148th Rath Yatra: આજે અષાઢી બીજનું પાવન પર્વ, વાજતે ગાજતે ધામધૂમથી જગન્નાથ પ્રભુની રથયાત્રા
- રથયાત્રા પહેલા મંદીરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ જામ્યો
- 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતી ટ્રકો
- 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી તેમજ બે લાખ ઉપરણા પ્રસાદ
148th Rath Yatra: આજે અષાઢી બીજનું પાવન પર્વ છે. જેમાં આજે જગતના નાથ નગર ચર્યા પર નીકળશે. વાજતે ગાજતે ધામધૂમથી જગન્નાથ પ્રભુની રથયાત્રા નીકળશે. તેમાં રથયાત્રા પહેલા મંદીરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ જામ્યો છે. તેમાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, 18 ભજન મંડળી અને ત્રણ બેન્ડવાજા રથયાત્રા માટે સજ્જ કરવામાં આવ્યા છે.
Ahmedabad Rath Yatra 2025 LIVE : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, ભાઈ-બહેનને સાથ, નગરચર્યાએ નાથ https://t.co/URUrVJxZKP
— Gujarat First (@GujaratFirst) June 26, 2025
વિધિવત રીતે ભગવાન જગન્નાથના આંખના પાટા ખોલવામાં આવશે
વિધિવત રીતે ભગવાન જગન્નાથના આંખના પાટા ખોલવામાં આવશે. તેમજ સૌપ્રથમ જગતના નાથની મંગળા આરતી થશે. તેમાં કેન્દ્રીય ગૃહપ્રદાન અમિત શાહ મંગળા આરતી કરશે. ત્યારબાદ નિજ મંદિરમાંથી પ્રભુ ભક્તોને દર્શન દેવા માટે રથ પર આરૂઢ થશે. દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો મહંતો તેમજ મહામંડલેશ્વર રથયાત્રામાં જોડાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવશે. ભગવાનને મનગમતું આદિવાસી નૃત્ય તેમજ ગરબાની ઝાંખી જોવા મળશે. તથા રથયાત્રામાં પ્રસાદ રૂપે 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.
રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા
રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો સમગ્ર રૂટ નો-પાર્કિંગ રહેશે. BRTS બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTO સર્કલનો સરક્યુલર રૂટ નંબર 101 સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે 4 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. રથયાત્રા રૂટ પરના 18 BRTS બસ સ્ટેશનો પણ બંધ રહેશે. IG કક્ષાના અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના કુલ 23,884 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. રથયાત્રા રૂટ પર આવેલા 484 જર્જરિત મકાનને સીલ મારી ત્યાં હોમગાર્ડ જવાનો તથા પતરાંની આડાશ મૂકવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના ન બને. સુરક્ષા માટે આખા રૂટનું ગત વર્ષે 3D મેપિંગ કરવામાં આવ્યું હતું, જેના ગ્રાફને આધારે સમગ્ર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


