Elon Musk : ભારતમાં Starlink ની એન્ટ્રી,ટેલિકોમ મંત્રાલય તરફથી મળ્યું લાઇસન્સ!
- ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં મંજૂરી
- સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા માટે અપાયું લાયસન્સ
- દૂરસંચાર મંત્રાલય દ્વારા સ્ટારલિંકને લાયસન્સ અપાયું
- લો લેન્ટેસી બ્રોડબેન્ડથી ઝડપી ઈન્ટરનેટની સેવા
- હાલમાં વિશ્વના 100થી વધુ દેશમાં એક્ટિવ છે
Starlink: એલન મસ્કને (Elon Musk)લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં એલન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક(Starlink)ને ભારતમાં એક મહત્વપૂર્ણ લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ કરવા માંગતી હતી. અહેવાલો મુજબ મસ્કની કંપનીને ભારતીય ટેલિકોમ મંત્રાલય તરફથી એક મહત્વપૂર્ણ લાઇસન્સ મળ્યું છે. આ સાથે કંપની ભારતમાં તેની સેવા શરૂ કરવાની નજીક પહોંચી ગઈ છે. સ્ટારલિંક ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા લાઇસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ વનવેબ અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સેવા શરૂ કરવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે.
Reliance પહેલાથી જ લાઇસન્સ મેળવી ચૂક્યા છે
OneWeb અને Reliance પહેલાથી જ લાઇસન્સ મેળવી ચૂક્યા છે.એટલે કે સ્ટારલિંક હવે ત્રીજી કંપની બની ગઈ છે જે ટૂંક સમયમાં ભારતમાં તેની સેવા શરૂ કરી શકે છે.સ્ટારલિંક કંપનીની સેવા હાલમાં 100 થી વધુ દેશોમાં સક્રિય છે આ કંપનીનો ઉદ્દેશ્ય ઓછી લેટન્સી બ્રોડબેન્ડ દ્વારા ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાનો છે.
શું કહ્યું જ્યોતિરાદિત્ય સિંધિયાએ ?
સ્ટારલિંક વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, સ્ટારલિંકની સેટેલાઇટ સેવા ટેલિકોમ્યુનિકેશનના ગુલદસ્તામાં એક નવા ફૂલ જેવી છે. પહેલા ફક્ત ફિક્સ્ડ લાઇનો હતી અને તેને પણ મેન્યુઅલી ફેરવવી પડતી હતી. આજે આપણી પાસે બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની સાથે મોબાઇલ કનેક્ટિવિટી પણ છે. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી પણ સ્થાપિત થઈ ગઈ છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દૂરના વિસ્તારોમાં આપણે વાયર બિછાવી શકતા નથી કે ટાવર લગાવી શકતા નથી,અહીં કનેક્ટિવિટી ફક્ત સેટેલાઇટ દ્વારા જ સુધારી શકાય છે.
શું છે આ સ્ટારલિંક ?
સ્ટારલિંક એ એલન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા છે. આ લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે. તેની મદદથી વિશ્વના દૂરના વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે ભારતમાં સ્ટારલિંક સેવા શરૂ કરવામાં આવશે. સ્ટારલિંક 500 થી 550 કિલોમીટરની ઊંચાઈએ ઘણા નાના ઉપગ્રહો દ્વારા કામ કરે છે. આ પહેલી વાર નથી જ્યારે ભારતમાં સ્ટારલિંકની ચર્ચા થઈ રહી હોય. કંપનીએ ભારતમાં 2021 માં પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. જોકે ભારત સરકાર તરફથી જરૂરી લાઇસન્સ ન મળવાને કારણે, કંપનીએ તે સમયે પ્રી-બુકિંગ બંધ કરવું પડ્યું હતું.
આ પણ વાંચો -iPhone ના આ 5 મૉડલ પર હવે નહીં ચાલે YouTube એપ, જાણો શું છે કારણ
ભારતમાં હજુ પણ ઘણા દૂરના વિસ્તારો છે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે લોકો ઈન્ટરનેટની સુવિધા મેળવી શકતા નથી, પરંતુ સ્ટારલિંક અને અન્ય કંપનીઓના આગમન પછી, લોકો આવા વિસ્તારોમાં પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ ત્રણ કંપનીઓ ઉપરાંત, એમેઝોન પણ કુઈપર પ્રોજેક્ટ દ્વારા ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ પૂરું પાડવા માટે લાઇસન્સ અને મંજૂરી મેળવવામાં રોકાયેલ છે.
આ પણ વાંચો -Trump એ નારાજગી વ્યક્ત કરતાં મસ્ક ગુસ્સે થયા, જાણો શું છે મામલો
સ્ટારલિંક પ્લાનનો ખર્ચ કેટલો થશે?
મળતી મહતી અનુસાર સ્ટારલિંક ભારતમાં પ્રમોશનલ ઓફર હેઠળ $10 (લગભગ રૂ. 840) ની પ્રારંભિક કિંમતે અમર્યાદિત ડેટા સાથેના પ્લાન કરશે. ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટારલિંકની આ રણનીતિ સફળ થશે કે નહીં તે આગમી દિવસોમાં ખબર પડશે.કારણ કે યોજનાઓ ભલે સસ્તી હોય, પરંતુ હજારો રૂપિયાની કિંમતનું ઉપકરણ ગ્રાહકોનો મૂડ બગાડી શકે છે.ભારતમાં કંપનીઓ વચ્ચે ભાવ યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેનો ગ્રાહકોને ફાયદો થાય છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપનીઓ વચ્ચેની સ્પર્ધાનો લાભ લોકોને મળશે.