ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MORBI Bridge Tragedy 25-25 લાખ નરેન્દ્રભાઈએ ગૌતમભાઈને કહીને સંસ્થા દ્વારા દેવરાવ્યા : MLA અમૃતિયા

મોરબી ઝૂલતા પુલ (Morbi Suspension Bridge) ની દુઃખદ અને ક્યારેય ના ભૂલી શકાય તેવી દુર્ઘટના ફરી એક વાર તાજી થઈ ગઈ છે. 1995થી લઈને આજદિન સુધીમાં 6-6 વખત મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Morbi MLA Kantilal...
04:57 PM Apr 14, 2023 IST | Bankim Patel
મોરબી ઝૂલતા પુલ (Morbi Suspension Bridge) ની દુઃખદ અને ક્યારેય ના ભૂલી શકાય તેવી દુર્ઘટના ફરી એક વાર તાજી થઈ ગઈ છે. 1995થી લઈને આજદિન સુધીમાં 6-6 વખત મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Morbi MLA Kantilal...

મોરબી ઝૂલતા પુલ (Morbi Suspension Bridge) ની દુઃખદ અને ક્યારેય ના ભૂલી શકાય તેવી દુર્ઘટના ફરી એક વાર તાજી થઈ ગઈ છે. 1995થી લઈને આજદિન સુધીમાં 6-6 વખત મોરબીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાનાભાઈ (Morbi MLA Kantilal Amrutiya) આજ કાલ ખૂબ જ ચર્ચામાં છે. રાજકોટના બિલ્ડર જેરામભાઈ કુંડારીયા (Builder Jeram Kundariya) એ કરેલા આપઘાતના પ્રયાસના કેસમાં સામે આવેલી સ્યુસાઈડ નોટ (Suicide Note) માં કાંતિ અમૃતિયા પ્રથમ ક્રમે ચમક્યા છે.

135 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલનારી મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના ટાણે લોકોને બચાવવા મચ્છુ નદી (Machhu River) માં છલાંગ લગાવી દેનારા કાંતિ અમૃતિયાની ભારતીય જનતા પક્ષે (BJP) કદર કરી અને 2022-વિધાનસભાની ટિકીટ આપી. પૂર્વ MLA બ્રિજેશ મેરજા (Brijesh Merja) ના સ્થાને ચૂંટણી લડનારા કાંતિ અમૃતિયા વિજયી બન્યા. અગાઉ મોરબી બેઠક પરથી 5-5 વખત જીત મેળવનારા કાંતિલાલ છઠ્ઠી વખત વિજયી થયા.

મોરબીના મસીહા બનીને ફરતાં કાંતિલાલ અમૃતિયા સ્વ પ્રસિદ્ધિનો એક પણ મોકો ચૂકતા નથી. મોરબી ઝૂલતા પુલના મૃતકોના પરિવારજનોને લાખો રૂપિયાની સહાય અપાવવાનો જશ કાંતિલાલ ઉર્ફે કાનો (Kantilal @ Kano) એ ખુદ મેળવી લીધો છે. તાજેતરમાં યોજાયેલા એક પ્રસંગમાં કાંતિ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો ઉલ્લેખ કરી ખુદના વખાણ કરવામાં જરા સરખી કચાશ રાખી ન હતી.

કાંતિલાલ શિવલાલ અમૃતિયાએ વીડિયોમાં શું કહ્યું આપ જુઓ અને સાંભળો...

 

 

Tags :
Brijesh MerjaGujarat NewsGujarat SamacharGujarati NewsKantilal @ KanoKantilal AmrutiyaKantilal Shivlal AmrutiyaMachhu RiverMLA Kanti AmrutiyaMorbi Bridge TragedyMorbi MLANarendra Modipm narendra modiગુજરાત સમાચાર
Next Article