ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharat Taxi એપ્લિકેશનની ટેસ્ટિંગ શરૂ, Ola, Uber અને Rapido પર આવશે અંકુશ!

Bharat Taxi: ઓલા અને ઉબેર દ્વારા કેબ ભાડાના મનસ્વી ભાવો પર અંકુશ લગાવવામાં આવશે. ભારત સરકારે ભારત ટેક્સી એપનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ એપ ડ્રાઇવરોને નોંધપાત્ર આવક મેળવવાની તક પૂરી પાડશે. મુસાફરોને પીક અવર્સ (Peak hours) દરમિયાન ઊંચા ભાડાની સમસ્યામાંથી છૂટકારો મળશે. સરકારે એપ આધારિત કેબ સેવાઓ માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે.
12:23 PM Dec 12, 2025 IST | Laxmi Parmar
Bharat Taxi: ઓલા અને ઉબેર દ્વારા કેબ ભાડાના મનસ્વી ભાવો પર અંકુશ લગાવવામાં આવશે. ભારત સરકારે ભારત ટેક્સી એપનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. આ એપ ડ્રાઇવરોને નોંધપાત્ર આવક મેળવવાની તક પૂરી પાડશે. મુસાફરોને પીક અવર્સ (Peak hours) દરમિયાન ઊંચા ભાડાની સમસ્યામાંથી છૂટકારો મળશે. સરકારે એપ આધારિત કેબ સેવાઓ માટે નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે.
Bharat Taxi APP_GUJARAT_FIRST

Bharat Taxi:આજકાલ મોટાભાગના લોકો કેબ બુક કરવા માટે ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્સનો ઉપયોગ કરે છે. વધતી માંગને કારણે, આ એપ્સ મનસ્વી રીતે ભાડા વધારી રહી છે. જોકે હવે લોકોને આમાંથી રાહત મળવાની છે. કારણ કે ભારત સરકારે ભારત ટેક્સી (Tasting) એપનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Transport Minister Nitin Gadkari) સંસદમાં જાહેરાત કરી હતી કે સરકાર પીક અવર્સ (ઓફિસ આવવા-જવાનો સમય) દરમિયાન કેબ ભાડા પર મર્યાદા મૂકવાની યોજના બનાવી રહી છે. આ સાથે, ડ્રાઇવરો (Drivers) ની કમાણી વધારવાના ઉદ્દેશ્યથી 'ભારત ટેક્સી એપ'નું ટ્રાયલ (Trial) શરૂ થયું છે. આ એપ કોઈપણ કોર્પોરેટ (Corporate) કંપનીની માલિકીની રહેશે નહીં. પરંતુ ડ્રાઇવરોના પોતાના સહકારી મોડેલ પર કામ કરશે.

Bharat Taxi એપ્લિકેશન થકી ડ્રાઇવરોની કમાણી વધશે

નીતિન ગડકરી (Nitin Gadkari) એ સરકારની યોજના વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, ભારત ટેક્સી એપ માટે પરીક્ષણનો તબક્કો શરૂ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર તેમણે 11 ડિસેમ્બરના રોજ લોકસભાના સભ્યોને જણાવ્યું હતું, કે ભારત ટેક્સી એપનો હેતુ સહકારી મોડેલ દ્વારા કેબ ડ્રાઇવરોની કમાણી વધારવાનો છે. આ સિસ્ટમ સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ (STCL) ના બેનર હેઠળ કાર્ય કરશે. આ નવું બિઝનેસ મોડેલ કોર્પોરેટ-માલિકીના એગ્રીગેટર મોડેલ (Aggregator model) પર નહીં, પરંતુ ડ્રાઇવર-માલિકીના સહકારી મોડેલ પર કાર્ય કરશે. આનો અર્થ એ છે કે એપ્લિકેશન ડ્રાઇવરોની માલિકીની રહેશે. કેબ કંપનીઓની નહીં. આનાથી કેબ એગ્રીગેટર કંપનીઓની કમાણીનો એક ભાગ સીધો ડ્રાઇવરોને મળશે.

કેબ કંપની (Cab company) ઓના વધુ પડતા ભાડા પર લાગશે નિયંત્રણ

પરિવહન મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકારે તમામ એપ-આધારિત કેબ સેવાઓનું નિયમન કરવા માટે ‘મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા 2025’ (Motor Vehicle Aggregator Guide 2025) જારી કરી છે. આ માર્ગદર્શિકામાં મુસાફરોની સલામતી અને ભાડા નિયંત્રણ માટેની જોગવાઈઓ છે.

આ પણ વાંચો- BJD ના સાંસદ શા માટે બોલ્યા, 'સંસદને ક્યાંક બીજે કરી દો શિફ્ટ?'

'Bharat Taxi' એપ શું છે?

ભારત ટેક્સી એક રાષ્ટ્રીય સ્તરની એપ્લિકેશન છે. જે કેબ સેવાઓ પૂરી પાડશે. આ સેવા ટૂંક સમયમાં લોન્ચ (Launch) કરવામાં આવશે. નવી મોટર એગ્રીગેટર નીતિ હેઠળ તે તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આનાથી ઓલા, ઉબેર અને રેપિડો (Ola, Uber and Rapido) જેવી એપ્સ પર પીક અવર્સ દરમિયાન ઊંચા કેબ ભાડાથી પરેશાન મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે. ડ્રાઇવરોને તેમના વેતન પર પણ વધુ વળતર મળશે.

આ પણ વાંચો- Andhra Pradesh: 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 9 લોકોના મોત

Tags :
Bharat Taxi AppCAB SERVICEdriversGujarat FirstNitin Gadkari
Next Article