શું છે Vikram 32 bit Chipset, જેની PM Modi ને મળી છે ગિફ્ટ !
- Vikram 32 bit Chipset ઇસરોની સેમિકોન્ડક્ટર લેબોરેટરી દ્વારા બનાવાઇ
- ચિપનો ઉપયોગ ખાસ કરીને અવકાશમાં રોકેટ મોકલવા માટે કરવામાં આવશે
- અત્યાર સુધી ભારત ચિપ્સના સંદર્ભમાં અન્ય દેશો પર નિર્ભર હતુ
Vikram 32 bit Chipset : ભારતે સેમિકોન ઇન્ડિયા 2025માં તેનું પહેલું ઘરેલુ 32-બીટ માઇક્રોપ્રોસેસર વિક્રમ લોન્ચ કર્યું છે. આ ચિપ સંપૂર્ણપણે સ્વદેશી છે. સેમિકોનક્ટર્સના ક્ષેત્રમાં આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે. તમને જણાવી દઈએ કે આ ચિપ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.
Semicon India 2025: Delhi ના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે Semicon India-2025નું ઉદ્ઘાટન કર્યું.
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે
વડાપ્રધાન Modi ને વિક્રમ 32-બીટ પ્રોસેસર અને 4 પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચિપ્સ ભેટમાં આપી.@PMOIndia @narendramodi… pic.twitter.com/sHtyqEMVWF— Gujarat First (@GujaratFirst) September 2, 2025
વિક્રમ ચિપ ઇસરોની સેમિકોન્ડક્ટર લેબોરેટરી દ્વારા બનાવવામાં આવી છે
વિક્રમ ચિપ ઇસરોની સેમિકોન્ડક્ટર લેબોરેટરી દ્વારા બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ ખાસ કરીને અવકાશમાં રોકેટ મોકલવા માટે કરવામાં આવશે. તેને સેમિકોન્ડક્ટર ચિપ્સના ક્ષેત્રમાં ભારતની મોટી છલાંગ કહેવામાં આવી રહી છે. નોંધનીય છે કે અત્યાર સુધી ભારત ચિપ્સના સંદર્ભમાં અન્ય દેશો પર નિર્ભર હતું, પરંતુ હવે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે, અન્ય પ્રોજેક્ટ્સના ટેસ્ટ ચિપ્સ પણ બતાવવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી છે.
Vikram 32 bit Chipset: SEMICON India 2025 શું છે?
આ ચિપ SEMICON India 2025 માં લોન્ચ કરવામાં આવી છે. આ એક વાર્ષિક કોન્ફરન્સ છે જ્યાં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવતી કંપનીઓ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સરકાર એક સાથે આવે છે. આમાં, ચિપ ટેકનોલોજી, AI, 5G, EV અને ભવિષ્યના ડિજિટલ અર્થતંત્ર પર ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે. આ વખતે આ કાર્યક્રમમાં 20,750 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. તેમાં 48 દેશોના 2500 થી વધુ પ્રતિનિધિઓ પણ સામેલ છે. કોન્ફરન્સની ખાસ વાત એ છે કે 150 થી વધુ વક્તાઓ સ્ટેજ પર વક્તવ્ય આપશે, જેમાં 50 થી વધુ વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં 350 થી વધુ કંપનીઓ તેમના ઉત્પાદનો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ 2022 માં બેંગલુરુ, 2023 માં ગાંધીનગર અને 2024 માં ગ્રેટર નોઇડામાં ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીના વિકાસ માટે કેન્દ્ર બનાવવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
A defining chapter in India's semiconductor journey is unfolding, with innovation and investment driving a new wave of growth. Addressing Semicon India 2025 in Delhi. https://t.co/5jurEGuYnI
— Narendra Modi (@narendramodi) September 2, 2025
શું એજન્ડા હશે?
'સેમિકોન ઇન્ડિયા 2025' નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ચિપ ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ બનાવવાનો છે. આ કોન્ફરન્સમાં મુખ્યત્વે નવી ટેકનોલોજી, રોકાણની તકો, નવા સ્ટાર્ટઅપ્સ અને સરકારી નીતિઓ પર ચર્ચા થશે. ભારત અત્યાર સુધી ચિપ્સ માટે અન્ય દેશો પર નિર્ભર રહ્યું છે. સરકાર આ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે અને જ્યારે કોવિડ દરમિયાન ચિપ્સની ભારે અછત હતી, ત્યારે સરકારે સમજ્યું કે આપણી પોતાની ફેક્ટરીઓ હોવી જોઈએ. 2021 માં, પીએમ મોદીએ 76,000 કરોડ રૂપિયાની યોજના બનાવી હતી. હવે આ કોન્ફરન્સ તે દિશામાં એક મોટું પગલું છે.
કોન્ફરન્સમાં બીજું શું થશે?
આ કોન્ફરન્સમાં 6 દેશોની ગોળમેજી ચર્ચા થશે. આ ઉપરાંત, દરેક દેશના અલગ પેવેલિયન પણ બનાવવામાં આવશે. આ પેવેલિયનમાં, વિવિધ દેશો તેમની ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સનું પ્રદર્શન કરશે. આ સાથે, લોકોને નવી કુશળતા શીખવવા અને નવા વિચારોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્ટોલ પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો: Trending Story: પ્રમોશન ન મળતા ગુસ્સે ભરાયેલ મહિલા કર્મચારીએ કંપની ખરીદી લીધી! પછી બોસને કાઢી મૂક્યો


