Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hyderabad માં મહિલા પર એકસાથે 15 કૂતરાઓએ કર્યો હુમલો, Video Viral

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાની મોર્નિંગ વોક દરમિયાન 15-20 કૂતરાઓએ હુમલો કર્યો હતો. જેમાં તેને ઈજાઓ થઇ હતી. આ ઘટના વીડિયો પણ સામે આવ્યો છે. રાજેશ્વરી નામની મહિલા પર 21 જૂનની સવારે...
hyderabad માં મહિલા પર એકસાથે 15 કૂતરાઓએ કર્યો હુમલો  video viral
Advertisement

તેલંગાણાની રાજધાની હૈદરાબાદ (Hyderabad)થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાની મોર્નિંગ વોક દરમિયાન 15-20 કૂતરાઓએ હુમલો કર્યો હતો. જેમાં તેને ઈજાઓ થઇ હતી. આ ઘટના વીડિયો પણ સામે આવ્યો છે. રાજેશ્વરી નામની મહિલા પર 21 જૂનની સવારે કૂતરાઓએ હુમલો કર્યો હતો. પીડિતા રાજેશ્વરીએ કહ્યું, 'હું રોજ સવારે ફરવા જાઉં છું. તે દિવસે જ્યારે હું ત્રીજા અને ચોથા બ્લોકની વચ્ચે ચાલી રહી હતી ત્યાં બે કૂતરા હતા. મેં તેમને જોયા અને તેમનાથી દૂર ખસી ગયી પરંતુ એક કૂતરો ભાસ્યો અને પછી ઘણા કૂતરાઓ ત્યાં આવ્યા અને મારા પર હુમલો કરવા લાગ્યા.

કાર-સ્કૂટરને આવતા જોઇને કૂતરાઓ ભાગી ગયા હતા...

તેમણે કહ્યું, 'મેં તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો કારણ કે તેઓ મારી આસપાસ હતા. હું પડી ગઈ અને કૂતરાઓએ મારા પર હુમલો કર્યો. હું ઉભી થઇ એટલામાં બીજી બાજુથી એક કાર અને સ્કૂટર પર એક છોકરો આવ્યો. તેમને જોઇને કૂતરાઓ ભાગી ગયા. ચોકીદારે પણ આવીને તેમને ત્યાંથી ભગાડી દીધા.

Advertisement

Advertisement

જો કોઈ બાળક હોત તો...

રાજેશ્વરીએ કહ્યું, 'જો મારી જગ્યાએ કોઈ બાળક હોત તો ચોક્કસપણે કૂતરાઓ બાળકને મારી નાખત. મારી પાસે મારા ઘરમાં બે પાલતું કૂતરા છે અને તેથી હું શ્વાનને સંભાળી શકું છું. લગભગ 15 કૂતરાઓ મારા પર હુમલો કર્યો. ઘણા લોકો આવી રીતે પીડાઈ રહ્યા છે પરંતુ કોઈ જવાબ આપતું નથી. જ્યારે અમે કૂતરાઓને પરિસરમાં પ્રવેશતા અટકાવીએ છીએ, ત્યારે કેટલાક લોકો અમારી વિરુદ્ધ કેસ દાખલ કરે છે કે અમે કૂતરાઓએ ખોરાક ખાવા દેતા નથી.

કૂતરાએ નવજાત જીવ લીધો હતો...

તેલંગાણામાં રખડતા કૂતરાઓના હુમલો વધી રહ્યો છે. ગત સોમવારે જ મહબૂબાદ જિલ્લામાં રખડતા કૂતરાના કરડવાથી એક મહિનાના બાળકનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે માદિપલ્લી ગામમાં બની હતી. એક કૂતરો ઘરમાં ઘૂસી ગયો અને 42 દિવસના બાળકને તે સૂતો હતો ત્યારે કરડ્યો હતો.

આ પણ વાંચો : Arvind Kejriwal હવે જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, દિલ્હી હાઈકોર્ટમાંથી મળ્યો ઝટકો

આ પણ વાંચો : Bihar : UGC-NET પેપર લીક મામલામાં તપાસ કરવામાં આવેલી CBI ટીમ સાથે મારપીટ, 4 લોકોની ધરપકડ…

આ પણ વાંચો : Arunachal Pradesh : ઈટાનગરમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ, ઘણા વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો…

Tags :
Advertisement

.

×