રાજ્યમાં કંજક્ટિવાઈટિસના કેસમાં અધધ..વધારો.! આંકડો જાણીને તમે ચોંકી જશો
કંજક્ટિવાઈટિસ કેસનો ભરડો રાજ્યમાં કુલ 2.47 લાખ કેસ અમદાવાદમાં 51,000 કેસ ભરૂચમાં 12,000 કેસ વડોદરામાં 10,000 કેસ આણંદમાં 10,000 કેસ સુરતમાં 5,000 કેસ રાજ્યમાં કંજક્ટિવાઈટિસ(conjunctivitis)ના કેસોમાં ભારે વધારો થયો છે અને અત્યાર સુધી 2.47 લાખ કેસ નોંધાયા છે. અમદાવાદમાં...
Advertisement
- કંજક્ટિવાઈટિસ કેસનો ભરડો
- રાજ્યમાં કુલ 2.47 લાખ કેસ
- અમદાવાદમાં 51,000 કેસ
- ભરૂચમાં 12,000 કેસ
- વડોદરામાં 10,000 કેસ
- આણંદમાં 10,000 કેસ
- સુરતમાં 5,000 કેસ
રાજ્યમાં કંજક્ટિવાઈટિસ(conjunctivitis)ના કેસોમાં ભારે વધારો થયો છે અને અત્યાર સુધી 2.47 લાખ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 51 હજાર કેસ નોંધાયા છે.
ઋતુગત બિમારીમાં વધારો
ચોમાસાના કારણે ઋતુગત બિમારીમાં વધારો થયો છે તેમાં કંજક્ટિવાઈટિસનો પણ સમાવેશ થાય છે. કંજક્ટિવાઈટિસ એ આંખની બિમારી છે અને ગુજરાતમાં તેને આંખ આવવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિમારી આઇ ફ્લૂ તરીકે પણ ઓળખાય છે. આ એક પ્રકારનું આંખનું ઇન્ફેક્શન છે. કંજક્ટિવાઈટિસ જીવલેણ તો નથી પણ તેની અસર આંખમાં 5થી 6 દિવસ રહે છે.
આંખ લાલ થઇ જાય છે અને ખંજવાળ આવે છે
આ બિમારી આઇ કોન્ટેક્ટથી ફેલાતી હોવાનું લોકો માને છે પણ તબીબોના મત મુજબ આ બિમારીથી સંક્રમિત વ્યક્તિની ચીજવસ્તુનો ઉપયોગ કરવાથી ફેલાય છે. કંજક્ટિવાઈટિસના લક્ષણો જોઇએ તો આંખ લાલ થઇ જાય છે અને ખંજવાળ આવે છે તથા દુખાવો પણ થાય છે. આંખમાંથી સતત પાણી નીકળે છે અને આંખની ઉપર સોજો પણ આવી જાય છે.
અમદાવાદમાં 51,000 કેસ
રાજ્યમાં કંજક્ટિવાઈટિસના કેસોમાં ભારે વધારો થયો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 2.47 લાખ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં 51,000 કેસ જ્યારે ભરૂચમાં 12,000 કેસ અને વડોદરામાં 10,000 કેસ નોંધાયા છે. આણંદમાં 10,000 કેસ અને સુરતમાં 5,000 કેસ નોંધાયા છે. અન્ય શહેરો અને ગામડાઓમાં પણ લોકો આ બિમારીથી પીડાઇ રહ્યા છે.
આંખોને વારંવાર અડકવું ના જોઇએ
આ બિમારીથી બચવા માટે ખાસ તો સાફસફાઇનું ધ્યાન રાખવાની સાથે આંખોને વારંવાર અડકવું ના જોઇએ. ઉપરાંત બિમારીથી ગ્રસ્ત વ્યક્તિની કોઇ પણ ચીજને પણ ના અડવી જોઇએ. આઇ કોન્ટેક્ટ ટાળવું જોઇએ અને સંક્રમિત વ્યક્તિથી દુરી બનાવવી જોઇએ. ડોક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ શરુ કરી દેવો જોઇએ.
આ પણ વાંચો----ગૃહ રાજ્યમંત્રી HARSH SANGHAVI નો પ્રજાલક્ષી નિર્ણય, સમસ્યાઓ- રજુઆતોનો સ્થળ પર જ કરાશે નિકાલ


