Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Toyota એ સામાન્ય નાગરિકોને ધ્યાને રાખી લોન્ચ કરી તેની સૌથી સસ્તી SUV Car

શું તમે નજીકના દિવસોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. મોટાભાગના લોકોની પહેલી પસંદ SUV કાર હોય છે. પણ તેની કિંમત વધારે હોવાના કારણે તેને તમામ લોકો લઇ શકતા નથી. જોકે, હવે Toyota એ...
toyota એ સામાન્ય નાગરિકોને ધ્યાને રાખી લોન્ચ કરી તેની સૌથી સસ્તી suv car
Advertisement

શું તમે નજીકના દિવસોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. મોટાભાગના લોકોની પહેલી પસંદ SUV કાર હોય છે. પણ તેની કિંમત વધારે હોવાના કારણે તેને તમામ લોકો લઇ શકતા નથી. જોકે, હવે Toyota એ તેનો ઉકેલ શોધી લીધો છે. ટોયોટા કિર્લોસ્કર મોટર્સે આજે સત્તાવાર રીતે Toyota Rumion ને ભારતીય બજારમાં તેની સૌથી સસ્તી 7-સીટર કાર તરીકે વેચાણ માટે લોન્ચ કરી છે.

Toyota Rumion ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ

Advertisement

Toyota એ Rumion MPVને ભારતમાં રૂ. 10.29 લાખની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે જે ટોચના વેરિઅન્ટ માટે રૂ. 13.68 લાખ સુધી જાય છે. Toyota Rumian માટે 11,000 રૂપિયાની એડવાન્સ રકમથી બુકિંગ શરૂ થઈ ગયું છે. આ નવું વાહન આર્ટિગા પર આધારિત છે, જે મારુતિ સુઝુકીના પ્રખ્યાત વાહનોમાંથી એક છે. આ SUV કારના પાવર વિશે વાત કરીએ તો, કારની અંદર તમને 1.5 લિટર K સીરીઝ પેટ્રોલ એન્જિન મળે છે જે 101bhpનો પાવર અને 136.8nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના પેટ્રોલ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તમને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ જોવા મળશે. જોકે, તમને મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જ CNGનો વિકલ્પ જોવા મળશે. Toyota Rumion ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - S (મેન્યુઅલ અને ઓટોમેટિક), G અને V (મેન્યુઅલ અને ઓટોમેટિક) અને તે CNG વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

Advertisement

Toyota Rumion કેટલી એવરેજ આપશે ? 

Toyota Rumion કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તી 7-સીટર કાર છે અને મોટા પરિવારો માટે ખૂબ જ યોગ્ય છે. તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે, જેને ગ્રાહકો 11,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 11.24 લાખથી શરૂ થાય છે, જે અંગે કંપનીનો દાવો છે કે આ કાર 26 કિમી/કિલો સુધીની માઈલેજ આપે છે.

ટોયોટા Toyota Rumion કેવી કાર છે? 

ટોયોટાનું કહેવું છે કે સંપૂર્ણ નવી ટોયોટા રુમિયનને આરામ, વિશેષતાઓથી ભરપૂર અને પરફોર્મન્સ મેળવવા માંગતા પરિવારોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર તેની જગ્યા ધરાવતી કેબિન અને આંતરિક ભાગમાં જોવા મળતી અદ્યતન સુવિધાઓને કારણે ગ્રાહકોને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરશે. કંપનીએ આ કારને પેટ્રોલ એન્જિન તેમજ નિયો ડ્રાઈવ (ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર - આઈએસજી) ટેક્નોલોજી અને ઈ-સીએનજી ટેક્નોલોજીથી સજ્જ કરી છે.

મારૂતિની Ertiga જેવો જ લાગે છે લૂક

જો આ કારના લૂક વિશે વાત કરીએ તો, આ વાહન મારુતિની Ertiga જેવી જ લાગે છે પરંતુ તમે Toyota Rumion માં પણ કેટલાક ફેરફારો જોશો. ઉદાહરણ તરીકે, નવી ગ્રિલ અને ફ્રન્ટ બમ્પરને થોડું અપડેટ કરવામાં આવ્યું છે. તમને Ertiga જેવા આ વાહનનું ઈન્ટિરિયર જોવા મળશે, જેમાં 7.0 ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ સામેલ છે. સુરક્ષાના સંદર્ભમાં, તમને હિલ હોલ્ડ આસિસ્ટ સાથે ડ્યુઅલ ફ્રન્ટ અને સાઇડ સીટ એર બેગ, EBD સાથે ABS અને બ્રેક આસિસ્ટ મળે છે. કંપની પેટ્રોલ વેરિઅન્ટમાં 20.51 kmpl અને CNG વેરિઅન્ટમાં 26.11 km/kg ની માઈલેજનો દાવો કરે છે.

આ પણ વાંચો - Hyundai Exter ખરીદવા જઈ રહ્યા છો? તો અહીં જાણો દરેક વેરિયન્ટની કિંમત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×