ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nepal માં સેનાનો એક ટ્રક પુલથી નીચે ખાબકતા 16 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત,3ની હાલત ગંભીર!

Nepal માં સેનાનો એક ટ્રક પુલથી નીચે ખાબકતા 16 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સેનાના ટ્રકમાં કુલ 22 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા
10:09 PM Sep 16, 2025 IST | Mustak Malek
Nepal માં સેનાનો એક ટ્રક પુલથી નીચે ખાબકતા 16 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સેનાના ટ્રકમાં કુલ 22 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા
Nepal............

નેપાળથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે બપોરે ભારત-નેપાળ સરહદથી દૂર મકવાનપુર જિલ્લાના બારા જિલ્લા સરહદ પર સ્થિત ચુરિયામાઈ ખાતે નેપાળી સેનાનો એક ટ્રક પુલથી નીચે ખાબકતા 16 સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સેનાના ટ્રકમાં કુલ 22 સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા.

Nepal માં સેનાનો એક ટ્રકનો થયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર તનહુન જિલ્લાના રાજદલ ગાનથી ધનુષા તરફ જતી સેનાની ટ્રક હેતૌંડા સબ-મેટ્રોપોલિટન વિસ્તારમાં પુલ પરથી લગભગ 10 થી 12 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ટ્રકમાં કુલ 22 સૈનિકો હતા. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે, જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઘાયલોને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3ની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Nepal માં ટ્રક અકસ્માતમાં 3 સૈનિકોની હાલત ગંભીર 

નોંધનીય છે કે ડેપ્યુટી કમાન્ડર હર્ષ વિક્રમ અધિકારીના નેતૃત્વમાં ચાર ટ્રક ધનુષા તરફ જઈ રહી હતી, જેમાંથી એક ટ્રક અકસ્માતનો ભોગ બની હતી.અકસ્માતની માહિતી મળતા જ DSP શ્યામુ આર્યલની આગેવાની હેઠળની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક હેતૌંડા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતના કારણોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:   પાકિસ્તાનના વિદેશ મંત્રી Ishaq Dar એ ટ્રમ્પના યુદ્વવિરામના દાવાની ખોલી પોલ, ભારતે અમેરિકાના મધ્યસ્થી પ્રસ્તાવને ફગાવ્યો હતો

Tags :
Gujarat FirstHetaudaIndia-Nepal borderInjured SoldiersMakwanpurNepal ArmyNepal NewsTruck Accident
Next Article