Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનનો કાટમાળ બસ પર પડતા 15 લોકોના મોત,બચાવ કામગીરી પુરજોશમાં

ઝંડુતામાં ભલ્લુ પુલ નજીક પહાડ પરથી ભારે કાટમાળ (Landslide Debris) એક બસ પર પડતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનનો કાટમાળ બસ પર પડતા 15 લોકોના મોત બચાવ કામગીરી પુરજોશમાં
Advertisement
  • હિમાચલ પ્રદેશના Bilaspur માં મોટી દુર્ઘટના
  • બસ પર પહાડ પડતા 15ના મોત
  • તૂટેલા પથ્થરોની નીચે અનેક લોકો દટાયા
  • બિલાસપુરના બાર્થીમાં દુર્ઘટના સર્જાઈ
  • તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયુ
  • CM સુખવિંદરે ઘટના પર શોક વ્યક્ત કર્યો
  • રાહત અને બચાવ કામગીરી ઝડપી બને તેવા આદેશ

હિમાચલ પ્રદેશના બિલાસપુર ( Bilaspur)  જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઝંડુતામાં ભલ્લુ પુલ નજીક પહાડ પરથી ભારે કાટમાળ (Landslide Debris) એક બસ પર પડતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં હજી પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, કાટમાળ એટલી તીવ્રતાથી પડ્યો કે તે બસના આંતરિક ભાગના ટુકડા થઇ ગયા હતા અને કાટમાળમાં અનેક મુસાફરો દટાયા હતા. અકસ્માત સ્થળેથી અત્યાર સુધીમાં કુલ સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જે તમામને બાર્થી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. બચાવ કામગીરી હજી પણ ચાલુ છે.મૃત્યુઆંક વધવાની સંભાવના છે.  આયુષ નામની આ ખાનગી બસ ઝાંડુતામાં બાર્થી-ભાલ્લુ રૂટ પર ચાલે છે.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો સાથે મજબૂત રીતે ઊભી છે અને તેમને શક્ય તમામ સહાય પૂરી પાડશે.મુખ્યમંત્રી સુખુ શિમલાથી જિલ્લા વહીવટીતંત્રના સતત સંપર્કમાં છે અને તેમણે રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને તેમની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા માટે પણ આદેશ આપ્યા છે.

આ પણ વાંચો:   દિલ્હી-એનસીઆર ભારે વરસાદના લીધે અનેક ફલાઇટ મોડી પડી, 14 ફલાઇટ ડાયવર્ટ

Tags :
Advertisement

.

×