Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવી Dezire ના બેઝ મોડલમાં જ તમને મળશે 13 શાનદાર Features! જાણો સંપૂર્ણ માહિતી

મારુતિ સુઝુકીએ તેમની નવી Dezire કાર લોન્ચ કરી છે. આ કારની કિંમત 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. નવી Dezire ગ્લોબલ NCAP માં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવી છે. આ કાર 13 શાનદાર સુવિધાઓથી ભરેલી છે, જેમાં 6 એરબેગ્સ, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર વગેરેનો સમાવેશ થાય છે. નવી Dezire માં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે જે 82 PSનો પાવર અને 112 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે.
નવી dezire ના બેઝ મોડલમાં જ તમને મળશે 13 શાનદાર features  જાણો સંપૂર્ણ માહિતી
Advertisement
  • નવી Dezire ને સુરક્ષામાં મળ્યા 5 સ્ટાર!
  • મારુતિની નવી Dezire 13 શાનદાર સુવિધાઓ સાથે!
  • Dezire ને ગ્લોબલ NCAP માં 5 સ્ટાર!
  • New Dezire: ડિઝાઈન, એન્જિન અને સેફ્ટીનો સંપૂર્ણ પેકેજ!

New Dezire Launch : ભારતમાં કાર વેચનારી સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ હાલમાં જ તેની નવી Dezire લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 6.79 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સુરક્ષામાં આ કારને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કાર ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. નવી મારુતિ ડિઝાયર ઘણી અદ્યતન સુવિધાઓથી ભરેલી છે. 11 નવેમ્બર, 2024 ના રોજ લોન્ચ થયા પછી, આ અપડેટેડ સેડાન હવે દેશભરના શોરૂમ સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે.

નવી Dezire લોન્ચ

મારુતિની કાર સામાન્ય વર્ગના લોકો સૌથી વધુ ખરીદતા હોય છે. જેની પાછળ તેમના ગ્રાહકોનું કહેવું છે કે, આ કંપનીની કારમાં 0 મેઇન્ટેનન્સ આવે છે. પણ આ કંપનીની કારોમાં એક મોટી કમી સામે આવતી હતી જેના વિશે અન્ય કંપનીઓ કટાક્ષ કરતી હતી, તે છે સેફ્ટી ફીચરની કમી. પણ હવે મારુતિએ નવી Dezire લોન્ચ કરી દીધી છે જેમાં તેને સુરક્ષામાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કાર ચાર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જેમા તેના બેઝ વેરિઅન્ટ LXI (MT)માં જ 13 શાનદાર સુવિધાઓ મળે છે. મારુતિ સુઝુકીની ચોથી જનરેશન Dezire ચાર વેરિઅન્ટ LXi, VXi, ZXi અને ZXi Plusમાં ઉપલબ્ધ છે. જો તમે પણ નવી Dezire ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને આ કાર વિશે તેની ડિઝાઈનથી લઈને એન્જિન અને સેફ્ટી ફીચર્સ વિશેની માહિતી આપી રહ્યાં છીએ. 2025 Dezire ને બહાર અને અંદરના ભાગમાં મોટા ફેરફારો સાથે રજૂ કરવામાં આવી છે.

Advertisement

Dezire ને મળ્યું 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

નવી Dezire મારુતિની પહેલી કાર છે જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. નવી Dezire નું જે યુનિટનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે ભારત માટે બનાવવામાં આવ્યું છે. નવી Dezire નું અલગ-અલગ ખૂણા પર ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જે બાદ તેને સુરક્ષાના મામલે 5 સ્ટાર માર્કસ મળ્યા છે. ખાસ વાત એ છે કે આ કંપનીનું પહેલું વાહન છે જેને સુરક્ષા માટે સંપૂર્ણ 5 પોઈન્ટ આપવામાં આવ્યા છે. નવી Dezire ક્રેશ ટેસ્ટ પછી, તેણે એડલ્ટ સેફ્ટી માટે 34 માંથી 31.24 પોઈન્ટ મેળવ્યા છે. વળી ચાઈલ્ડ સેફ્ટીમાં પણ તેને 49માંથી 39.20 માર્કસ આપવામાં આવ્યા છે.

Advertisement

સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો, નવી Dezire સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે, આ સિવાય તેમાં EBD સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર વગેરે જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. અહીં અમે તેના બેઝ વેરિઅન્ટમાં ઉપલબ્ધ ટોચની 13 સુવિધાઓની સૂચિ શેર કરી રહ્યા છીએ.

નવી Dezire ની ટોચની 13 સેફ્ટી ફીચર્સ

  • Rear defogger
  • Engine immobilizer
  • 6 airbags
  • High-speed warning alert
  • 3 point seat belts
  • Seat belt reminder lamp and buzzer
  • Suzuki HEARTECTBODY
  • Electronic Stability Program (EPS)
  • Hill Hold Assist
  • ABS with EBD
  • Reverse parking sensors
  • ISOFix child seat anchorage
  • Front seat belts with pre-tensioner and force limiter

એન્જિન અને પાવર

નવી Maruti Dezire માં 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 82 PSનો પાવર અને 112 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે છે. કંપનીનો દાવો છે કે કારમાં લગાવવામાં આવેલ આ નવું એન્જીન શાનદાર પરફોર્મન્સની સાથે હાઈ માઈલેજ પણ આપે છે. દૈનિક ઉપયોગ માટે, આ કાર તમને નિરાશ નહીં કરે. લાંબા અંતર માટે પણ તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

આ પણ વાંચો:  Maruti eVX પર આધારિત હશે કંપનીની નવી ઇલેક્ટ્રોનિક કાર! જણો ક્યારે થશે લોન્ચ?

Tags :
Advertisement

.

×