Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tata Punch EMI: ₹40,000 પગારવાળા પણ ખરીદી શકે છે, જાણો EMI પ્લાન

₹40-45 હજારના પગારમાં Tata Punch ખરીદવા માંગો છો? આ લેખમાં અમે 50,000 ડાઉન પેમેન્ટ પર 4, 5, 6 અને 7 વર્ષના EMI પ્લાન વિશે વિગતવાર માહિતી આપી છે.
tata punch emi  ₹40 000 પગારવાળા પણ ખરીદી શકે છે  જાણો emi પ્લાન
Advertisement
  • Tata Punch ખરીદવા માટે તમારે કેટલો ભરવો પડશે EMI (Tata Punch EMI)
  • તમે 50 હજાર ડાઉન પેમેન્ટ ભરીને પણ Tata Punch ખરીદી શકો છો
  • તમે 4થી લઈને 7 વર્ષ સુધીના હપ્તા પણ ખરીદી શકો છો

Tata Punch EMI : ભારતીય બજારમાં Tata Punch સૌથી વધુ વેચાતી અને બજેટ-ફ્રેન્ડલી કારમાંની એક છે. જો તમારી માસિક આવક રુ.40,000 થી રુ.45,000 છે, તો તમે પણ આ કાર સરળતાથી ખરીદી શકો છો. આ માટે તમારે એકસાથે મોટી રકમ ચૂકવવાની જરૂર નથી, પરંતુ તમે લોન લઈને માસિક હપ્તા એટલે કે EMI ભરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Tata Group (@tatacompanies)

Advertisement

શું હશે માસિક EMI નો હિસાબ?

Tata Punch ના પ્યોર પેટ્રોલ વેરિઅન્ટની દિલ્હીમાં ઓન-રોડ કિંમત લગભગ રુ.6.66 લાખ છે. જો તમે રુ.50,000 નું ડાઉન પેમેન્ટ કરો છો, તો તમારે બેંક પાસેથી લગભગ રુ.6.12 લાખની લોન લેવી પડશે. લોનની રકમ તમારા ક્રેડિટ સ્કોર પર પણ આધાર રાખે છે.

Advertisement

જો બેંક 9% વ્યાજ દર લગાવે છે, તો તમે જુદી જુદી મુદત માટે EMI નો પ્લાન આ રીતે બનાવી શકો છો:

  • 4 વર્ષની લોન: તમારે દર મહિને રુ.15,253 ની EMI ચૂકવવી પડશે.
  • 5 વર્ષની લોન: દર મહિને લગભગ રુ.12,708 નો હપ્તો ભરવો પડશે.
  • 6 વર્ષની લોન: દર મહિને રુ.11,035 ની EMI ચૂકવવી પડશે.
  • 7 વર્ષની લોન: દર મહિને રુ.9,850 નો હપ્તો ભરવો પડશે.

આ માટે સલાહ આપવામાં આવે છે કે જો તમે દર મહિને રુ.40,000 થી રુ.45,000 કમાતા હો, તો જ EMI પર આ કાર ખરીદવાનું વિચારવું જોઈએ.

નોંધ: કારની કિંમત અને લોન પર લાગતો વ્યાજ દર અલગ-અલગ રાજ્યો અને બેંકોમાં અલગ હોઈ શકે છે. તેથી લોન લેતા પહેલા તમામ વિગતોની તપાસ કરવી જરૂરી છે.

આ પણ વાંચો :  Tesla Model Y Performance 2026 દમદાર રેન્જ અને અદભૂત ફિચર્સ સાથે લોન્ચ,જાણો તેની કિંમત

Tags :
Advertisement

.

×