Gujarat Accident: આણંદમાં તારાપુર બગોદરા હાઇવે પર અકસ્માતની 2 ઘટના બની
- Gujarat Accident: એક અકસ્માતમાં 2 ના મોત, બીજી ઘટનામાં 12 ઘાયલ
- ટેમ્પો નદીમાં ખાબકતાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા
- ટેમ્પો અંકલેશ્વરથી સાળંગપુર જઈ રહ્યો હતો
Gujarat Accident: આણંદમાં તારાપુર બગોદરા હાઇવે પર અકસ્માતની 2 ઘટના બની છે. જેમાં એક અકસ્માતમાં 2 ના મોત, બીજી ઘટનામાં 12 ઘાયલ થયા છે. ટેમ્પો નદીમાં ખાબકતાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટેમ્પો અંકલેશ્વરથી સાળંગપુર જઈ રહ્યો હતો. તથા ટેમ્પો ટ્રાવેલરમાં 17 મુસાફરો સવાર હતા. તેમજ વાસદ બગોદરા હાઇવે પર અકસ્માતમાં 2 ના મોત થયા છે. જેમાં કાર પલટી જતાં 2 ના મોત, એકની હાલત ગંભીર છે.
કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો
કાર વાસદથી તારાપુર તરફ આવતી હતી. જેમાં કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. તેમજ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Gujarat Accident: પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: Gujarat Monsoon: ભારે મેઘની આગાહી વચ્ચે રાજ્યના આ વિસ્તારમાં પડ્યો 12 ઈંચ વરસાદ


