Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વલસાડ : સેલવાસમાં બિલ્ડીંગ પરથી પટકાતા 11 વર્ષીય બાળકનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

વલસાડનાં સેલવાસમાં બિલ્ડીંગ પરથી પડી જતા બાળકનું મોત થયું હતું. બાળક અકસ્માતે નીટે પટકાયો કે કોઈ અન્ય કારણ અકબંધ છે.
વલસાડ   સેલવાસમાં બિલ્ડીંગ પરથી પટકાતા 11 વર્ષીય બાળકનું મોત  પોલીસે તપાસ શરૂ કરી
Advertisement
  • સેલવાસના પ્રમુખ ગાર્ડન બિલ્ડીંગની ઘટના
  • 11 વર્ષનું બાળક બિલ્ડીંગ પરથી નીચે પટકાતા મોત
  • સેલવાસ પોલીસે હાથ ધરી તપાસ

વલસાડનાં સેલવાસમાં આવેલ પ્રમુખ ગાર્ડન બિલ્ડીંગ ખાતે 11 વર્ષનો બાળક બિલ્ડીંગ પરથી નીચે પડી ગયો હતો. બાળક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બાબતે સેલવાસ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું

મળતી માહિતી મુજબ વલસાડનાં સેલવાસમાં આજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી. જેમાં એક 11 વર્ષીય બાળક બિલ્ડીંગ પરથી નીચે પડતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે બાળક નીચે પડ્યાના સમાચાર ફ્લેટમાં રહેતા રહીશોને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઈમરજન્સી 108 ને જાણ કરતા ઈમરજન્સી 108 મારફત તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. યુવકનાં મોતના સમાચાર તેનાં પરિવારજનોને મળતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Narmada: જો ભાઈ....એ શર્મા....સભ્યતાથી વાત કર, ધારાસભ્ય ચૈતર વસાવા અને DySp વચ્ચે ઘર્ષણ

પોલીસે તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે સેલવાસ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ફ્લેટમાં લગાવવામાં આવેલ સીસીટીવીની તપાસ હાથ ધરી છે. અને બાળક દ્વારા શા કારણે આવું કર્યું તે બાબતે તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે સેલવાસ પોલીસે ગુનો નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar : મહેસૂલ વિભાગના 157 ના. મામલતદારની બદલી, 261 ASI ને બઢતી, જુઓ સંપૂર્ણ યાદી

Tags :
Advertisement

.

×