Maruti Baleno: બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે આ પ્રીમિયમ કાર, ખરીદવાનો મોકો ચૂકશો નહીં!
- Maruti Baleno પર કંપની આપી રહી છે ભારે ડિસ્કાઉન્ટ
- પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટ પર ડિસ્કાઉન્ટ
- હેચબેક બલેનો મોડલ પર તમને 1.17 લાખ રૂપિયાનો થશે ફાયદો
ભારતમાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા ઓગસ્ટમાં ભારે ડિસ્કાઉન્ટની ઓફર લઇને આવી છે, કંપની પોતાની પ્રીમિયમ હેચબેક બલેનો પર મોટી છૂટ આપી રહી છે. આ ઓફરનો લાભ લઇને ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવો. હેચબેક બલેનો મોડલ પર તમને 1.17 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.કંપની બલેનોના પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટ પર આ ડિસ્કાઉન્ટ આપી રહી છે.બલેનોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.74 લાખ રૂપિયા છે. આ મહિને ગ્રાહકોને આ કાર પર કન્ઝ્યુમર ઓફર, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ઉપરાંત, કંપની કોમ્પ્લિમેન્ટરી કીટ પણ આપી રહી છે.
Maruti Baleno પર ડિસ્કાઉન્ટની વિગતો
મારુતિ બલેનો પર ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો, તેના પેટ્રોલ/CNG મેન્યુઅલ પર 40,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 72,100 રૂપિયા સુધીના અન્ય ફાયદા મળી રહ્યા છે. આ રીતે, તેના પર કુલ 1.12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, તેના પેટ્રોલ ઓટોમેટિક પર 45,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 72,100 રૂપિયા સુધીના અન્ય ફાયદા મળી રહ્યા છે. આ રીતે, તેના પર કુલ 1.17 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. ભારતીય બજારમાં, તે ટોયોટા ગ્લાન્ઝા, ટાટા અલ્ટ્રોઝ અને હ્યુન્ડાઇ i20 જેવા મોડેલો સાથે સીધી ટક્કર છે.
Maruti Baleno નું એન્જિન
બલેનોમાં 1.2-લિટર, ચાર-સિલિન્ડર K12N પેટ્રોલ એન્જિન છે. તે 83bhp પાવર જનરેટ કરશે. તે જ સમયે, બીજા વિકલ્પમાં 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન મળશે, જે 90bhp પાવર જનરેટ કરશે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો છે. બલેનો CNGમાં 1.2-લિટર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન છે. તે 78ps પાવર અને 99nm પીક ટોર્ક જનરેટ કરે છે.
Maruti Baleno મા 6 એરબેગ્સ
મારુતિ બલેનોમાં હવે 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ-સ્ટાર્ટ આસિસ્ટ, 360-ડિગ્રી કેમેરા, EBD સાથે ABS, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કરેજ, રિવર્સિંગ કેમેરા અને સલામતી માટે પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ છે. ઇન્ડિયા NCAP ક્રેશ ટેસ્ટમાં તેને 4-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. બલેનો સિગ્મા, ડેલ્ટા, ઝેટા અને આલ્ફાના ચાર વેરિઅન્ટમાં વેચાય છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.70 લાખ રૂપિયા છે.
Maruti Baleno ના ફિચર્સ
બલેનોના એસી વેન્ટ્સને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ પ્રીમિયમ હેચબેકમાં 360 ડિગ્રી કેમેરા મળશે. તેમાં 9-ઇંચ સ્માર્ટપ્લે પ્રો પ્લસ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. આ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. બલેનોની લંબાઈ 3990mm, પહોળાઈ 1745mm, ઊંચાઈ 1500mm અને વ્હીલબેઝ 2520mm છે.
આ પણ વાંચો: BE 6 Batman Edition કાર ખરીદવા પૈસા અને નસીબ બંને જોઇશે, જાણો શું છે ખાસ


