Dowry: દેશમાં દરરોજ 20 મહિલા બની રહી છે દહેજનો ભોગ, આ પાંચ રાજ્ય છે ટોપ પર
- દેશમાં Dowry પ્રથા સક્રીય જોવા મળી રહી છે
- ગ્રેટર નોઇડામાં દહેજના લીધે પતિએ પત્નીને સળગાવી દીધી
- દેશમાં આજેપણ દરરોજ 20 મહિલાઓ બની રહી છે ભોગ
દેશમાં ફરી એકવાર દહેજપ્રથા વધુ સક્રિય જોવા મળી રહી છે, ગ્રેટર નોઇડામાં દહેજના લીધે પતિએ પોતાની પત્નીને જીવતી સળગાવી દેતા ચકચાર મચી જવા પામ્યો છે. પતિ વિપીન ભાટીએ પોતાની પત્ની નિક્કીને દહેજ માટે સળગાવી દેતા આ ઘટનાએ દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના બાદ દેશમાં દહેજ મામલે કેટલી હત્યા અને કેસ થાય છે તેના આંકડા સામે આવતા તમે ચોંકી જશો, હા ભારતમાં આજેપણ દરરોજ 20 મહિલાઓ દહેજના લીધે ભોગ બની રહી છે. નવાઇની વાત એ છે કે આ દૂષણ સમાજમાંથી દૂર નથી થઇ રહ્યો.
Dowry પ્રથાના લીધે ગ્રેટર નોઇડામાં પતિએ પત્નીને સળગાવી
નોંધનીય છે કે યુપીના ગ્રેટર નોઈડાનો નિક્કી હત્યા કેસથી દેશમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. નિક્કીને તેના પતિ અને સાસરિયાઓએ કેમિકલ છાંટીને આગ લગાવીને જીવતી સળગાવી દીધી હતી. આ સમયે દરેક વ્યક્તિ નિક્કી માટે ન્યાયની માંગ કરી રહી છે. નિક્કીના મૃત્યુ પાછળનું કારણ દહેજ હતું. નિક્કીનો પરિવાર જમાઈ વિપિન ભાટીની દરેક માંગણી પૂરી કરતો રહ્યો. પરંતુ તેમ છતાં વિપિનનો લોભ અટક્યો નહીં અને તેણે નિક્કીનો જીવ લઈ લીધો. જો આપણે ભારતમાં દહેજ માટે થતી મહિલાઓની મૃત્યુની વાત કરીએ, તો આ આંકડો તમારા હોશ ઉડાવી દેશે.
દેશમાં Dowry પ્રથા સક્રીય
ઉલ્લેખનીય છે કે દેશના સરકારી આંકડા કહે છે કે , દહેજને કારણે દરરોજ લગભગ 20 મહિલાઓ મૃત્યુ પામે છે. છેલ્લા 22 વર્ષમાં દહેજના નામે 1.8 લાખ મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 2018-2021માં 34,493 મહિલાઓના મોત થયા. 2022માં 6,450 મહિલાઓની હત્યા કરવામાં આવી. દેશમાં દહેજ કેસ સંદર્ભે વાત કરીએ તો યુપીમાં દહેજના કેસ સૌથી વધુ છે. યુપીમાં દહેજને કારણે 11,874 મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. બિહારમાં 5354, મધ્યપ્રદેશમાં 2859 પશ્ચિમ બંગાળમાં 2389 અને રાજસ્થાનમાં 2244 મહિલાઓ અને પશ્વિમ બંગાળમાં 2389 દહેજને કારણે મૃત્યુ પામી હતી. જયારે 2024માં મહિલાઓ સામે અપરાધની કુલ 25,743 ફરિયાદો નોંધાઈ હતી. તેમાં સૌથી વધુ 24 ટકા એટલે કે 6,237 ફરિયાદો ઘરેલુ હિંસાની હતી. દેહેજના કેસો 17 ટકા એટલે કે 4,383 નોંધાયા હતા.
આ પણ વાંચો: ગ્રેટર નોઈડામાં દહેજ માટે પત્નીને જીવતી સળગાવનાર Vipin Bhati ને પોલીસે પગમાં મારી ગોળી


