ભારતમાં Tata Winger Plus લોન્ચ, 9 સીટરમાં મળશે દમદાર ફિચર્સ
- Tata Winger Plus લોન્ચ કરવામાં આવી
- ટાટા વિંગર પ્લસમાં નવ સીટોની વ્યવસ્થા છે
- ટાટા વિંગર પ્લસમાં મુસાફરો માટે કરાઇ ખાસ સુવિધા
ભારતના અગ્રણી ટાટા મોટર્સે કોમર્શિયલ પેસેન્જર વાહન સેગમેન્ટમાં ટાટા વિંગર પ્લસ લોન્ચ કરી છે. Tata Winger Plus માં મુસાફરોની સુવિધાનો ખાસ ધ્યાન રાખવામાં આવ્યો છે, તેમની આરામદાયક સલામતીને ધ્યાનમાં રાખીને મોડલની ડિઝાઇન તૈયાર કરાઇ છે. મોનોકોક ચેસિસ પર બનેલું આ વાહન અત્યંત સ્થિર અને સુરક્ષિત છે.
Tata Winger Plus ફિચર્સ
ટાટા વિંગર પ્લસમાં નવ સીટોની વ્યવસ્થા છે, જેમાં એડજસ્ટેબલ આર્મરેસ્ટ, રિક્લાઈનિંગ કેપ્ટન સીટ, વ્યક્તિગત યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, વ્યક્તિગત એસી વેન્ટ અને પર્યાપ્ત પગની જગ્યા જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. આ સુવિધાઓ મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
Tata Winger Plus એન્જિન
આ વાહનમાં 2.2 લિટર ડાયકોર ડીઝલ એન્જિન છે, જે 100 હોર્સપાવર અને 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ શક્તિશાળી એન્જિન સરળ અને કાર્યક્ષમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે, જે લાંબા અંતરની મુસાફરી માટે ખુબ લાભદાયક છે
Tata Winger Plusઅંગે વાઇસ પ્રેસિડેન્ટ આનંદ એસ.એ આપ્યું આ નિવેદન
ટાટા મોટર્સના કોમર્શિયલ પેસેન્જર વાહન વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ આનંદ એસ.એ કહ્યું કે, વિંગર પ્લસ મુસાફરોને શાનદાર અનુભવ અને વાહન માલિકોને સારું મૂલ્ય આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વાહન આરામદાયક સવારી, ઉત્તમ સુવિધાઓ અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા આપે છે, જે ઓછા ખર્ચે વધુ નફો મેળવવામાં મદદ કરે છે. ભારતમાં પેસેન્જર પરિવહનની જરૂરિયાત ઝડપથી વધી રહી છે, અને વિંગર પ્લસ શહેરોમાં કર્મચારીઓના પરિવહનથી લઈને પર્યટનની માંગને પૂરી કરવા માટે તૈયાર છે
Tata Winger Plusની કિંમત
ટાટા વિંગર પ્લસ ભારતમાં 20.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ વાહન કોમર્શિયલ પેસેન્જર વાહન સેગમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કરે છે, જે આરામ, સલામતી અને કાર્યક્ષમતાનું સંપૂર્ણ સંયોજન પ્રદાન કરે છે
આ પણ વાંચો: TVS મોટરે ભારતમાં લોન્ચ કર્યું નવું Electric Scooter


