Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot:ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 18 મી રથયાત્રા નીકળી હતી. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
rajkot ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી   પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
Advertisement
  • રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા
  • શ્રી ખોડિયાર મંદિરમાં પરંપરાગત પહિંદ વિધિ કરાઈ
  • પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
  • ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી નીકળ્યા નગરચર્યાએ

રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 18 મી રથયાત્રા નીકળી હતી. શહેરના નાના મવા સ્થિત ખોડિયાર મંદિરથી પરંપરાગત પહિંદ વિધિ બાદ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને જગતના નાથ ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈ નગર ચર્યાએ નીકળ્યા હતા. પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠારોક સાહેબ માંધાતા સિંહજી અને પુરવાર રામરાજા દ્વારા કરવામાં આવી હતી.

રથયાત્રા લાંબા રૂટ ઉપરછી પસાર થઈ નિજ મંદિર પહોંચી

મહંત મનોહર ત્યાગીજી મહારાજ અને ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્રાજ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, સાધુ સંતો, ભક્તો તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા. રાજકોટમાં રથયાત્રા શહેરના અલગ અલગ રાજમાર્ગો ઉપરથી પસાર થઈ હતી. આ વર્ષે 27 કિલોમીટર લાંબા રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ નિજ મંદિર પહોંચી હતી.

Advertisement

Advertisement

શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ

રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર દ્વારા રાજકોટ વાસીઓને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો જે રૂટ છે તે લાંબો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

આ પણ વાંચોઃ Surat માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા

સમગ્ર ભારતના લોકો એક પરિવારના રૂપમાં રહે

રાજકોટ જગન્નાથ મંદિરના મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જગન્નાથ ભગવાનની દર વર્ષે રાજકોટમાં યાત્રા નીકળે છે. ભારતીય સંસ્કૃતિનો સંદેશો આપવા માટે ભગવાન જગન્નાથ નગરમાં જાય છે. ભાઈચારો, સનાતન સંસ્કૃતિ, એક બીજા સાથે પ્રેમ ભાવ જેમ આપણે પરિવારમાં રહીએ છીએ. તેમ ભગવાન જગન્નાથ એક સંદેશ આપે છે કે સમગ્ર ભારતના લોકો એક પરિવારના રૂપમાં રહે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર SGVP ગુરુકુળથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Tags :
Advertisement

.

×