વરસાદની સ્થિતિ અંગે CMએ ટ્વીટ કર્યું 'સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં' 'NDRF, SDRFની 10 ટુકડીઓ તહેનાત' 'અંદાજે 11,900 લોકોને સ્થળાંતરિત કરાયા' 270થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ફરીથી ભયાનક સ્થિતિ ઉત્પન્ન...
વરસાદની સ્થિતિ અંગે CMએ ટ્વીટ કર્યું
'સંબંધિત કલેક્ટરો સાથે સતત સંકલનમાં'
'NDRF, SDRFની 10 ટુકડીઓ તહેનાત'
'અંદાજે 11,900 લોકોને સ્થળાંતરિત કરાયા'
270થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ફરીથી ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઇ છે. નર્મદા નદી અને મહિસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા બંને નદીના કિનારે આવેલા ગામો અને શહેરો જળબંબાકાર બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિની સમિક્ષા કરીને ટ્વિટ કર્યું હતું કે હું સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું અને બચાવ અને રાહત માટે NDRF, SDRFની 10 ટુકડીઓ તૈનાત કરી છે. તેમણે કહ્યું કે અલગ અલગ સ્થળોએથી 11900 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને 270 લોકોનું રેસ્ક્યું કરાયું છે.
70 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા
મુખ્યમંત્રીએ કરેલા ટ્વિટમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે સતત સંકલનમાં છું. તંત્ર દ્વારા પૂરી ત્વરાએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ NDRF અને SDRF બંનેની 10 ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 11900 જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના ભોજન અને આરોગ્ય સંબંધિત સેવાઓની કાળજી પણ લેવામાં આવી રહી છે. 270 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પર તૂટી પડેલા વૃક્ષોને હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
નાગરિકોને અપીલ
તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા સૌ નાગરિકોને અપીલ કરું છું.
ભારતીય સેનાનો સાથ પણ મળી રહ્યો છે
અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે રાહત-બચાવ કામગીરીમાં તંત્રને ભારતીય સેનાનો સાથ પણ મળી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આ સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા-સલામતી તેમજ અસરગ્રસ્તોને ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
જરુરી મેડિકલ સુવિધાઓ પણ શરુ કરાવી
દરમિયાન આરોગ્ય વિભાગે પણ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં જરુરી મેડિકલ સુવિધાઓ પણ શરુ કરાવી છે અને લોકોને જરુરી દવાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.