ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

WhatsApp નું નવું ‘સેફ્ટી ઓવરવ્યૂ’ ફિચર આ રીતે યુઝર્સની કરશે મદદ,જાણો તેના વિશે

WhatsApp યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઇને એક નવું ફિચર સેફ્ટી ઓવરવ્યૂ લાવ્યું છે, ઓનલાઇ છેતરપિંડી અને કૌભાંડોથી બચાવવામાં ખાસ મદદ કરશે
06:51 PM Aug 26, 2025 IST | Mustak Malek
WhatsApp યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઇને એક નવું ફિચર સેફ્ટી ઓવરવ્યૂ લાવ્યું છે, ઓનલાઇ છેતરપિંડી અને કૌભાંડોથી બચાવવામાં ખાસ મદદ કરશે
WhatsApp........

વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટસએપ છે, વોટસએપ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં લઇને એક નવું ફીચર સેફ્ટી ઓવરવ્યૂ લાવ્યું છે. આ ફિચર તમને ઓનલાઇ છેતરપિંડી અને કૌભાંડોથી બચાવવામાં ખાસ મદદ કરશે. આ ફીચર ખાસ કરીને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ગ્રુપમાં ઉમેરાતા યુઝર્સને સુરક્ષિત રાખવા માટે રચાયેલું છે. હવે, જો કોઈ અજાણી વ્યક્તિ, જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં નથી, તમને કોઈ ગ્રુપમાં ઉમેરે, તો વોટ્સએપ તરત જ નોટિફિકેશન મોકલશે અને ગ્રુપની મહત્વપૂર્ણ વિગતો આપશે.

WhatsApp  સેફ્ટી ઓવરવ્યૂ ફિચર શું છે?

આ ફીચર યુઝર્સને અજાણ્યા ગ્રુપની વિગતો જેમ કે ગ્રુપનું નામ, તેના સભ્યો, ગ્રુપની રચનાની તારીખ અને સુરક્ષા ટિપ્સ પૂરી પાડે છે. આ માહિતીના આધારે યુઝર્સ નક્કી કરી શકે છે કે તેઓ ગ્રુપમાં રહેવા માંગે છે કે તરત જ બહાર નીકળવું છે. ખાસ વાત એ છે કે જ્યાં સુધી યુઝર ગ્રુપમાં રહેવાની પુષ્ટિ ન કરે, ત્યાં સુધી ગ્રુપના નોટિફિકેશન મ્યૂટ રહેશે, જેથી અનિચ્છનીય સંદેશાઓથી બચી શકાશે.

WhatsApp  આ ફિચર શા માટે જરૂરી?

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા અનુસાર દક્ષિણ પૂર્વ એશિયામાં ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે. ઘણી ગુનાખોરી ગેંગો લોકોને નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ, પિરામિડ યોજનાઓ અથવા અન્ય કૌભાંડોમાં ફસાવવા માટે અજાણ્યા ગ્રુપ્સનો ઉપયોગ કરે છે. આવા કૌભાંડોને રોકવા માટે મેટાએ આ નવું ફિચર લોન્ચ કર્યું છે, જે યુઝર્સને સજાગ રહેવા અને સુરક્ષિત નિર્ણયો લેવામાં મદદ કરશે.

WhatsApp  ફિચર કેવી રીતે કામ કરે છે?

જો કોઈ અજાણી વ્યક્તિ તમને ગ્રુપમાં ઉમેરે, તો સેફ્ટી ઓવરવ્યૂ સ્ક્રીન તરત દેખાશે.
આ સ્ક્રીન પર ગ્રુપની વિગતો, જેમ કે નામ, સભ્યો અને રચનાની તારીખ, દર્શાવવામાં આવશે.
યુઝર્સ પાસે બે વિકલ્પ હશે: ગ્રુપ છોડો: ચેટ ખોલ્યા વિના તરત બહાર નીકળી શકાય.
ચેટ ખોલો: જો ગ્રુપ પરિચિત લાગે, તો વધુ વિગતો મેળવી શકાય.

ગ્રુપની પુષ્ટિ ન થાય ત્યાં સુધી નોટિફિકેશન મ્યૂટ રહેશે, જેથી યુઝર્સને હેરાનગતિ ન થાય

યુઝર્સ માટે ફાયદાઆ ફિચર યુઝર્સને અજાણ્યા ગ્રુપ્સથી બચાવવા ઉપરાંત સાવચેત રહેવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનવાનું જોખમ ધરાવે છે. મેટાનું કહેવું છે કે આ ફિચર યુઝર્સના ડિજિટલ અનુભવને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે.

આ પણ વાંચો:  Free YouTube Premium: તમે એક વર્ષ માટે મફતમાં YouTube Premium મેળવી શકો છો, Flipkart તરફથી ભેટ!

Tags :
CyberSecurityGroup Chat SecurityGujarat Firstnew featureOnline SafetySafety OverviewWhatsApp
Next Article