યાસમાં વિવિધ PFAS સંયોજનોની તપાસ કરવામાં આવી હતી અને તેમાં PFHxA, એક કૃત્રિમ રસાયણનું ઉચ્ચતમ સ્તર જોવા મળ્યું હતું. તે PFAS જૂથનો એક ભાગ છે, જે 40 ટકા બેન્ડમાં જોવા મળે છે. આ રસાયણ સામાન્ય રીતે કપડાં, કાર્પેટ, કાગળ અને જંતુનાશકો પર વપરાય છે અને લીવરના રોગનું જોખમ ઊભું કરે છે.
PFHxA પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ સંયોજન પર ખૂબ ઓછા સંશોધન થયા છે. તે અન્ય પ્રકારના PFAS કરતાં મનુષ્યો માટે વધુ ખતરનાક માનવામાં આવે છે. સંશોધક પ્રેસ્લીએ કહ્યું કે તેમના પરિણામોમાં જે બહાર આવ્યું છે તે ચિંતાજનક છે. યુરોપિયન યુનિયને ઘડિયાળના બેન્ડમાં PFHxA પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
ફોરએવર કેમિકલ્સ
ફોરએવર કેમિકલ્સનો અર્થ Per અને Polyfluoro Alkyl (PFAS) છે અને તેને ફોરએવર કેમિકલ્સ કહેવામાં આવે છે કારણ કે તે ખૂબ જ સ્થિર હોય છે અને પ્રકૃતિમાં આસાનીથી તૂટી પડતા નથી અને કેન્સરનું જોખમ ઊભું કરે છે. આ ઉપરાંત, તેઓ રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે.
Next Article