Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TVS Electric Scooter: TVS કંપની લાવી રહી દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર! બજેટ કિંમત સાથે મળશે આ ફિચર્સ

TVS કંપની છેલ્લા ચાર મહિનાથી બજાજ ઓટો, ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી અને હીરો વિંડ જેવા સ્પર્ધકોને ટક્કર આપી રહી છે
tvs electric scooter   tvs કંપની લાવી રહી દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર  બજેટ કિંમત સાથે મળશે આ ફિચર્સ
Advertisement

TVS Electric Scooter:  ભારતીય બજારમાં TVS મોટર કંપની તેના આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટરની સફળતાના સોપાન સર કરી રહી છે. આ સ્થાનિક ટુ-વ્હીલર કંપની છેલ્લા ચાર મહિનાથી બજાજ ઓટો, ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી અને હીરો વિંડ જેવા સ્પર્ધકોને ટક્કર આપીને ટોચના સ્થાન પર પહોંચી છે. હાલ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં ટોચ પર છે. ટૂંકાગાળામાં ઇલેકટ્રિક ટુ-વ્હીલરમાં ટીવીએસના સ્કૂટર લોકોની પહેલી પંસદ બન્યા છે.
TVS ઓક્ટોબર-ડિસેમ્બર સમયમર્યાદામાં એક નવું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જ સમયગાળામાં કંપની એક નવું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પણ રજૂ કરશે.

TVS ઓર્બિટર અને ઇન્ડસ

VS Electric Scooter: જોકે TVS એ આ આગામી મોડેલ વિશે સત્તાવાર રીતે કોઈ વિગતો જાહેર કરી નથી, તે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક સ્કૂટર હોઈ શકે છે. અહેવાલો અનુસાર આ મોડેલનું સંભવિત નામ TVS ઓર્બિટર અથવા TVS ઇન્ડસ છે. કંપનીએ 'EV-One' અને 'O' નામો માટે ટ્રેડમાર્ક અરજીઓ પણ દાખલ કરી છે. આ સસ્તું ઇ-સ્કૂટર માટે કંપની કયા નામનો ઉપયોગ કરશે તે જોવાનું રહેશે.

Advertisement

Advertisement

બેટરી અને સુવિધાઓ

આ નવા સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બોશમાંથી મેળવેલ હબ-માઉન્ટેડ મોટર હોવાની શક્યતા છે. જો કે, તેમાં 2.2kWh કરતા ઓછી બેટરી ક્ષમતા સાથે ઓછી શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર હોવાની સંભાવના છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, TVS ઓર્બિટરમાં મર્યાદિત કનેક્ટિવિટી ફીચર્સ સાથે બેઝિક LCDકન્સોલ આપી શકે છે.

TVS iQube વેરિઅન્ટ્સ અને કિંમત

TVS iQube હાલમાં 6 વેરિઅન્ટમાં આવે છે, જેમાં બેઝ 2.2kWh વેરિઅન્ટની કિંમત રૂ. 1.08 લાખ અને ટોપ-એન્ડ ST 5.1kWh વેરિઅન્ટની કિંમત રૂ. 1.60 લાખ (બધા, એક્સ-શોરૂમ) છે. આગામી TVS ઓર્બિટરની કિંમત રૂ. 1 લાખ અથવા તેનાથી થોડી ઓછી હોવાની અપેક્ષા છે. લોન્ચ થયા પછી, નવું TVS ઇલેક્ટ્રિક સ્કૂટર Ola S1X અને બજાજ ચેતકના નીચલા વેરિઅન્ટ્સ સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચો:   Best Cars July 2025: આ 5-સ્ટાર સેફ્ટી કારનો વધ્યો ક્રેઝ,દેશની બની નંબર-1 કાર

Tags :
Advertisement

.

×