નેપાળમાં અમદાવાદ સહિત ગુજરાતના 100થી વધુ પ્રવાસીઓ ફસાયા, હિંસક ટોળાથી બચાવ્યો જીવ
- નેપાળ હિંસામાં અમદાવાદના 100+ ગુજરાતીઓ એરપોર્ટ પર ફસાયા : હિંસક ટોળા વચ્ચે વૃદ્ધોની જીવનરક્ષા
- ત્રિભુવન એરપોર્ટ બંધ : મણિનગર-શાહીબાગના પ્રવાસીઓ ફસાયા, MLA અને અમિત શાહ પાસે મદદની માંગ
- નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની કથા : બસ સળગાવવાની ધમકીથી એરપોર્ટ પહોંચ્યા, વહીવટના પ્રયાસ તેજ
- અમદાવાદના વૃદ્ધ પ્રવાસીઓને નેપાળ હિંસામાં મુશ્કેલી : સામાન ઉચકી એરપોર્ટમાં છુપાયા, દૂતાવાસ નંબર જારી
- નેપાળ આંદોલનમાં રાણીપના પ્રવાસીઓ ફસાયા : હિંસા વચ્ચે પોતે જ દોડીને જીવ બચાવ્યો, MLA અને કેન્દ્રીય મદદ માંગી
અમદાવાદ : નેપાળ માં જેન-ઝી (જનરેશન ઝી) યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનો અને રાજકીય અસ્થિરતાના કારણે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA) કાઠમાંડુ બંધ થઈ ગયું છે, જેમાં અમદાવાદના મણિનગર, શાહીબાગ અને રાણીપ વિસ્તારોના 100થી વધુ ગુજરાતી પ્રવાસીઓ ફસાયેલા છે.
મળી રહેલી જાણકારી અનુસાર, મોટા ભાગના વૃદ્ધ પ્રવાસીઓ અને આધેડ વયના 20થી વધુ સભ્યોમાંથી કેટલાકે હિંસક ટોળાઓ વચ્ચે જીવ બચાવીને એરપોર્ટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સામાન હાથમાં ઉચકીને છુપાયેલા છે. પ્રવાસીઓએ MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને હર્ષદ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અમિત શાહના અંગત મદદનીશ પાસે મદદ માંગી છે. ગુજરાત વહીવટે વિદેશ મંત્રાલય (MEA) સાથે સંપર્ક કરીને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે.
ગુજરાતી પ્રવાસીઓએ અમદાવાદના MLA અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને હર્ષદ પટેલ પાસે મદદ માંગી છે. તેઓએ કેન્દ્રીય મંત્રી અમિત શાહના અંગત મદદનીશને ફોન કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, "નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષા માટે વહીવટ MEA સાથે સંપર્કમાં કરવામાં આવ્યો છે અને તેમને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો તેજ છે.
આ પણ વાંચો- વન વિભાગના ત્રાસથી Junagadh ના બે માલધારીઓએ પીધું ઝેર
પ્રવાસીઓની ભયાનક કથા : હિંસા વચ્ચે એરપોર્ટ તરફ ભાગ્યા
અમદાવાદના ગ્રુપમાં સામેલ પ્રવાસી અશોકભાઈ બારોટે જણાવ્યું કે, "આજે સવારે 10 વાગ્યે હોટલમાંથી ચેક આઉટ કરીને બસમાં બેસીને એરપોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે હિંસક ટોળા મળ્યા હતા. તેઓએ બસ સળગાવી દેવાની ધમકી આપી અને ટીયર ગેસના શેલ છુટતા વૃદ્ધ પ્રવાસીઓ બેભાન થઈ ગયા હતા. સાથીઓએ પાણી છાંટીને તેમને ભાનમાં લાવ્યા અને સિનિયર સિટીઝન્સ અને આધેડ વયના 20 સભ્યો સામાન હાથમાં ઉચકીને હિંસા વચ્ચે જીવ બચાવીને એરપોર્ટ પહોંચ્યા હતા." બપોરે 2 વાગ્યે એરપોર્ટ બંધ કરીને સ્ટાફ રવાના થઈ ગયો હતો. હાલમાં એરપોર્ટની બહાર આર્મી તૈનાત છે. પ્રવાસીઓ તેમની પાસે રહેલા નાસ્તો ખાઈને એરપોર્ટમાં છુપાયેલા છે. મોટા ભાગના પ્રવાસીઓ વૃદ્ધ છે, જેમને નેપાળના તીર્થાટ અને પ્રવાસ માટે આવ્યા હતા.
નેપાળમાં વ્યાપેલી હિંસા અને એરપોર્ટ બંધનું કારણ
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેન-ઝી યુવાનોના હિંસક વિરોધને કારણે પીએમ કેપી શર્મા ઓલીના રાજીનામા પછી પણ તણાવ ચાલુ છે. આંદોલનમાં 20થી વધુ મોત અને સેંકડો ઘાયલો થયા છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (TIA) બંધ થઈ ગયું છે, જેમાં 700થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.
એરપોર્ટની બહાર આર્મી તૈનાત છે, અને બધી ફ્લાઇટ્સ રદ્દ થઈ ગઈ છે. ભારતીય એરલાઈન્સ જેમ કે ઇન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ પણ રદ્દ કરી દેવામાં આવી છે અને કેટલીક લખનઉ અને અન્ય વિમાનમથકો તરફ ડ્રાઈવર્ડ કરવામાં આવી છે. ગુજરાતી પ્રવાસીઓને ટીયર ગેસ અને હિંસા વચ્ચે જીવન માટે લડવું પડ્યું અને તેઓ રામ ભરોસે એરપોર્ટમાં રહી રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો
રાજ્યના NRI વિભાગે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસના નંબર જારી કર્યા છે. +977-9808602881 અને +977-9810326134.
નેપાળમાં 700થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયેલા છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા 100થી વધુ છે. વહીવટે MEA સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશનની યોજના બનાવી છે, અને ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી છે. પ્રવાસીઓને સાવધાનીની અપીલ કરવામાં આવી છે, અને તેમને દૂતાવાસના નંબર પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો- નેપાળ અસ્થિરતામાં ફસાયેલા ગુજરાતીઓ માટે CM પટેલનું ટ્વીટ : હેલ્પલાઈન નંબર જાહેર


