પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલો થતા 10 લોકોના મોત, 32થી વધુ ઘાયલ
- Quetta Bomb Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે
- આ આત્મઘાતી હુમલામાં 10 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ
- આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાંથી આત્મઘાતી હુમલાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં ફરી એકવાર સ્થિતિ બેકાબૂ બની છે. જરઘૂન રોડ પાસે થયેલા એક ભયાનક બોમ્બ વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ સમગ્ર શહેરની મેડિકલ સુવિધાઓમાં કટોકટી (ઇમરજન્સી) જાહેર કરી દેવામાં આવી છે.
Quetta Bomb Blast: આત્મઘાતી હુમલામાં 10 લોકોના મોત
અહેવાલ મુજબ, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વિસ્ફોટ બાદ ફાયરિંગ પણ શરૂ થઈ ગયું હતું. માહિતી મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ વિસ્તારમાં બચાવ કામગીરી (રેસ્ક્યુ ઓપરેશન) શરૂ કરી દીધી હતી. આ હુમલો આત્મઘાતી હુમલો હતો. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે.
Quetta Bomb Blast કેસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
નોંધનીય છે કે બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મોહમ્મદ કાકરના જણાવ્યા મુજબ, ઘાયલોને ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર માટે ક્વેટા સિવિલ હોસ્પિટલ, બલૂચિસ્તાન મેડિકલ કોલેજ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો મુજબ, મૃતકોમાં ત્રણ ફ્રન્ટિયર કોર્પ્સ (FC)ના જવાનોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ક્વેટામાં એક મહિનામાં આ બીજો મોટો વિસ્ફોટ છે. આ પહેલા 2 સપ્ટેમ્બરના રોજ પૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલના કાફલા પર હુમલો થયો હતો. જોકે, તે હુમલામાં તેઓ સુરક્ષિત હતા, પરંતુ તેમની પાર્ટીના કેટલાક કાર્યકરો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Afghanistan Internet Blackout: તાલિબાને દૂરસંચાર સેવાઓ પર મૂક્યો પ્રતિબંધ


