દ્વારકા મંદિર પર 2 ધજા ચઢી, તેને વાવાઝોડા સાથે કોઇ નિસ્બત નથી, વાંચો, કારણ
દ્વારકાધીશ મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે બે ધજા ચઢાવવામાં આવે ત્યારે ગમે તેવુ મોટુ સંકટ હોય તો તે પણ ટળી જાય છે.. તાઉતે વાવાઝડા સમયે પણ હાલ જેવું જ સંકટ ઉભુ થયું હતું, અને ત્યારે પણ દ્વારકાધીશ...
Advertisement
દ્વારકાધીશ મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં જ્યારે બે ધજા ચઢાવવામાં આવે ત્યારે ગમે તેવુ મોટુ સંકટ હોય તો તે પણ ટળી જાય છે.. તાઉતે વાવાઝડા સમયે પણ હાલ જેવું જ સંકટ ઉભુ થયું હતું, અને ત્યારે પણ દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચઢાવવામાં આવી હતી.. જે બાદ સૂડીનો ઘા સોયથી ટળ્યો હતો. હવે જ્યારે બિપરજોય વાવાઝોડાએ પણ ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે ત્યારે ફરી એકવાર દ્વારકાધીશ મંદિરે બે ધજા ચઢાવવામાં આવી છે.. જેથી સંભવિત સંકટ ટળી જાય..જો કે આ ભક્તોની માન્યતા છે. વાસ્તવમાં સ્થાનિક પુરોહિત કહી રહ્યા છે કે ધ્વજ ફરકાવવા માટે શિખર ઉપર જતી વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બે ધ્વજ ફરકાવવામાં આવે છે અને આવું પહેલીવાર થયું નથી પણ ભુતકાળમાં ઘણી વખત થઇ ચુક્યું છે.

ગુજરાત તરફ ખતરો વધ્યો છે
મહત્વપૂર્ણ છે કે અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે આ મોટું સંકટ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં ‘બિપરજોય’ ગુજરાતમાં પહોંચશે. થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન અને ભારે વરસાદ શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

શિખર ઉપર જતી વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બે ધ્વજ ફરકાવવામાં આવે છે
જગતમંદિર શિખર ઉપર બે ધ્વજા ચડી તે અંગે સ્થાનિક તીર્થ પુરોહિતે ચોખવટ કરી છે. પુરોહિતના કહ્યા મુજબ આસ્થા અને અફવાઓ વચ્ચે બિપરજોય ચક્રવાતના કારણે શ્રી દ્વારકાધીશના મંદિરે ધ્વજ પોલ પર ધ્વજ લહેરાવી શકાતો નથી અને જૂના ધ્વજને તળિયે છોડીને નવા ધ્વજનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ઘણા લાગણીશીલ ભક્તો તેને ચક્રવાતને ભગાડવા માટે કાયદો કહી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે ધ્વજ ફરકાવવા માટે શિખર ઉપર જતી વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ બે ધ્વજ ફરકાવવામાં આવે છે અને આવું અગાઉ પણ ઘણી વખત બન્યું છે. વાવાઝોડાના કારણે ભારે પવન હોવાથી મંદિરના શિખર પરના ધ્વજ દંડ પર ધજા ફકાવવું જોખમી સાબિત થઇ શકે છે જેથી પહેલી ધજાની નીચે નવી ધજા ફરકાવામાં આવે છે.


