ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War મુદ્દે કેવી સંભાવના વ્યક્ત કરે છે AI ?

આજે જમાનો AI અને ઓપન ચેટબોટ (open chatbots) નો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ પરિસ્થિતિ સંદર્ભે AI કઈ કઈ સંભાવનાઓ વ્યકત કરે છે. વાંચો વિગતવાર.
06:56 PM Apr 26, 2025 IST | Hardik Prajapati
આજે જમાનો AI અને ઓપન ચેટબોટ (open chatbots) નો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ પરિસ્થિતિ સંદર્ભે AI કઈ કઈ સંભાવનાઓ વ્યકત કરે છે. વાંચો વિગતવાર.
India-Pakistan war Gujarat First

India-Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. India ની સેનાની તૈયારીઓ આજે જ War થાય તો પણ જીતી જવાય તેવી છે. આ સ્થિતિમાં AI અને open chatbots આ યુદ્ધ વિશે કઈ કઈ સંભાવનાઓ વ્યક્ત કરે છે તે જાણવાની અમે કોશિશ કરી છે. અમે ચેટજીપીટી (ChatGPT), પરપ્લેક્સિટી (Perplexity) અને ચાઈનીઝ ડીપસીક (DeepSec) જેવા જનરેટિવ AI પાસેથી કેટલીક માહિતી મેળવી છે.

યુદ્ધ થશે કે નહિ, થશે તો ક્યારે થવાની સંભાવના છે ?

જ્યારે ChatGPT ને India-Pakistan war વિશે પુછવામાં આવ્યું ત્યારે તેના તરફથી મળેલ પ્રતિભાવમાં જાણવા મળ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વર્તમાન તણાવ ગંભીર છે, પરંતુ સંપૂર્ણ યુદ્ધની શક્યતા ઓછી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલ અને બંને દેશો વચ્ચેના ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને પક્ષો રાજદ્વારી માધ્યમો દ્વારા આ કટોકટીનો ઉકેલ લાવશે. Perplexity એ કહ્યું કે, ભારતે સેનાને સતર્ક અને તૈયાર રહેવા કહ્યું છે, જેના કારણે ભારત પાકિસ્તાન સામે લશ્કરી વિકલ્પ અપનાવી શકે તેવી શક્યતા વધી રહી છે. ચીનના DeepSec એ જણાવ્યું કે, હાલમાં સંપૂર્ણ યુદ્ધની શક્યતા ઓછી છે, પરંતુ સરહદી તણાવ, લશ્કરી પ્રતિક્રિયા અને રાજદ્વારી પ્રતિક્રિયા યથાવત રહી શકે છે. ભારતનું ધ્યાન હાલમાં પાકિસ્તાનને અલગ પાડવા અને આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સમર્થન મેળવવા પર છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો - MIB

ભારત અને પાકિસ્તાનમાંથી કોણ બનશે વિજેતા ?

કદાચ India-Pakistan war થાય તો કોણ વિજેતા બનશે આ વિશે ઓપન ચેટબોટ ChatGPT એ જણાવ્યું કે, જો માત્ર લશ્કરી શક્તિ વિશે વાત કરીએ, તો ભારતની જીતવાની શક્યતા વધુ છે, પરંતુ યુદ્ધનું પરિણામ ફક્ત જીત કે હાર નથી. જાનમાલનું નુકસાન, રાજકીય અસ્થિરતા અને ભાવિ પેઢીઓ પર થતી અસરને પણ ધ્યાને લેવી પડે. તેથી યુદ્ધ ન થાય તે જ સૌથી મોટી જીત છે. Perplexity અનુસાર જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, તો ભારતની જીત થવાની શક્યતા વધુ છે. જો કે બંને દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ હોવાથી સંપૂર્ણ યુદ્ધ થવાની શક્યતા ઓછી છે. તેથી રાજદ્વારી ઉકેલ પર પસંદગી ઢોળાશે. ચીનના DeepSec એ તારણ કાઢ્યું કે, પરંપરાગત યુદ્ધમાં ભારતની જીત થવાની શક્યતા વધુ છે. જો પરમાણુ યુદ્ધ થાય તો બંને હારશે, કોઈ વિજેતા નહીં હોય. ડીપસીકે વાસ્તવિકતાનો ખુલાસો પણ કર્યો અને લખ્યું કે બંને દેશો યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરશે કારણ કે તેનાથી પ્રદેશમાં અસ્થિરતા અને આર્થિક નુકસાન જ હાથ લાગશે.

આ પણ વાંચોઃ  Jharkhand ATS raid: ATS એ એક મહિલા સહિત ચાર આતંકીને ઝડપ્યા

(ગુજરાત ફર્સ્ટની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે.  દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
AI opinionborder conflictChatGPTDeepSecDiplomatic solutionGenerative AI conflict analysisGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan military tensionIndia Pakistan WarIndia-Pakistan war probabilityInternational diplomacyNuclear threatPerplexityWar prediction by AI
Next Article