WhatsApp યુઝર્સને મળશે ChatGPT ની મજા! પ્લેટફોર્મ પર AI ચેટબોટ ની સુવિધા, આ રીતે કરી શકાશે ઉપયોગ
- WhatsApp વપરાશકર્તાઓને હવે વધુ એક નવી અને સારી સુવિધા મળશે
- WhatsApp યુઝર્સ હવેથી OpenAI નાં ChatGPT નો ઉપયોગ કરી શકશે
- આ નવી સુવિધા એક ડેડિકેટેડ કોન્ટેક્ટ નંબર દ્વારા ઍક્સેસ કરી શકાશે
WhatsApp વપરાશકર્તાઓને હવે વધુ એક નવી અને સારી સુવિધા મળશે. WhatsApp યુઝર્સ હવેથી OpenAI નાં ChatGPT સાથે પ્લેટફોર્મ પર મિત્રો અને પરિવાર સાથે ચેટ કરી શકે છે. આ નવી સુવિધા એક ડેડિકેટેડ કોન્ટેક્ટ નંબર દ્વારા ઍક્સેસ કરી શકાશે. વિશ્વભરનાં યુઝર્સ 1-800-242-8478 ડાયલ કરીને ChatGPT ને સંદેશ મોકલી શકશે. આ અપડેટ મેટાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મમાં AI ક્ષમતાઓને એકીકૃત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો - Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
ર્સનલ અને ગ્રૂપ ચેટમાં કોણ ટાઇપ કરી રહ્યું છે તે ઓળખવાનું સરળ બનશે!
મીડિયા રિપોર્ટ અનુસાર, Meta પોતાનાં યુઝર્સનાં અનુભવને વધુ સારો બનાવવા માટે અનેક અપડેટ્સ રિલીઝ કરી રહ્યું છે. તેમાં એક નવું ટાઇપિંગ સૂચક પણ સામેલ છે, જે પર્સનલ અને ગ્રૂપ ચેટમાં કોણ ટાઇપ કરી રહ્યું છે તે ઓળખવાનું સરળ બનાવે છે. જો કે, એવા યુઝર્સ માટે ચેતવણી છે જેઓ તેમના સ્માર્ટફોનનાં જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે મે-2025 થી, WhatsApp 15.1 કરતા પહેલાનાં iOS વર્ઝન માટે તેનો સપોર્ટ બંધ કરશે.
આ પણ વાંચો - Elon Musk કરી શકે છે Gmail નો ખેલ ખતમ! કરી રહ્યા છે આ તૈયારીઓ...
આ રીતે ChatGPT નો લઈ શકશે લાભ
આવી સ્થિતિમાં યુઝર્સને તેમના ડિવાઇસને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, WhatsApp નાં બે અબજ માસિક સક્રિય યુઝર્સ હવે ક્રિએટિવ લેખન, પ્રોજેક્ટ પ્લાનિંગ, ભલામણો અને સમાચાર, શોખ અને ટ્રિવિયા જેવા વિષયો વિશે ચેટ કરવા માટે ChatGPT નો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો - ગાડી છે કે ફાઇટર જેટ! મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં Mercedes એ દેખાડી સુપરકાર


