આ ઇલેક્ટ્રિક કારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સિંગલ ચાર્જમાં 1,205 કિમી દોડનારી પ્રથમ EV કાર બની
- વિશ્વમાં હાલ EV વ્હીકલ (electric vehicle) ની માંગ ખુબ વધી રહી છે
- અમેરિકાની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની લ્યુસિડ મોટર્સે બનાવ્યો રેર્કોડ
- Lucid Air Grand Touringના છે ખાસ ફિચર્સ
વિશ્વમાં હાલ EV વ્હીકલ (electric vehicle) ની માંગ ખુબ વધી રહી છે, જેના લીધે કંપનીઓ વધુ માઇલેજ અને અઘતન ફિચર લાવીને ગ્રાહકોને આકર્ષે છે. હવે EV કારમાં અમેરિકન કંપનીએ વધુ માઇલેજ બનાવતી કાર બનાવી છે, જેના લીધે વિશ્વ રેર્કોડ સ્થાપિત કર્યો છે. અમેરિકાની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની લ્યુસિડ મોટર્સે (Lucid Motors) EV ટેકનોલોજીમાં આગળ નીકળી ગઇ છે, તાજેતરમાં આ કંપનીએ એક નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કંપનીની ઇલેક્ટ્રિક કાર લ્યુસિડ એર ગ્રાન્ડ ટુરિંગે સ્વિટ્ઝર્લૅન્ડના સેન્ટ મોરિટ્ઝથી જર્મનીના મ્યુનિક સુધીની સફર એક જ ચાર્જમાં પૂર્ણ કરી છે. કારે આ અંતર ફુલ ચાર્જિંગમાં પુરૂં કર્યું છે. આ સફર પૂર્ણ કરવા માટે તેને 1,205 કિમીનું અંતર કાપવું પડ્યું. ચાલો વિગતવાર જાણીએ કે આ ઇલેક્ટ્રિક કાર કઈ શાનદાર સુવિધાઓ અને ફિચર છે?
Lucid Air Grand Touring ફિચર્સ
ઘણી શાનદાર અને અદ્યતન ઇલેક્ટ્રિક સિસ્ટમ્સ સાથે બનાવવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેની WLTP રેન્જ 960 કિમી છે. તે 831 PS પાવર જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 270 કિમી/કલાક છે. તે 16 મિનિટના ચાર્જિંગમાં 400 કિમીની રેન્જ આપે છે. તેની હાઇ-વોલ્ટેજ આર્કિટેક્ચર અને સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ તેને લાંબી રેન્જ અને ઝડપી ચાર્જિંગની દ્રષ્ટિએ અન્ય તમામ EVs કરતાં ઉપર બનાવે છે.
Lucid set another @GWR title for the history books.
Together with @Umit_Sabanci, we have officially set a new Guinness World Records title for the longest journey by an electric car on a single charge. The Lucid Air Grand Touring covered an astonishing 1,205 kilometers (~ 749… pic.twitter.com/2LeayLnjgc
— Lucid Motors (@LucidMotors) July 8, 2025
સાઉદી અરેબિયા સાથે છે ખાસ કનેક્શન
લ્યુસિડ મોટર્સ કેલિફોર્નિયા સ્થિત છે, પરંતુ તે હવે સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) ના હાથમાં છે, જે કંપનીમાં લગભગ 60% હિસ્સો ધરાવે છે. કંપનીએ કિંગ અબ્દુલ્લા ઇકોનોમિક સિટી (KAEC) માં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉત્પાદન એકમ શરૂ કર્યું છે અને સાઉદી સરકાર સાથેના કરાર હેઠળ, આગામી 10 વર્ષમાં 1 લાખ વાહનો પૂરા પાડવામાં આવશે. આ રેકોર્ડ ફક્ત EV ઉદ્યોગની નવી દિશા જ દર્શાવે છે, પરંતુ એ પણ દર્શાવે છે કે હવે ઇલેક્ટ્રિક કાર લાંબા અંતરને આવરી લેવામાં પેટ્રોલ કારને પાછળ રાખી શકે છે.
આ પહેલા પણ એક રેકોર્ડ બનાવ્યો છે
આ પહેલા પણ લ્યુસિડ એર ગ્રાન્ડ ટુરિંગે એક રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2024 માં, તેણે એક જ ચાર્જમાં નવ દેશોની મુસાફરી કરીને ઇલેક્ટ્રિક કારની દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. આ વખતે આ કાર દ્વારા બનાવેલો રેકોર્ડ વધુ ખાસ છે, કારણ કે તે વાસ્તવિક રસ્તાની સ્થિતિમાં બનાવવામાં આવ્યો છે, પહાડી રસ્તાઓથી લઇને જર્મન ઓટોબાન સુધીની સફરનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- Tesla Autopilot કેસમાં કોર્ટે ટેસ્લા કંપનીને 1,660 કરોડનો દંડ ફટકાર્યો


