જાણો કોણ છે અબ્દુલ ચૌધરી? જેણે apple માટે ડિઝાઈન કર્યો છે સૌથી પાતળો iPhone Air
- Appleનો iphone air તેની ડિઝાઈનને કારણે આવ્યો ચર્ચામાં (iPhone Air designer)
- iphone air અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન હોવાની ચર્ચા
- આ ફોન અબિદુર ચૌધરી નામના ડિઝાઈનરે કર્યો છે ડિઝાઈન
- 2019માં અબિદુર ચૌધરી Appleમાં જોડાયો હતો
iPhone Air designer : એપલ દ્વારા તેના સૌથી નવા ફોન્સની સીરીઝ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં iPhone 17, iPhone Air, iPhone 17 Pro અને iPhone 17 Pro Maxનો સમાવેશ થાય છે. એપલના આ ઇવેન્ટમાં, સૌથી વધુ ચર્ચા iPhone Airની ડિઝાઇન વિશે થઈ. આ ફોન અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન હોવાથી તેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. આ ફોનને રજૂ કરનાર અબિદુર ચૌધરી નામના ડિઝાઇનર પણ લૉન્ચ બાદથી ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે આ નવા ફોનની ડિઝાઇનિંગમાં તેમની મુખ્ય ભૂમિકા છે.
અબિદુર ચૌધરી, જેઓ એપલમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર તરીકે કામ કરે છે, તેમણે ઇવેન્ટમાં જણાવ્યું કે આ ફોનને બનાવવાનો તેમનો હેતુ એક એવો iPhone તૈયાર કરવાનો હતો જે ભવિષ્યનો લાગે. તેમણે કહ્યું કે, "આ અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone છે, જે 'પ્રો' પાવર સાથે આવે છે. આ એક એવો વિરોધાભાસ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે." iPhone Airમાં કંપનીનો સૌથી શક્તિશાળી A19 Pro પ્રોસેસર આપવામાં આવ્યો છે, અને આટલા પાતળા ફોનમાં આટલી શક્તિશાળી ટેકનોલોજી સમાવવી એ એક મોટો પડકાર હતો. આ જ કારણથી અબિદુરે તેને 'વિરોધાભાસ' ગણાવ્યો.
Meet Abidur Chowdhury
The Designer behind the Apple's Slimmest iPhone.
Abidur Chowdhury is from London.
He works as an industrial designer at Apple in Cupertino.
He studied Product Design and Technology at Loughborough University.He describes himself as someone who "loves to… pic.twitter.com/soekMCi0CA
— EK MAL ⚡ (@poor_graduate) September 10, 2025
કોણ છે ડિઝાઇનર અબિદુર ચૌધરી? (iPhone Air designer)
અબિદુર ચૌધરીનો જન્મ લંડનમાં થયો હતો અને હાલ તેઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એપલ માટે કામ કરી રહ્યા છે. એપલની વેબસાઇટ પર તેમણે પોતાની ઓળખ આપી છે કે તેમનો ઉછેર લંડનમાં થયો હતો અને હવે તેઓ એક ડિઝાઇનર તરીકે સાન ફ્રાન્સિસ્કોમાં સેવા આપી રહ્યા છે. તેઓ કહે છે કે તેમને સમસ્યાઓનું નિરાકરણ લાવવું ખૂબ ગમે છે. અબિદુરની વાત માનીએ તો, તેમને એવા પ્રોડક્ટ્સ ડિઝાઇન કરવા ગમે છે જેના વગર લોકો રહી ન શકે.
2019માં અબિદુર એપલ સાથે જોડાયો (iPhone Air designer)
અબિદુરે યુકેની લાફબરો યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઇનિંગ અને ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને કરવેન્ટા જેવી કંપનીઓમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ઇન્ટર્ન તરીકે કરી હતી. ત્યારબાદ, તેમણે લેયર ડિઝાઇન સાથે ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર તરીકે કામ કર્યું. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, જાન્યુઆરી 2019માં તેઓ એપલ સાથે જોડાયા અને ત્યારથી તેઓ સતત નવીનતમ ડિઝાઇન પર કામ કરી રહ્યા છે.
iPhone Airમાં શું છે ખાસ?
Apple iPhone Air કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન છે, જેની જાડાઈ માત્ર 5.5mm છે. ફોટોગ્રાફી માટે, તેમાં 48MPનો સિંગલ રિયર કેમેરા અને 18MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઇસ 6.5-ઇંચના OLED પેનલ સાથે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને પ્રોમોશન ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટ A19 Pro પ્રોસેસર પર કાર્ય કરે છે, જે તેની ઝડપ અને પર્ફોમન્સને અસાધારણ બનાવે છે. આ ફોન માત્ર પાતળો નથી, પરંતુ શક્તિ અને કાર્યક્ષમતાનો પણ ઉત્તમ સમન્વય છે.
આ પણ વાંચો : iPhone 17 price in India : iPhone 17, iPhone Air ભારતમાં લોન્ચ, જાણો વિશેષતા અને કિંમત


