Gurugramમાં વિન્ટેજ કાર મેળો યોજાશે, જોવા મળશે એકસાથે 125થી વધુ જૂની કારનુ કલેક્શન
- આ પ્રદર્શનમાં 125 થી વધુ જૂની કાર અને 50 વિન્ટેજ બાઇક પ્રદર્શિત કરવામાં આવશે
- ભારતનું સૌથી મોટું વિન્ટેજ કાર મ્યુઝિયમ દિલ્હી નજીક ગુરુગ્રામમાં છે
- આ ઇવેન્ટમાં 1939 ડેલાહાયે જેવી ખાસ વિન્ટેજ કારનું પ્રદર્શન કરવામાં આવશે
Vintage Car Fair in Gurugram : ભારતનું સૌથી મોટું વિન્ટેજ કાર મ્યુઝિયમ દિલ્હી નજીક ગુરુગ્રામમાં છે. હાલમાં 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ પાસે 375 થી વધુ વિન્ટેજ કારોનું કલેક્શન છે. છેલ્લા 12 વર્ષથી આ ટ્રસ્ટ ભારતના વિવિધ શહેરોમાં વિન્ટેજ કાર પર આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ઈવેન્ટ 21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી'એલિગન્સનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે, ગુરુગ્રામમાં 21 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનાર આ પ્રદર્શનમાં 125 થી વધુ જૂની કાર અને 50 વિન્ટેજ બાઇક પ્રદર્શિત કરવામાં આવશે. 3 દિવસીય આ કાર્યક્રમની શરૂઆત ઇન્ડિયા ગેટ, દિલ્હીથી એમ્બિયન્સ ગ્રીન્સ, ગોલ્ફ કોર્સ, ગુરુગ્રામ સુધીની રેલી સાથે થશે.
વિન્ટેજ કારનું પ્રદર્શન
આ ઇવેન્ટમાં લોકપ્રિય 1939 ડેલાહાયે (ફિગોની એટ ફલાસ્કી) જેવી ખાસ વિન્ટેજ કારનું પ્રદર્શન કરવામાં આવશે. આ સિવાય રોલ્સ રોયસ, બેન્ટલી, કેડિલેક, ફોર્ડ અને એસ્ટન માર્ટિન જેવી વિશ્વ વિખ્યાત કાર પણ જોવા મળશે. આ વખતે ત્રણ દુર્લભ વિન્ટેજ કાર - 1932 લેન્સિન અસ્તુરા પિનિનફેરીના, 1936 એસી 16/70 સ્પોર્ટ્સ કૂપે અને 1948 બેન્ટલી માર્ક 6 ડ્રોપહેડ કૂપે, પ્રથમ વખત આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : FASTag ધરાવતા લોકો ધ્યાન આપો, અનલિમિટેડ ટોલ એક્સેસનો વિકલ્પ આવ્યો !
કથક, ભરતનાટ્યમ, કથકલી પણ જોવા મળશે
આ ઇવેન્ટ વિન્ટેજ કાર પ્રેમીઓ તેમજ કલા અને સંસ્કૃતિને પસંદ કરનારાઓ માટે ખૂબ જ ખાસ છે. આ ઈવેન્ટમાં વિન્ટેજ કાર જોવાની સાથે રાજસ્થાન, ઉત્તરાખંડ અને હરિયાણાના લોકનૃત્યો જેમાં કથક, ભરતનાટ્યમ, કથકલી પણ જોવા મળશે.
હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન મળશે
આ પ્રસંગે 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના સ્થાપક મદન મોહને જણાવ્યું હતું કે આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિન્ટેજ મોટરિંગ કલ્ચર અને હેરિટેજ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. જેથી કરીને લોકો વારસાને ભૂલી ન જાય. લોકો આ કારોની ડિઝાઇન અને ટેક્નોલોજી વિશે પણ જાણી શકશે. આ વખતે પણ વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક વારસા પર ફોકસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે રેલીમાં રોલ્સ-રોયસ, બેન્ટલી, કેડિલેક, ફોર્ડ અને એસ્ટન માર્ટિન જેવી પ્રખ્યાત બ્રાન્ડની કાર પણ પ્રદર્શિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Satellite Internet : રૂ. 50,000 એક મહિના માટે મોબાઇલ રિચાર્જના ચૂકવવા પડશે!


