Rickshaw Strike: અમદાવાદ શહેરમાં 2 લાખ રિક્ષાના પૈડા થંભી ગયા, જાણો શું છે કારણ
- રિક્ષાચાલક એસોસિયેશને આપ્યું બંધનું એલાન
- અમદાવાદના 2 લાખ રિક્ષાચાલકો બંધમાં જોડાશે
- પડતર માગણીઓને લઈને અમદાવાદ પોલીસ કમિશનરને કરશે રજુઆત
Rickshaw Strike: અમદાવાદ શહેરમાં અલગ અલગ રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા શહેરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના થકી અમદાવાદ શહેરમાં આવેલ અંદાજિત 2 લાખ વધુ રીક્ષા ચાલક આ બંધના આંદોલનમાં જોડાશે અને પોતાની અલગ અલગ રજૂઆત અમદાવાદ શહેર પોલીસ કમિશન સામે મૂકશે.
રિક્ષાચાલક યુનિયન તરફથી હડતાળનું એલાન કરવામાં આવ્યું
ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પોલીસે 20 જુલાઈ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન ઓટો રિક્ષા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન 1716 કેસ નોંધવામાં આવ્યા હતા. આ પોલીસ કાર્યવાહીના વિરોધમાં રિક્ષાચાલકોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. પોલીસ દ્વારા રિક્ષાઓ ડીટેઇન કરવાની કાર્યવાહી સામે રિક્ષા ચાલકોમાં રોષ વ્યાપી નીક્યો છે. અમદાવાદના અલગ અલગ 9 રિક્ષાચાલક યુનિયન તરફથી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
મીટરના નિયમભંગ બદલ 98 રિક્ષાઓને ડિટેઇન કરવામાં આવી
ટ્રાફિક પોલીસે ખાસ કરીને, મીટરના નિયમભંગ બદલ 98 રિક્ષાઓને ડિટેઇન કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાયસન્સ અથવા જરૂરી દસ્તાવેજો વગર રિક્ષા ચલાવતા 309 ચાલકોની રિક્ષાઓ પણ ડિટેઇન કરવામાં આવી હતી, જે મોટી સંખ્યામાં વાહનો દસ્તાવેજીકરણના અભાવે જપ્ત થયા હતા. વધુમાં, નિયમ કરતા વધુ પેસેન્જર ભરીને લઈ જતા 79 રિક્ષા ચાલકો સામે પણ પગલાં લેવાયા હતા અને તેમની રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 22 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


