Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AIના દમદાર ફીચર્સ સાથે લોન્ચ થઇ આ નવી SUV, જાણો કિંમત

સિટ્રોન ઇન્ડિયાએ પોતાની એસયુવી સિટ્રોન એરક્રોસના વેરિઅન્ટ લાઇનઅપમાં મોટો ફેરફાર કર્યો છે
aiના દમદાર ફીચર્સ સાથે લોન્ચ થઇ આ નવી suv  જાણો કિંમત
Advertisement

Citroen Aircross X: 5-સ્ટાર સેફ્ટી સાથે સિટ્રોન Aircross X લોન્ચ

6 એરબેગ્સ અને CARA AI આસિસ્ટન્ટ સાથે લોન્ચ

Advertisement

40થી વધુ સુરક્ષા ફીચર્સ સાથે મળશે AI આસિસ્ટન્ટ

Advertisement

સિટ્રોન ઇન્ડિયાએ (Citroen India) પોતાની એસયુવી (SUV) સિટ્રોન એરક્રોસ (CitroenAircross) ના વેરિઅન્ટ લાઇનઅપમાં મોટો ફેરફાર કર્યો છે.   તેમાં હવે નવું 'X' વેરિઅન્ટ ઉમેર્યું છે. આ ફેરફાર સાથે કંપનીએ તેની સમગ્ર રેન્જની કિંમતોમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. હવે એરક્રોસની એક્સ-શોરૂમ કિંમત ₹8.29 લાખથી શરૂ થાય છે. જ્યારે નવા એરક્રોસ X રેન્જની શરૂઆતની કિંમત ₹9.77 લાખ (એક્સ-શોરૂમ) છે.બજારમાં સિટ્રોન એરક્રોસનો સીધો મુકાબલો મારુતિ ગ્રાન્ડ વિટારા, હોન્ડા એલિવેટ, હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ જેવા મોડલ્સ સાથે થાય છે. ગ્રાહકો ₹11,000ના ટોકન એમાઉન્ટ પર તેની પ્રી-બુકિંગ કરાવી શકે છે.

Citroen Aircross X: એડવાન્સ્ડ ફીચર્સ અને એન્જિન

સિટ્રોન એરક્રોસ X ને વધુ પ્રીમિયમ બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને ટેક્નોલોજીના મામલે.

Citroen Aircross X:  CARA AI આસિસ્ટન્ટ:

આ SUVમાં નવું CARA ઇન-કાર AI આસિસ્ટન્ટ આપવામાં આવ્યું છે, જે 52 ભાષાઓમાં વોઇસ કમાન્ડ સમજી શકે છે. આ સિસ્ટમ બેસ્ટ નેવિગેશન રૂટ, નજીકના ફ્યુઅલ પંપ અને 'ડિસ્ટન્સ ટુ એમ્પ્ટી' જેવી એડવાન્સ્ડ માહિતી પણ પૂરી પાડે છે.

Citroen Aircross X:  પ્રીમિયમ કેબિન:

કારમાં લેધર-રેપ્ડ ડેશબોર્ડ, સોફ્ટ-ટચ મટીરિયલ, ડ્યુઅલ-ટોન થીમ, પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, વ્હાઇટ એમ્બિયન્ટ લાઇટિંગ અને વૈકલ્પિક 360-ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ મળે છે.

Citroen Aircross X:  એન્જિન વિકલ્પો:

ગ્રાહકો તેને બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે ખરીદી શકે છે:

1.2-લિટર નેચરલી-એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન (81 bhp પાવર, 5-સ્પીડ ગિયરબોક્સ).

1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન (108 bhp પાવર, 6-સ્પીડ મેન્યુઅલ અથવા ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક).

સેફ્ટીમાં 5-સ્ટાર રેટિંગ

સેફ્ટીના મામલે આ SUVને NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેમાં 40થી વધુ સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ આસિસ્ટ, TPMS (ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ) અને તમામ સીટો પર 3-પોઇન્ટ સીટબેલ્ટ સ્ટાન્ડર્ડ તરીકે સામેલ છે.

આ પણ વાંચો:   પરિવારની સુરક્ષા માટે સેફ્ટી રેટિંગમાં 5 સ્ટાર મેળવેલી આ કાર શ્રેષ્ઠ વિકલ્પ

Tags :
Advertisement

.

×