Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Thomson Alphabeat : કંપની દ્વારા એક સાથે 4 એફોર્ડેબલ સાઉન્ડબાર લોન્ચ કરાયા, જાણો પ્રાઈઝ અને ફીચર્સ

ફ્રેન્ચ બ્રાન્ડ થોમસન (Thomson) દ્વારા ભારતીય બજારમાં એક્સપાન્સન કરવા 4 નવા સાઉન્ડબાર લોન્ચ કર્યા છે. આ સાઉન્ડબાર સાથે એક પાવરફુલ સબવૂફર પણ આપવામાં આવી રહ્યું છે. વાંચો વિગતવાર.
thomson alphabeat   કંપની દ્વારા એક સાથે 4 એફોર્ડેબલ સાઉન્ડબાર લોન્ચ કરાયા  જાણો પ્રાઈઝ અને ફીચર્સ
Advertisement
  • ફ્રેન્ચ બ્રાન્ડ થોમસને 4 નવા સાઉન્ડબાર લોન્ચ કર્યા
  • આ સાઉન્ડબાર 80W થી 200W સુધીની રેન્જ ધરાવે છે
  • સાઉન્ડબાર સાથે એક પાવરફુલ સબવૂફર પણ આપવામાં આવી રહ્યું છે

Thomson Alphabeat : ભારતીય બજારમાં ઓડિયો ડિવાઈસ સેક્ટરમાં પોતાના એક્સપાન્સન માટે ફ્રેન્ચની કંપની થોમસને 4 નવા સાઉન્ડબાર એફોર્ડેબલ પ્રાઈઝમાં લોન્ચ કર્યા છે. જેમાં AlphaBeat80, AlphaBeat120, AlphaBeat160 અને AlphaBeat200 નો સમાવેશ થાય છે. આ સાઉન્ડબાર 80W થી 200W સુધીની રેન્જ ધરાવે છે. આ સાઉન્ડબાર સાથે એક પાવરફુલ સબવૂફર પણ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ સાઉન્ડબાર્સની પ્રાઈઝ અને ફીચર્સ.

એફોર્ડેબલ પ્રાઈઝ

ફ્રેન્ચ કંપનીએ આલ્ફાબીટ સિરીઝમાં 4 નવા સાઉન્ડબાર લોન્ચ કર્યા છે. બ્રાન્ડના 80W સાઉન્ડબારની કિંમત 2999 રૂપિયા છે. 120W થોમસન આલ્ફાબીટની કિંમત 3,999 રૂપિયા, 160W વેરિઅન્ટની કિંમત 4999 રૂપિયા અને 200W વેરિઅન્ટની કિંમત 5999 રૂપિયા છે.

Advertisement

ફીચર્સ

થોમસન આલ્ફાબીટ (Thomson Alphabeat) ની આખી સિરીઝમાં 2.1 ચેનલનું સેટઅપ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસ એક અલગ સબ-વૂફર સાથે આવે છે. જેનો ઉપયોગ થોમસન ટીવી સાથે પણ સરળતાથી કરી શકાય છે. વિવિધ મોડેલના આધારે 80W થી 200W સુધીનો સાઉન્ડ આઉટપુટ ઉપલબ્ધ છે. કંપનીએ 80W થી 200W સુધીના સાઉન્ડ આઉટપુટવાળા વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. કનેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ 5.3 છે. આ ઉપરાંત HDMI ARC, Optical, USB અને AUX ના વિકલ્પ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપકરણ વિવિધ ઓડિયો મોડ્સ સાથે આવે છે - મૂવી, સંગીત, સમાચાર અને 3D વિકલ્પો. કંપનીએ આ ઉપકરણોમાં Magic Sound + ની સુવિધા આપી છે.

Advertisement

આ પણ વાંચોઃ  Superintelligence Labs: AI થી આગળ...માર્ક ઝુકરબર્ગનો સુપર ઇન્ટેલિજન્સ પ્લાન, કરોડો ડોલર આપીને ભરતી

Flipkart GOAT સેલ

થોમસન આલ્ફાબીટ સિરીઝના AlphaBeat80, AlphaBeat120, AlphaBeat160 અને AlphaBeat200 નો સમાવેશ થાય છે. આ સાઉન્ડબાર 80W થી 200W સુધીની રેન્જ ધરાવે છે. જેના કારણે તમને બેસ્ટ સરાઉન્ડિંગ સાઉન્ડ મળે છે. આ ડિવાઈસ SubWave Bass Engine સાથે આવે છે. તમે આ ડિવાઈસ Flipkart પરથી ખરીદી શકો છો. જે આજથી 12 જુલાઈથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે Flipkart GOAT સેલ 12 જુલાઈથી જ શરૂ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ પ્રાઇવેસી ખતરામાં, Google AI તમારી બધી WhatsApp ચેટ્સ વાંચી શકે છે!

Tags :
Advertisement

.

×